Nawanagar Time
ગુજરાત જામનગર

કાલાવડ: જીઆઇડીસી મામલે સીએમને વધુ એક પત્રથી ખળભળાટ

kalavad-a-further-letter-from-cm-to-gidc

જીઆઇડીસીના કામોમાં કથીત ગેરરીતિ પ્રકરણ ફરી તાજુ થયું : પગલાં લેવાશે કે કેમ ? તે અંગે સવાલો ઉઠયા

જામનગર:-જામનગરનો જીઆઇડીસી વિભાગ કઈકને કઈક મુદ્દાઓને લઈને હમેશાને માટે ચર્ચામાં રહે છે,થોડા દિવસો પૂર્વે જ દરેડ જીઆઇડીસીના ઉદ્યોગકારોએ  જીઆઇડીસી દ્વારા આપવામાં આવેલ નોટીસો સામે બાંયો ચઢાવી હતી,તો કાલાવડ જીઆઇડીસી ના  થયેલ કથિત ગેરરીતીનું પ્રકરણ પણ તાજું હતું, ત્યાં જ મુખ્યમંત્રી લોકાર્પણ કરવા આવે તે પૂર્વે જ તેને નવા વાઘા પહેરાવી લોકાર્પણ પણ ઉતાવળે કરાવી નાખવામાં આવ્યું છે,ત્યારે વધુ એક વખત આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા પણ જીઆઇડીસી સામે આક્ષેપોનો મારો ચલાવીને મુખ્યમંત્રીને વધુ એક પત્ર લખ્યો છે. જામનગરમા વસવાટ કરતાં આરટીઆઈ  કલ્પેશ આશાણીએ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ કાલાવડ જીઆઇડીસીના નબળા અને કથિત ભ્રષ્ટાચારના કામ અંગે 11 ડીસેમ્બર, 2018 ના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખી અને કાલાવડ જીઆઇડીસીમાં કેવું કામ થયું છે તે જોવા માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું અને જેની એક નકલ પ્રાદેશિક મેનેજરને પણ રવાના કરવામાં આવી  પણ ના તો ગાંધીનગર કે ના તો સ્થાનિક કક્ષાએ આ અંગે કોઈ પગલા ભરવામાં આવતા આશાણીએ આ અંગેની માહિતી અધિકાર હેઠળ માહિતી પણ માંગી હતી, પરંતુ માંગેલ માહિતીનો જવાબ મળે તે પૂર્વે જ મુખ્યમંત્રી કાર્યાલયમા થી થવી જોઈતી કાર્યવાહીને બદલે ખુદ મુખ્યમંત્રીએ જ કાલાવડ ખાતે આવી જીઆઇડીસીને ખુલ્લી મૂકી  આશાણીએ આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવાની ફરી માંગ કરી છે,

પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અરજદારને માહિતી પૂરી પાડવામાં ગલ્લા તલ્લા કરી અને માહિતી અરજદારને મળે તે પૂર્વે જ મુખ્યમંત્રીના વરદ હસ્તે આ વિવાદિત જીઆઇડીસીનું લોકાર્પણ શંકા ઉપજાવનારું છે,તેથી અરજદાર દ્વારા વધુ એક વખત મુખ્યમંત્રી કાર્યાલયને પત્ર લખી  બાબતે અધિકારીઓ અને કામ કરનાર ઠેકેદારો સામે યોગ્ય તપાસ કરવાની માંગણી કરવામાં આવતા આ પ્રકરણ વધુ એક વખત ઉજાગર થવા પામ્યું છે.

Related posts

કોરોના બેકાબુ, પત્રકાર સહિત 18 કેસ નોંધાયા

Nawanagar Time

આધુનિક સ્ટીક ગન અને છ પિસ્ટલ સાથે બે શખસોને દબોચી લેતી એલસીબી

Nawanagar Time

કાનાલુસથી રાજકોટ વચ્ચે ત્રણ વર્ષમાં ડબલ ટ્રેક શરૂ થશે

Nawanagar Time

Leave a Comment