Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

પાકિસ્તાનને   ‘ઔકાત’ બતાવશે   જૉન અબ્રાહમ

john-abraham-will-show-aukat-to-pakistan

ફિલ્મ સત્યમેવ જયતે બાદ જૉન હવે નજર આવશે Rawમાં. આ ફિલ્મ રૉ એજન્સીની નહીં પરંતુ ત્રણ અલગ અલગ નામની છે. જેનું ટ્રેલર આજે આવ્યું છે. આ ટ્રેલર મહાશિવરાત્રીના દિવસે એવા સમયે રજૂ કરવામાં આવ્યું છે જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકીઓનો બાલાકોટમાં સફાયો કરીને વાયુસેનાએ દેશને શ્રદ્ધાંજલિ આપી છે.

ફિલ્મ Rawનો મતલબ રોમિયો, અકબર, વૉલ્ટર છે. જેની ટેગલાઈન Our Hero, Their Spy રાખવામાં આવી છે. આ ફિલ્મને રૉબી ગરેવાલે ડાયરેક્ટ કરી છે. જેમણે સમય, MP3: મેરા પહેલા પહેલા પ્યાર અને આલૂ ચાટ જેવી ફિલ્મો પણ ડાટરેક્ટ કરી છે.આ ફિલ્મમાં જૉને 26 વર્ષના યુવકથી લઈને 85 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી છે. ટ્રેલરમાં તેમના આ જ લુક્સ બતાવવામાં આવ્યા છે.

ફિલ્મ દેશભક્તિ સાથે જોડાયેલી એક સાચી ઘટના છે, જે 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન બની હતી. જૉનની સાથે આ ફિલ્મમાં મૌની રૉય, જેકી શ્રૉફ, સુચિત્રા કૃષ્ણમૂર્તિ અને સિકંદર ખેર છે. ફિલ્મને ગુજરાતના જૂનાગઢ આસપાસ , નેપાળ અને કશ્મીરમાં શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મને પહેલા સુશાંત સિંહ રાજપૂત કરવાના હતા. ફિલ્મ 5 એપ્રિલ રિલીઝ થશે.

 

Related posts

દિશાએ પાથર્યા કાયાના કામણ

Nawanagar Time

કાશ્મીરી પંડિતોની વ્યથા દર્શાવતી ‘શિકારા’નું ટ્રેલર રિલઝ

Nawanagar Time

કોરોના સામે લડવા કોમેડી કિંગે કર્યુ 50 લાખનું દાન

Nawanagar Time

Leave a Comment