Nawanagar Time
ગુજરાત જામનગર

જવેલર્સ પેઢીને ઠગનાર મુંબઇથી ઝડપાયો

jewelers-fired-stolen-from-mumbai

રૂા. 37.81 લાખની ઠગાઇ પ્રકરણમાં પોલીસની મહેનત રંગ લાવી

જામનગર:-જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલી શ્રીનિવાસ જવેલર્સ પેઢીમાં ગત તા.18ના રોજ મોડી સાંજે દિનશ નામનો મોબાઇલધારક સહિત બે શખ્સો રફ હીરાની ખરીદી અર્થે આવ્યા હતા જે બેલડીએ જુદા જુદા હિરા તલાસ્યા બાદ રૂા.37.81 લાખની કિંમતના 347 નંગ 402 કેરેટના અસલી હિરા નજર ચુકવીને સગેવગે કરી તેના સ્થાને પથ્થરના ટુકડા ભરેલુ પેકેટ રાખીને રફુચક્કર થઇ ગયા હતાં. આ બનાવની મોડેથી દુકાનદાર મહિલાને જાણ થતાં સીટી એ ડિવિજનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ તપાસમાં એલસીબી ટીમે બાતમીના આધારે પવનચક્કી પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતાં નરશીભાઇ ઉર્ફે દિનેશ નારણભાઇ કોરડીયા (રે.હાલ સુરત, મુળ વાણીયાગામ, જામનગર)ને પકડી પાડી તેની પુછપરછ હાથ ધરી હતી જેમાં તેણે છેતરપીંડીની કબુલાત આપી હતી. આથી પોલીસે તેના કબ્જામાંથી મોબાઇલ ફોન કબ્જે કરી આગવી ઢબે પુછપરછ હાથ ધરતા આ કૃત્યમાં કાંતિભાઇ નાનજીભાઇ સાવલીયા (રે.મુંબઇ) પણ સંડોવાયો હોવાનું કબુલતા પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. પોલીસના સકંજામાં સપડાયેલો આ શખ્સ હાલ સુરતના ડાયમન્ડ માર્કેટમાં હિરાની લે-વેંચ કરતો હતો.

Related posts

આરાધનાધામ નજીક બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત: એકનું મોત, એકને ઈજા

Nawanagar Time

મગફળીની આવકથી ભરાવો થતાં હાપા યાર્ડ બે દિવસ ખરીદી નહીં કરે

Nawanagar Time

જામનગરનો મુસ્લિમ સમાજ આગબબુલા : પાકિસ્તાન મુર્દાબાદના નારા ગુંજ્યા

Nawanagar Time

Leave a Comment