Nawanagar Time
નેશનલ

જયા પ્રદા ભાજપમાં જોડાયા, આઝમ ખાન સામે લડી શકે

jaya-prada-joins-bjp-can-fight-against-azam-khan

નવી દિલ્હી:-લોકસભા ચૂંટણીના પહેલા બોલિવૂડની દિગ્ગજ એકટ્રેસ જય પ્રદા ભાજપમાં સામેલ  ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ રામપુર બેઠક પરથી એસપીના આઝમ ખાન વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે.

જયા પ્રદા 1994માં તેદપામાં જોડાયા હતા. પરંતુ ચન્દ્રાબાબુ નાયડુ સાથે વિવાદ થતા તેમણે પાર્ટી છોડી દીધી હતી અને સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા હતા. તેમણે 2004 લોકસભા ચૂંટણીમાં રામપુર બેઠક પરથી ચૂંટણી લડી  અને 85000 મતોના માર્જિનથી બેઠક જીત્યા પણ હતા.  ત્યારબાદ પાર્ટીના નેતા આઝમ ખાન સાથે કેટલીક બાબતે તેમનો વિવાદ થયો હતો. તેમ છતાં તેમણે 2009 લોકસભા ચૂંટણીમાં રામપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. જો કે 2010માં સમાજવાદી પાર્ટીએ તેમની એન્ટી પાર્ટી એક્ટિવિટીને પગલે પક્ષની પ્રાથમિક સભ્યતા પરથી  દીધા હતા.

બાદમાં તેણે અમર સિંહ સાથે એક નવી પાર્ટી બનાવી હતી. તેમના રાષ્ટ્રીય લોક મંચ પક્ષે 2012ના યુપીના વિધાનસભા ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો ઉતાર્યા હતા. જો કે પાર્ટી એક પણ બેઠક જીતી શકી નહતી. ત્યારબાદથી તેમના ભાજપ સાથે નજીકના સંબંધ રહ્યા હતા. એટલું જ નહીં તેઓ વડાપ્રધાન મોદીના મેં  ચોકીદર અભિયાનમાં પણ જોડાયા હતા.

Related posts

પ્રમોશનમાં એસસી-એસટી કવોટા સામે ‘સ્ટે’

Nawanagar Time

જૈનોને ‘હમ દો હમારે તીન’નો નારો અપનાવવા હાંકલ!

Nawanagar Time

કોરોનાનો ખાત્મો બોલાવવા ભારતીય કંપનીએ શોધી ‘કોરો-વેક’ રસી

Nawanagar Time

Leave a Comment