Nawanagar Time
પોલિટીક્સ રાજકોટ

જસદણ ચૂંટણી LIVE : કુંવરજી બાવળીયા, અવસર નાકિયાએ કર્યું મતદાન…

avsarnakiya-kunvarjibavaliya-120318

આજે યોજાનારી જસદણની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ત્યારે હવે આઠ વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 8 ઉમેદવારોનું ભાવિ આજે મતદાન પેટીમાં સિલ થશે. પરંતુ મુખ્ય લડાઈ તો ગુરુ કુંવરજી બાવળીયા અને તેમનો પૂર્વ ચેલો અને આજના પ્રતિસ્પર્ધી અવસર નાકિયા વચ્ચે છે. આ સમયે કોંગ્રેસ માટે આ સીટ જાળવી રાખવાની, તો ભાજપના આયાતી ઉમેદવાર કુંવરજી બાવળીયા માટે પક્ષપલટા બાદ સીટ પરથી જીતવુ મહત્વનું બની ગયું છે. તેથી જ ભાજપ અને કોંગ્રેસે અહીં જીત મેળવવા માટે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા.

  • જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા અને પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ભરત બોઘરા અને પરિવારે ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. ત્યારે ભરત બોઘરાએ જણાવ્યું હતું કે ભાજપનો બહુમતી સાથે વિજય નક્કી છે.
  • મતદાન શરૂ થયાના અડધા કલાકમાં જ કોંગ્રેસના અવસર નાકિયા અને ભાજપના કુંવરજી બાવળીયાએ મતદાન કર્યું હતું.
  •  આઠના ટકોરે જસદણમાં મતદાન શરૂ કરાયું છે. કડકડતી ઠંડી હોવા છતા જસદણની ગલીઓમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો હતો. વહેલી સવારે જ લોકો પોતાનો મત આપવા પહોંચી ગયા હતા.

કુંવરજીએ પૂજા કરી
આજે કુંવરજી માટે આ જીત બહુ જ મહત્વની સાબિત થવાની છે. તેમણે આ વર્ષે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો સાથ પકડ્યો હતો. અત્યાર સુધી તેઓ કોંગ્રેસ તરફથી લડતા હતા, અને જીતતા હતા. ત્યારે પક્ષપલટા બાદ જસદણની જનતા તેમને સાથ આપે છે કે, નહિ તે તેમના માટે મહત્વનું છે. ત્યારે તેમણે મતદાન શરૂ થતા પહેલા ઘરે પૂજાપાઠ કર્યો હતો. જસદણ બેઠકમા જીતનો રેકોર્ડ 21000 છે. આજે કુંવરજીભાઇ પોતે જ પોતાનો રેકોર્ડ તોડી 51000 મતથી જીતનો દાવો કર્યો છે. તેઓ આજે પોતાની કુળદેવીના દર્શન કર્યા બાદ મતદાન કરવા જશે.

તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા મતદાન માટે રવાના થઈ ગયા છે. તેઓ જાતે છકડો ચલાવી મતદાન માટે નીકળ્યા હતા. અવસર નાકિયા પોતાના વતન હાંસલપુરમાં મતદાન કરશે.

આજે જસદણના કુલ 2.32 લાખ મતદારો પર બધો આધાર છે કે, તેઓ કોણે ચૂંટશે. જેમાં 35 ટકા કોળી મતદારોનો, 20 ટકા લેઉઆ તો 7 ટકા કડવા પાટીદાર, 8 ટકા ક્ષત્રિત તો 7 ટકા લઘુમતી મતદારો જસદણના ઉમેદવારનુ ભાવિ નક્કી કરશે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ છેલ્લી 14 ચૂંટણીમાં 9 વાર જીતી છે.

જસદણ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ જિલ્લા પોલીસ સજ્જ થઈ ગઈ છે. પેટા ચૂંટણીમા 1200 જેટલા પોલીસ જવાનોનું સુરક્ષા કવચ ફાળવાયું છે. પોલીસના 306, ગૃહ રક્ષક દળના 311 જવાનો તેમજ લશ્કરી દળની 6 કંપની ચૂંટણીમા ફરજ બજાવશે. કુલ 159 સ્થળ પર 262 બુથ છે, જે પૈકી 72 સ્થળોના 126 બુથ પર વિશેષ તકેદારી રાખવામાં આવશે. પેરા મિલિટરીની 6 કંપનીના 540 જવાનો જસદણ ખાતે પેટા ચૂંટણીના સુરક્ષા કવચમા જોડાશે. મતદાન પૂર્ણ થયા બાદ પેરા મિલિટરીની 5 કંપની રવાના થશે અને બાકી 1 કંપનીના જવાનો સ્ટ્રોંગ રૂમ બહાર ફરજ પર રહેશે.

Related posts

ગુજરાતમાં કૃષિ નિકાસ નીતિના અમલીકરણની ચર્ચા કરવા રાજકોટમાં બેઠક યોજાશે

Nawanagar Time

એમ્યુઝમેન્ટ પાર્કની તમામ રાઈડ્સનું ચેકિંગ, બે દિવસ સુધી રાઈડ્સ બંધ

Nawanagar Time

કાલે રાજયસભા ચૂંટણી: ભાજપની ‘સેફ ગેમ’, ધારાસભ્યોને ‘માર્ગદર્શન’ આપ્યું !

Nawanagar Time

Leave a Comment