Nawanagar Time
બિઝનેસ

જેટ જમીન પર..! એરલાઇન ઇન્ડસ્ટ્રી ખાંડાની ધાર પર

jet-on-the-ground-on-the-edge-of-the-airline-industrys-edge

સરકારો નવા એરપોર્ટ શરૂ કરવા માટેની ગુલબાંગો પોકારી રહી છે, સરકારે દેશમાં 60 અબજ ડોલરના ખર્ચે નવા 100 એરપોર્ટ જાહેરાત કરી હતી પણ સવાલ એ છે આ તમામ એરપોર્ટ કોના માટે?

કિંગ ફિશર વાળા ઉઠી ગયા અને પકડાવાની બીકે ઉડી ગયા..!  ઍર ઇન્ડિયાના કર્મચારીઓ નફામાં આવવાની અને સમયસર પગાર થવાની રાહમાં રિટાયર્ડ થઇ ગયા..! સહારા વેચાઇ ગઇ, ડેક્કન માલગાડી કરતાં વધારે ખરાબ સર્વિસના કારણે ડબ્બામાં ગઇ..!  જેટના વિમાનો હેંગરોમાં (વિમાનનાં પાર્કિંગ સ્લોટ) જમા થવા માંડ્યા છે. સાલ- 2015 માં દેશની ઇન્ડિગો અને ગો-ઍર ને બાદ કરતા તમામ કંપનીઓ ખોટમાં ચાલતી હતી. એ વખતે ઇન્ડિગોનો નફો 15 કરોડ રૂપિયા જ્યારે ગો-ઍરનો નફો આશરે 15 લાખ રૂપિયા જેટલો હશે. તાજેતરના અહેવાલ પ્રમાણે ઇન્ડિગોનો ટ્રાફિક સૌથી વધારે હોવા  પણ હાલમાં તેની બેલેન્શીટ રેડ ઝોનમાં ગઇ છે.

વૈશ્ર્વિક બજારમાં પણ એરલાઇન ઇન્ડસ્ટ્રીની હાલત એક સંધો ત્યાં તેર તુટે જેવી જ હોય છે. ખોટનાં ખાડામાં ઠેબાં ખાતી આ કંપનીઓ રન-વે ઉપરથી લપસી રહી છે જ્યારે આપણી સરકારો નવા એરપોર્ટ શરૂ કરવા માટેની ગુલબાંગો પોકારી રહી છે. સાલ 2018માં જ  સરકારે દેશમાં 60 અબજ ડોલરના ખર્ચે નવા 100 એરપોર્ટ વિકસાવવાની જાહેરાત કરી હતી. 70 વર્ષમાં સરકારે 75 એરપોર્ટ બનાવ્યા હતા જ્યારે આ સરકારે 60 નવા એરપોર્ટ બનાવ્યા છે. પણ સવાલ એ છે આ તમામ એરપોર્ટ કોના માટે?

ભારતમાં વિમાન પ્રવાસ કરનારા વધી રહ્યા છે, વિદેશ ફરવા જનારા ટુરિસ્ટો વધી  છે, એટલે સરકારો ગુલાબી ચિત્ર રજૂ કરે છે કે વિશ્ર્વ નાનું થઇ રહ્યું છે, ભારત વિકાસ કરી રહ્યું છે, લોકો પૈસાદાર થઇ રહ્યા છે..વગેરે વગેરે..!  પણ એરલાઇન કંપનીઓ બંધ થઇ રહી હોય ત્યારે નવા એરપોર્ટ થી કોને ફાયદો થવાનો? એવું નથી કે દેશની જનતા વિમાની સફરથી દૂર થઇ રહી  ઉલટાનો પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે. સાલ 2018નાં અંતે ભારતમાં સતત 42 મા મહિને સ્થાનિક સ્તરે ઍર લાઇન પ્રવાસીઓની સંખ્યા 10 ટકાના દરે વધી રહી છે. જ્યારે તેમાં વિદેશ જનારા પ્રવાસીઓની સંખ્યા ઉમેરીએ તો કુલ 17 ટકાનો વધારો દેખાડે છે.

આમ તો પ્રવાસીઓનો ધસારો વધવાનાં સંકેત ઍરલાઇન્સ કંપનીઓ માટે  સમાચાર ગણાય પણ કંપનીઓના વધતા ખર્ચા તેમને નુકસાનમાંથી બહાર આવવા દેતા નથી.

