Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર ગ્રામ્યમાં રાઘવજીભાઈને હંફાવશે જેન્તીભાઈ સભાયા

jantibhais-meeting-will-take-place-in-jamnagar-village

ભાજપ-કોંગ્રેસે પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતારતા ચૂંટણી જંગ રસાકસીભર્યો

જામનગર:-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠકના ચૂંટણી જંગમાં અંતે કોંગ્રેસે દમદાર નેતા જેન્તીભાઈ સભાયાને મેદાનમાં ઉતારતા આ બેઠકની ચૂંટણી રસાકસીભરી બની રહેશે. કારણ કે, રાઘવજીભાઈ પટેલ અને જેન્તીભાઈ સભાયા બન્ને પાટીદાર હોવાની સાથે-સાથે મજબૂત  હોય જામનગર લોકસભાની તુલનાએ વિધાનસભા બેઠક પર બન્ને પક્ષોએ તાકાત લગાવવી પડશે. મુળ જામનગર જિલ્લાના હડમતિયા(મતવા)ના અને મોટાભાગે સુરત અને હિમાચલ પ્રદેશમાં કંસ્ટ્રકશનનો કારોબાર ધરાવતાં પટેલ ઉમેદવારનું નામ જાહેર થતાં જિલ્લાની લોકસભા બેઠકની ચૂંટણીમાં આહિર અને ગ્રામ્ય વિધાનસભાની બેઠકમાં પાટીદાર વચ્ચે જંગ ખેલાશે.

જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર  સભાયા ભૂતકાળમાં  સુરત કોંગ્રેસમાં સક્રિય રહ્યા છે તેમજ વિઠ્ઠલભાઈ રાદડીયા જ્યારે પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડયા હતાં ત્યારે તેઓનું લાલપુર તાલુકાનું કાર્ય પણ સંભાળ્યું હતું. આ બેઠક પર ચૂંટણી લડવા માટે જિલ્લા કોંગ્રેસના હોદ્ેદારો સહિત 3પ દાવેદારો મેદાનમાં હતાં. જેન્તિભાઈ સભાયાના નામની જાહેરાતથી હવે જામનગર ગ્રામ્યની વિધાનસભાની ચુંટણીનો જંગ પણ  પાટીદારો વચ્ચે જંગ ખેલાશે તે નિશ્ર્ચિત બન્યું છે.

ઉલ્લેખનિય છે કે, જેન્તીભાઈ સભાયા દ્વારા જામનગર જિલ્લાના ખેડૂતોના પ્રશ્ર્નોને લઈ છેલ્લા લાંબા સમયથી લડત ચલાવી રહ્યાં છે અને ખેડૂત અધિકાર મંચના નેજા હેઠળ બે માસ પૂર્વે જામનગરના ઠેબા ચોકડી ખાતે હાર્દિક પટેલ અને અન્ય કોંગી આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ સંમેલન પણ  હતું. જેમાં સ્વયંભૂ હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

વધુમાં જેન્તીભાઈ સભાયાએ કોઈપણ જાતના સ્વાર્થ વગર ખેડૂતોના મુદ્દે શરૂ કરેલી લડાઈને પગલે તેઓની પ્રદેશ કોંગ્રેસ અને કેન્દ્રિય નેતાગીરી દ્વારા ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી હોવાનું પણ ટોંચના કોંગી આગેવાનો જણાવી રહ્યાં છે. આ સંજોગોમાં જેન્તીભાઈ સભાયાના સમર્થનમાં જામનગરના કોંગી  કાર્યકરો એક બની, નેક બની લડત આપે તો પુન: આ બેઠક કોંગ્રેસના ખાતામાં આવી શકે તેમ છે.

ભાજપે જામનગર (ગ્રામ્ય) બેઠક પર રાઘવજીભાઈ પટેલને મેદાને ઉતારી પાટીદાર મત અંકે કરવાનો દાવ ખેલ્યો છે તો સામે પક્ષે કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવારને જ મેદાને ઉતારતા જેન્તીભાઈ સભાયા રાઘવજીભાઈને કસોકસની લડત આપે  હોવાનું મનાઈ રહ્યું છે.

કોંગ્રેસમાં અસંતોષની આગ

જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી 3પ-35 દાવેદાર વચ્ચે મોવડી મંડળે જેન્તીભાઈ સભાયાની પસંદગી કરતાં હાલમાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનોમાં અસંતોષની આગના લબકારા શરૂ થયાં હોવાની વ્યાપક ચર્ચા છે. નોંધનિય છે કે, જામનગર (ગ્રામ્ય)ની આ બેઠક કોંગ્રેસ એક બનીને લડે તો આસાનીથી મેળવી શકે તેમ છે, પરંતુ અત્યારથી જ અસંતોષની આગના લબકારા શરૂ થતાં મોવડી મંડળ ડેમેજ ક્ધટ્રોલમાં વ્યસ્ત બન્યું છે.

મતદારોની સ્થિતિ

જામનગર ગ્રામ્યની બેઠક પર વોટબેંકની સ્થિતિ જોઈએ તો આ બેઠકમાં સૌથી વધુ 6પ હજાર પાટીદાર, 40 હજાર મુસ્લિમ, ર4 હજાર સતવારા, ર4 હજાર ક્ષત્રિય ઉપરાંત કોળી સમાજ અને  મતદારો આ બેઠકનું પરિણામ નક્કી કરશે.

Related posts

રંગમતી-નાગમતી નદીના પટ્ટમાં કચરાનાં ગંજ, સ્વાસ્થ્ય સામે જોખમ

Nawanagar Time

જામનગરમાં દારૂની પરમીટની 80 અરજી ફગાવાઇ

Nawanagar Time

અંતે સૌરાષ્ટ્ર-કચ્છને AIIMS ની ફાળવણી : કેન્દ્ર સરકારની મંજૂરી…

Nawanagar Time

Leave a Comment