Nawanagar Time
નેશનલ

ચોકીદારને જેલમાં ધકેલશું: રાહુલનું સ્ફોટક નિવેદન

junk-to-be-sent-to-prison-rahuls-blasts-statement

નાગપુરની સભામાં રાહુલ ગાંધીએ રાફેલની તપાસ કરવા અને ચોકીદારને જેલમાં મોકલવા કર્યું એલાન

નાગપુર:  રાફેલ ડીલને લઇને પીએમ મોદી ઉપર સીધા ભ્રષ્ટાચારના આરોપો લગાવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બારામાં  પગલુ આગળ વધીને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હવે રાહુલે કહ્યું છે કે, ચૂંટણી બાદ રાફેલની તપાસ થશે અને ચોકીદાર જેલમાં હશે. રાહુલ ગાંધીનું આ નિવેદન એટલા માટે મહત્વનું છે કે પીએમ મોદી પર કરપ્શનના આરોપો મૂકતા તેમના માટે ’ચોકીદાર ચોર હૈ’ના નારા ઠેર-ઠેર લગાડાવ્યા છે. હવે મતદાન આડે  દિવસ બાકી છે ત્યારે તેમણે આપેલા આ નિવેદનના ઘેરા પડઘા પડે તેવી શકયતા જોવાઈ રહી છે.

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને ફરી એકવાર વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે જો ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર આવશે તો તેઓ રાફેલ ડીલની તપાસ કરાવશે  ચોકાદાર જેલમાં હશે. નોંધનીય છે કે રાહુલ ગાંધી અનેક પ્રસંગે ચોકીદાર શબ્દનો પ્રયોગ કરીને પીએમ મોદી પર પ્રહાર કરતા રહ્યા છે. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે એક ચૂંટણી સભાને સંબોધન કરતા આ વાત કહી હતી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પાંચ વર્ષ પહેલા નારો હતો કે ’અચ્છે દિન આયેંગે’ હવે  બદલાી ને ’ચોકીદાર ચૌર હે’ થઈ ગયો છે. રાહુલ ગાંધીએ કહ્યું, ’જો ચૂંટણી પછી તેમની પાર્ટી સત્તામાં આવશે તો રાફેલ ડીલની તપાસ કરવામાં આવશે અને દોષીને સજા મળશે.’

પીએમ મોદી પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, રક્ષા મંત્રાલયના દસ્તાવેજ કહે છે કે નરેન્દ્ર મોદીએ મૂળ સોદામાં ફેરફાર કર્યો  અને એક વિમાન રૂ. 1600 કરોડમાં ખરીદ્યું છે. તેમણે કહ્યું કે, પીએ મોદીએ મોંઘા વિમાન ખરીદીને અનિલ અંબાણીને ફાયદો પહોંચાડ્યો છે. રાહુલ ગાંધીએ ઉઠાવ્યો કે જે વ્યકિત પાસે સંરક્ષણ ક્ષેત્રનો અનુભવ નથી તેને મોટી રક્ષા ડીલ આપવામાં આવી. નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘણા લાંબા સમયથી રાફેલ  લઈને મોદી સરકાર પર હુમલો કરતા રહ્યા છે. જોકે, તેમણે એવું પ્રથમ વખત કહ્યું છે કે તેઓ રાફેલ ડીલની તપાસ કરશે. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા આપવામાં આવેલું રાહુલ ગાંધીનું આ નિવેદન આગળ જતા મોટો મુદ્દો બની શકે છે.

Related posts

રાહુલ ગાંધીનું અસલી નામ ‘રાહુલ વિન્ચી’: સુબ્રમણ્યમ સ્વામી

Nawanagar Time

શેરબજારમાં 45 મિનિટ ટ્રેડિંગ થંભી ગયું

Nawanagar Time

શેરબજારમાં અફડા-તફડી વચ્ચે તેજી તરફી માહોલ યથાવત રહેશે

Nawanagar Time

Leave a Comment