Nawanagar Time
ગુજરાત

કલ્યાણપુર-ભાટીયા વિસ્તાર રોગોના ભરડામાં, આરોગ્ય તંત્ર ઉંઘમા

kalyanpur-bhatia-area-is-spreading-in-diseases-health-system-sleepiness

ગોકલપર ગામ ચીકનગુનીયાથી 90 ટકા ઈન્ફેકટેડ,સમગ્ર તાલુકામા ભયાવહ રોગચાળો

ભાટિયા:-કલ્યાણપુર તાલુકામા હાલના સમયમા અનેક શિયાળા જન્ય રોગો અને તાવે માથુ ઉંચકયુ છે.કલયાણપુર વિસ્તારમા ખાસ કરીને શિયાળમા આવતા શરદી જન્ય તાવો, વાઈરલ ઈન્ફેકશનો, મલેરીયા અને ચીકનગુનીયા,ડેન્ગયુજેવા તાવોનુ પ્રમાણ ખુબ મોટા પાયે વધી ગયુ છે.ચિકનગુનીયા તાવ શરૂઆતી સમયગાળામા જુવાનપુર, મેવાસા, રાણ વગેરે વિસ્તારોમા અસરો કરી ચુકયો છે ઝયારે હાલના સમયમા આ તાવે સમગ્ર ગોકલપર ગામને હડફેટે લીધુ છે.ગોકલપરના લગભગ 90 ટકા વ્યકિતઓને ચિકનગુનીયાનો ચેપ લાગી ચુકયો છે અને આ તાવ ફેલાઈ ચુકયો છે.જો કે આવા રોગચાળાના વાતાવરણામા પણ નિંભર આરોગ્યતંત્ર ભર ઉંધમા પોઢી રહયુ હોય તેમ લાગી રહગુ છે.ગોકલપર ગ્રામપંચાયત દ્રારા તાવ વકરતા આરોગ્ય વિભાગનો સંપર્ક કરવામા આવ્યો હતો પરંતુ કલ્યાણપુરના તાલુકા હેલ્થ ઓફીસરે ઉડાઉ અને બે જવાબદાર જવાબો આપી ગામમા તપાસનો ઢોગં કરાવી કહયુ કે આ તો ચેપી અને સામાન્ય તાવ છે.પરંતુ સરપંચ તથા ગ્રામજનોનુ માનીયે તો સમગ્ર ગામે ખંભાળીયાન અને ભાટીયામા ચીકનગુનીયાની ટ્રીટમેન્ટ કરાવવી પડી તેઓના કહેવા પ્રમાણે ખુબ મોટા પાયે સાધાંનો દુખાવો ઉપડવો તથા દરેક ચીકનગુન્યાને લગતા લક્ષાણો વર્તાયા હતા.

સાચી જાણકારી પણ ઉપર સુધી પહોચાડતા નથી…

સરકારી હોસ્પીટલો કે કલ્યાણપુરના એકય પીએચસી,સીએચસી પોતે તો આરોગ્ય સેવાઓ પુરી જ પાડતા નથી છતાય કમસે કમ ગંભીર ઈન્સફેકશનો કે ચીકનગુનીયા જેવા બેફામ વાઈરસ વીશે સાચી જાણકારી પણ ઉપર સુધી પહોચાડતા નથી.વળી કલ્યાણપુર તાલુકાના હેલ્થઓફીસર દ્રારા એકેય સુગમકારી પગલાઓ લેવાતા જ નથી.અને ભોગવવુ પડે છે તમામ તાલુકાની જનતાએ તેમણે ફરજીયાત મોઘીં ડાટ પ્રાલવેટ ડોકટરોની સેવાઓ નો લાભ લેવો પડે છે.એટલુ જ નહી ભયંકર દુષ્કાળની કાળમી થપાટમાથી પસાર થઈ રહેલ તાલુકાના નાગરીક ને દવાખાનાનુ વીષેષ બજેટ ભય પમાડે તેવુ હોય છે.આરોગ્ય વિષયક સુગમકારી પગલાઓ તંત્ર તુરંત લે તેવી માગં છે અને સાચા આકડાઓ જાહેર કરી હોસ્પીટાલીટીની ઉતમ સુવિધાઓ પુરી પાડે તેવી અપેક્ષાા છે.

ભાટીયા વિસ્તારમા ડેન્ગયુના કેસ બન્યા હોવા છતા સાવચેતીના પગલાઓ કે એવી કોઈ ઈન્ટ્રકશન આરોગ્ય વિભાગ દ્રારા આપવામા આવી નથી.આ શિવાય વારઈરલ તાવોના થોક બંધ કેસોથી અનેક ખંભાળીયા અને ભાટીયા વિસ્તારની હોસ્પીટલોના ખાટલાઓ ભરાઈ રહયા છે.ચીકનગુનીયા તાવના રોપોર્ટ માટે પ્રાઈવેટ હોસ્પીટલો કાર્ડ સિસ્ટમ ઉપયોગ કરતી હોવાથી તુરંત રોગ વિશે જાણકારી મળે જયારે બીજી તરફ સરકારી બાબુઓ હજુય ચિલાચાલુ માઈક્રોસ્કોપથી વિષાણુઓ ચેક કરતા હોવાથી પાચં દિવસે રીપોર્ટ મળે છે ત્યા સુધિમા તો તાવ ખુબ જ નુકશાન કરી ચુકયો હોય અથવાતો પ્રાઈવેટ ટ્રીટમેન્ટ થી મટી ચુકયો હોય.એટલલુ જ નહી ગંભીર વસ્તુ તો એ છે કે સમગ્ર તાલુકો ગંભીર તાવોના ભરડામા હોવા છતા તેના રીપોર્ટ માટે કલ્યાણપુર સમગ્ર તાલુકામા એકેય ડેન્ગયુ,મલેરીયા અને ચીકનગુનીયાના સ્પેશીયાલીસ્ટ ગણાતા પેથોલોજીસ્ટ ડોકટર ઓન પેપર નથી આ ખોટ તાલુકાને ભારે પડે છે. બીજી ઉડીને આખેં વળગે તેવી એક હકીગત એ પણ છે કે સરકાર દ્રારા ઓછા આકડા નોધંવાની હરીફાઈ મા આરોગ્ય જનક સાધનો અને સેવાઓ મેળવવામા અન્યાય થઈ રહયો છે.અને જો કોઈ પ્રાઈવેટ હોસ્પીટલ સાચી થવા જાય તો તેનુ આવી જ બને તાલુકા અને જીલ્લા આરોગ્યની ટીમો તેના પર ટુટીં જ પડે અને પછી હોસ્પીટલો ચલાવવામા અનેક તકલીફો ઉભી થાય છે આ જ કારણ સર કોઈ જ પ્રાઈવેટ ડોકટરો પોતાનુ મો ખોલવા તૈયાર નથી અને રોગચાળાઓના મુળભુત આકં કરતા લગભગ દશ ગણો નીચો રેશીયો જાણી જોઈ નોધંવામા આવે છે.

Related posts

આચાર સંહિતા લાગુ થાય તે પહેલા તમામ બાકી કામો યુઘ્ધના ધોરણે પુરા કરવા અધિકારીઓને પૂનમબેનની તાકિદ

Nawanagar Time

તા.9થી 11 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાના એંધાણ

Nawanagar Time

રેશમા પટેલનું ભાજપમાંથી રાજીનામુ, હવે આગામી રણનીતિ ત્યાર કરશે..

Nawanagar Time

Leave a Comment