Nawanagar Time
ગુજરાત

હંવે માણો દ્વારકા નાં બીચ ની મોજ, દ્વારકાના શિવરાજપુરમાં બીચ પર જોગિંગ ટ્રેક, ટેન્ટની કામગીરીનો પ્રારંભ

jogging-track-on-the-beach-in-shivrajpur-dwarka-start-of-tants-work

દ્વારકા પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પર્યટકો માટે વધુ એક પ્રવાસન વિકસી રહ્યું છે

દ્વારકા:-સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પર્યટકો માટે વધુ એક પ્રવાસન સ્થળ વિકસી રહ્યું છે. દેશ વિદેશથી આવતા પર્યટકો હવે દ્વારકામાં બીચની મજા પણ માણી શકશે. દ્વારકાના શીવરાજપુરના સમુદ્ર કિનારે વિશાળ અને આંતરાષ્ટ્રીય કક્ષાનો બ્લું ફ્લેગ બીચ વિકસી રહ્યો છે. જ્યાં પર્યટકો વિશ્રામ નિવાસ કરીને  પ્રકૃતિનો આનંદ માણી શકશે. શીવરાજપુરના દરિયા કિનારે ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિતઇન્ટીગ્રેટેડ કોસ્ટલ-ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શીવરાજપુરના દરિયાની પસંદગી કરવામાં આવી છે. હાલ પુરજોશમાં બીચની કામગીરી ચાલી રહી છે.

વિશ્વમાં હાલ 75 જેટલા બીચ આવેલા છે. જ્યારે 76 મો અને એશિયાનો બીજા બીચ તરીકે દ્વારકાના શીવરાજપુર બીચની ભારત  દ્વારા પસંદગી કરવામાં આવી છે. હાલ શીવરાજપુર બીચ પરથી બાવળો હટાવીને બીચ વિકસી રહ્યો છે. જે બીચને એશિયાનો બીજા નંબરનો બીચ જાહેર કરવામાં આવશે. શિવરાજપુર બીચમાં વિશાળ સમુદ્ર કિનારો, સાથે સાથે મનભરીને બોટીંગ, સ્કુબા ડ્રાઇવીંગ, દરિયાના છીછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડીંગ, સેન્ડ રીક્ષા ડ્રાઇવીંગ જેવી સુવિધાઓ બીચ પર તૈયાર  આવી રહી છે. અને એક સમયે વિશ્વ કક્ષાએ આકર્ષનું કેન્દ્ર બનશે. બ્લું ફ્લેગ બીચ પર હાલ ત્રણ જેટલા ટેન્ટનું પ્રાથમિક તબ્બકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જો કે, હજું બીચ પર ટોયલેટ, બાથરૂમ, જોગીંગ ટ્રેક, ચેન્જીંગ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ખુલ્લામાં કસરત માટેના સાધનો વગેર વિકસાવવામાં આવી રહ્યા છે. આ  બીચને સ્વચ્છ અને સુંદર રાખવા માટે રોજે રોજ ગામના સ્થાનિક લોકો દ્વારા સફાઇ કરવામાં આવશે. સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારીની તકો બહોળા પ્રમાણમાં મળશે.

Related posts

સરકારી હોસ્પિટલમાં દિનદયાળ જન ઔષધી કેન્દ્ર બે દિવસથી બંધ!

Nawanagar Time

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્યના પત્નીનું જિલ્લાપંચાયતનું સભ્યપદ રદ્દ થશે

Nawanagar Time

તમાકુના બંધાણીઓ પાસેથી રૂા.55 હજારનો દંડ વસુલાયો

Nawanagar Time

Leave a Comment