Nawanagar Time
અજબ-ગજબ

જાપાનના વૃધ્ધો ફક્ત પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા વારંવાર જેલમાં જાય છે…

japans-old-people-often-go-to-prison-to-meet-their-own-prerequisites

ટોક્યો: જાપાનમાં વૃદ્ધો દ્વારા થતાં ગુનામાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લાં 20 વર્ષમાં અહીં 65 વર્ષથી વધુ વયના લોકોની જેલમાં જવાની સંખ્યા ત્રણ ગણી વધી છે. તેનું કારણ જેલમાં આઝાદી અને મફત ભોજનની સુવિધા છે. સાથે જ ફ્રી મેડિકલ ચેકઅપ પણ થઇ જાય છે. આ કારણે ઘણા વૃદ્ધો વારંવાર ગુના કરી રહ્યા છે. 1997માં 20 ગુનેગારોમાંથી 65 વર્ષની વયનો એક રહેતો હતો પરંતુ હવે આ આંકડો પાંચ વૃદ્ધોનો થઇ ગયો છે.

જેલમાં રહેવા જાપાનના વૃદ્ધો વારંવાર ગુનો કરે અને વધુમાં વધુ સજા મળે તેવી ઈચ્છા રાખે 
2016માં જ અઢી હજારથી વધુ વૃદ્ધો દોષિત ઠર્યા હતા. જાપાનની વસતી 12.68 કરોડ છે. તેમાંથી 65 વર્ષથી વધુની વયના આશરે 3 કરોડ લોકો છે. હિરોશિમાના રહેવાસી 69 વર્ષના તોશિયો તકાતા 8 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યા છે. તેઓ કહે છે કે મેં નિયમ એટલા માટે તોડ્યો કે હું ગરીબ હતો. હું એવી જગ્યા ઇચ્છતો હતો જ્યાં મફતમાં ખાવા-પીવાની વ્યવસ્થા થઇ શકે. હું પેન્શનના તબક્કામાં પહોંચી ગયો હતો અને પૈસા વિનાનું જીવન વિતાવી રહ્યો હતો. તોશિયોએ પહેલો ગુનો 62 વર્ષની વયે કર્યો હતો. પરંતુ કોર્ટે દયા દાખવી માત્ર એક વર્ષની જેલ કરી હતી. ત્યાર પછી તેમણે અનેક ગુના કર્યા. તોશિયોના જણાવ્યા મુજબ મેં એક વખત પાર્કમાં મહિલાઓને માત્ર ચપ્પુ દેખાડ્યું હતું જેથી તેઓ ડરીને પોલીસને બોલાવી લે. જેલમાંથી બહાર આવ્યો તો મેં થોડા પૈસા પણ બચાવી લીધા. જ્યારે 70 વર્ષની ઓકુયાના કહે છે કે હું મારા પતિ સાથે રહેવા માંગતી ન હતી તેથી મેં ચોરી કરી. ઘણી મહિલાઓ જે બરાબર ચાલી પણ નથી શકતી તેઓ એટલા માટે ગુના કરે છે કે તેમની પાસે ખાવાના પણ પૈસા નથી.

જેલમાં સુરક્ષા કર્મી વૃદ્ધોના ડાઈપર પણ બદલે છે 
જાપાનની જેલમાં સુરક્ષા કર્મીઓ વૃદ્ધોનું બહુ ધ્યાન રાખે છે. તેમની ભૂમિકા જેલની સુરક્ષાને બદલે આ વૃદ્ધોના ડાઈપર બદલવા, તેમને સ્નાન કરાવવું અનેે ફેરવવા માટે લઇ જવાની થઇ ગઇ છે. ઘણા વૃદ્ધો કહે છે કે ઘરે એકાકી જીવન કરતા જેલનું વાતાવરણ સારું લાગે છે. ઘણી જેલોમાં તો ટીવીની પણ વ્યવસ્થા છે.

 

Related posts

આ ગામમાં જબરદસ્તી યુવતીઓને ગર્ભવતી કરાય છે,જાણો શું કારણ છે આ વેદનાભરી કહાનીનું …

Nawanagar Time

ડાન્સ પે ચાન્સ : સતત 126 કલાક નૃત્ય કરી યુવતિએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Nawanagar Time

ખંભાળિયામાં જન્મ્યું ચતુર્ભૂજ બાળક

Nawanagar Time

Leave a Comment