Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર વાસી ઓ માટે ખુશી ની ખબર, કાલે રણજીતસાગર-નર્મદાનું મિલન..

kale-ranjitasagar-narmada-milan

સૌની યોજના અંતર્ગત રણજીતસાગરથી 10.5 કિલો મીટર દૂર નદીમાં નર્મદાના નીર ઠાલવી સાગર ભરાશે

જામનગર:-ચાલુ વર્ષે અખુટતા વરસાદને  જામનગર શહેર જિલ્લામાં જળ કટોકટી ઘેરી બને તેવી પરિસ્થિતી વચ્ચે રાજય સરકાર દ્વારા સૌની યોજનાનું લીંક કનેકશન ન હોવા છતાં જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમમાં નર્મદાના નીર ઠાલવવા નિર્ણય કર્યો છે અને આવતી કાલે નર્મદાના નીર રણજીત સાગર ડેમમાં ઠાલવવાનું શરૂ થશે.

જાણવા મળતી વિગતો મુજબ ચાલુ વર્ષે  વરસાદને કારણે જામનગર શહેરને પીવાનું પાણી પુરૂં પાડતાં જળાશયોમાં તળીયા દેખાઇ ગયા છે. તો બીજી તરફ જામનગરમાં મહત્વનો સ્ત્રોત ગણાંતા આજી-3 જળાશયને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવામાં આવેલ છે. તો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જામનગરની પીવાના પાણીની સ્થિતી જોતાં રણજીતસાગરમાં નર્મદાના નીર ઠાલવવા અભુતપુર્વ નિર્ણય કર્યો હતો.

દરમ્યાન આગામી તા.  માર્ચના રોજ વડાપ્રધાન જામનગર આવી રહ્યા છે તે પુર્વે જ રણજીતસાગર ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવાં તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. સિંચાઇ વિભાગના અધિકારી ભરત ખખ્ખરના જણાવ્યા મુજબ રણજીતસાગર ડેમથી 10.5 કી.મી. દુર સૌની યોજનાના પાણી નદીમાં ઠાલવવામાં આવશે જયાથી ગ્રેવીટીથી નર્મદાના નીર રણજીતસાગર ડેમ સુધી

આમ, દુષ્કાળ જેવી પરિસ્થિતી હોવા છતાં વગર ચોમાસે રણજીતસાગર ડેમ છલોછલ ભરવા માટે તંત્રએ ખાસ પગલાં ભરતાં લોકોને પાણીની મુશ્કેલી નહીં પડે જો કે, આગામી લોકસભા ચૂંટણી આવતી હોય લોકોને જરા પણ તકલીફ ન પડે તે માટે તંત્ર એક પછી એક પગલાં ભરી રહી હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ છે.

Related posts

ખેડૂતોને તાત્કાલ વીજ જોડાણના નામે ‘સ્કિમ’, 19 હજારથી વધુ અરજી પેન્ડિગ

Nawanagar Time

વોર્ડ નં.11માં 166.50 લાખના રસ્તાના કામોનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમૂહુર્ત

Nawanagar Time

મોદીએ ખાતમૂહુર્ત કરેલ જોડિયાના પાણી પ્રોજેકટનું બાળમરણ: વશરામભાઈ

Nawanagar Time

Leave a Comment