આઇએટીએનાં સર્વે પ્રમાણે સાલ 2025 સુધીમાં ભારત વિશ્ર્વમાં વિમાન પ્રવાસીઓના મામલે ત્રીજું રાષ્ટ્ર બનશે. આંકડા બોલે છે કે છેલ્લા દોઢ દાયકામાં ભારતમાં આ સેક્ટરમાં 165 કરોડ ડોલરનું નવું મુડી રોકાણ થયું છે. જ્યારે આગામી ચારેક વર્ષમાં દેશમાં  સેક્ટરમાં નવા 35000 કરોડ રૂપિયાનું નવું રોકાણ થવાની સંભાવના છે. અઅઈં આગામી એક વર્ષમાં 15000 કરોડ રૂપિયાના ખર્ચે નવા ટર્મિનલો બનાવશે.

આપણા દેશમાં આ એક સેક્ટર એવું છે જ્યાં માળખાકિય સુવિધાઓ તૈયાર થઇ રહી છે પંણ ઓપરેટરો અસ્તિત્વ માટે ઝઝુમી રહ્યા છે. જો ફ્યુલના ભાવ વધે તો એરલાઇન કંપનીને  રૂપિયાનું અવમુલ્યન થાય તો નુકસાન, ભારે વરસાદથી ફ્લાઇટ કેન્સલ થાય તો નુકસાન, પીક અવર્સમાં ઍર ટ્રાફિક ક્ધઝક્શનના કારણે વિમાનને સમયસર આવવા છતાં હવામાં ચક્કર મારવા પડે તો નુકસાન, એકાદ અકસ્માત થાય અને પ્રવાસીઓ ઍર ટ્રાવેલથી ડરવા માંડે તો નુકસાન, સરકારની નીતિ બદલાય તો નુકસાન..! એવા તો કેટલાય કારણો છે  દેશમાં સિવીલ એવિયેશન ઉદ્યોગને મલાઇદાર બનતો અટકાવે છે. ઉલ્લેખનીય છે કે એક કલાક સુધીના ઍર ટ્રાવેલ ટાઇમ માટે ભારત સરકારે ભાડું 2500 રૂપિયાની મર્યાદામાં રાખવાની નીતિ જાહેર કરતા ઓપરેટરોની હાલત કફોડી થઇ ગઇ છે. જાણી જોઇને ઘણી કંપનીઓ હવે ટ્રાવેલ ટાઇમ 1:05 કલાક કે 1:15 કલાક રાખવા માંડી છે.  દેશના નાના શહેરોને જોડવા માટેની આ નીતિ હોઇ શકે પણ તે પ્રવાસી ઉપરાંત ઍરલાઇન કંપનીને પણ આર્થિક રીતે પરવડે તેવી હોવી જોઇએ. નહિતર બેંકોના કર્જ ચુકવ્યા વિના જ ઓપરેટો વિદેશની ફ્લાઇટ પકડી લેશે.

એક કોયડો

jet-on-the-ground-on-the-edge-of-the-airline-industrys-edge
jet-on-the-ground-on-the-edge-of-the-airline-industrys-edge

આપણા દેશમાં જ નહી વિશ્ર્વભરમાં ઍરલાઇન કંપનીને  કરતી રાખવી એ એક કોયડો છે. એમાં વળી સરકારનાં નિર્ણય અવરોધ ઉભા કરતા હોય છે. આવા સંજોગોમાં નવા ઓપરેટરો ભારતમાં આવવાની હિંમત કરે કેવી રીતે? સરકારે સુવિધાઓ વધારવા પાછળ નાણા ખર્ચવાની સાથે કંપનીઓને પણ પ્રોત્સાહિત કરવી પડશે નહીતર આપણા એરપોર્ટ ક્રિકેટ સ્ટેડિયમ અને રન-વે પીચ બની જશે.

Related posts

બુલેટ રાજા રોયલ એન્ફિલ્ડે નવી ઈન્ટરસેપ્ટર આઈએનટી 650 લોન્ચ કરી

Nawanagar Time

ટેક્સ વસુલાતમાં મોદી સરકારને મંદી નડી, માત્ર 4% વસુલાત

Nawanagar Time

માલ્યાએ કહ્યું- બેન્ક અને વડાપ્રધાન મોદી બંનેની અલગ-અલગ વાતો, કોની પર વિશ્વાસ કરું

Nawanagar Time

Leave a Comment