Nawanagar Time
ગુજરાત જામનગર

નોકરી મૂક પડતી અને કોર્પોરેશનના કર્મચારીએ ક્રિકેટનો સટ્ટો ચાલુ કર્યો : પોલીસના હાથે ઝડપાયા

jobs-slapped-and-corporation-employee-started-cricket-betting-police-arrested-at-the-hands-of

કામદાર કોલોનીમાં એલસીબીએ દરોડો પાડતાં બે ઝડપાયા : એક નાશી છૂટ્યો.

જામનગર:-જામનગરમાં કામદાર કોલોની વીસ્તારમાં આવેલ એક દુકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડી મહાનગરપાલિકાના કર્મચારી અને દુકાનદાર સહીત બે શખ્સોને આઈપીએલની મેચ પર સટ્ટો લેતા આબાદ પકડી પાડયા હતા. જયારે એક  હાજર નહી મળતા પોલીસે તેને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કામદાર કોલોનીમાં આવેલ એક તૈયાર કપડાની દુકાનમાં અમુક શખ્સો આઈપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની સમગ્ર ટીમે ગઈ કાલે સાંજે દરોડો પાડ્યો  જેમાં કૈલાશ ગૌરીશંકર દવે રહે. ગોકુલનગર રડારનગર શ્યામનગર શેરી નં.6 અને દુકાનદાર એવા કોર્પોરેશનના કર્મચારી ચિરાગ સુરેશકુમાર માંડલીયા જાતે.દરજી ઉવ.32, યમુના એપાર્ટમેન્ટ બ્લોક નં.એ/2 શરૂસેકશન રોડ વાળા શખ્સો આબાદ ઝડપાઈ ગયા હતા.  પોલીસે બંને શખ્સોના કબજામાંથી રૂપિયા 39000ની રોકડ કબજે કરી હતી. બંને આરોપીઓ હાલમા ભારત દેશમાં રમાતી આઈ.પી.એલ.  ક્રિકેટ ટુર્નામેન્ટની મેચો ટી.વી.માં નિહાળી મોબાઈલ ફોનથી સેશન તથા મેચના હારજીતના પરીણામ અંગે બુકીઓ સાથે વાતચીતો કરી સેશન તથા રનફેર ઉપર મેચની હારજીતના પરીણામ પર સટ્ટો લેતા મળી આવ્યા હતા.

Related posts

રાજકોટથી જામનગર ઘૂસેલો યુવાન કોરોન્ટાઈન હેઠળ

Nawanagar Time

જામજોધપુરના વેપારીને છરીની અણીએ ધમકી

Nawanagar Time

કોરોના દર્દીને ગાંઠિયા, મરચાંની મોજ

Nawanagar Time

Leave a Comment