Nawanagar Time
ગુજરાત

ખંભાળિયા તાલુકાના મૂળ વતની હકુભા જાડેજાને મંત્રી મંડળમાં સ્થાન અપાતાં હોંશભેર ઉજવણી કરાઇ

junk-the-native-of-khambhaliya-taluka-is-celebrated-with-a-place-in-the-ministerial-palace

ખંભાળિયા:-તાલુકાના ભાતેલ ગામના મુળ વતની અને જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને ગુજરાત સરકારમાં રાજય કક્ષાના મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

હાલારના ક્ષત્રિય અગ્રણી અને પનોતા પુત્ર હકુભા જાડેજાને મળેલા આ બહુમાન બદલ ખંભાળિયા સાથે સમગ્ર જિલ્લામાં ભારે આનંદની લાગણી પ્રસરી છે.

હકુભા જાડેજાને મળેલા મંત્રીપદ બદલ ખંભાળિયામાં ભારતીય  પાર્ટી તથા રાજપૂત સમાજ દ્વારા અહીંના જોધપુર ગેઇટ ચોક ખાતે કાર્યકરો એકત્ર થઇ, ફટાકડા ફોડી, સૌના મોં મીઠા કરાવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે અહીંના સિનીયર કાર્યકરો યોગેશભાઇ મોટાણી, શૈલેષ કણઝારીયા મશરીભાઇ નંદાણિયા, પી.એમ. ગઢવી, ઇન્દ્રજીતસિંહ પરમાર, જગુભાઇ રાયચુરા, અનિલભાઇ તન્ના ભીખુભા ગોપાલજી, સહિતના કાર્યકરો તથા રાજપૂત સમાજના આગેવાનો-યુવાનો મોટી  જોડાયા હતાં અને ‘ભારત માતા કી જય’ના નાદ સાથે ખુશાલી વ્યકત કરી હતી.

junk-the-native-of-khambhaliya-taluka-is-celebrated-with-a-place-in-the-ministerial-palace
junk-the-native-of-khambhaliya-taluka-is-celebrated-with-a-place-in-the-ministerial-palace
junk-the-native-of-khambhaliya-taluka-is-celebrated-with-a-place-in-the-ministerial-palace
junk-the-native-of-khambhaliya-taluka-is-celebrated-with-a-place-in-the-ministerial-palace

Related posts

મતદાર યાદીમાં ગોટાળા : 1950 હેલ્પ લાઇનમાં ફરિયાદનો ધોધ

Nawanagar Time

મ્યાંઉં… મહાપાલિકામાં બિલાડીને દૂધના રખોપા !

Nawanagar Time

ચાલુ સિઝનમાં ઘઉંના ભાવ ભડકે બળશે

Nawanagar Time

Leave a Comment