Nawanagar Time
ગુજરાત જામનગર

પવનચકકીના ધંધાર્થીઓ સામે કલ્યાણપુર ગ્રામ પંચાયત આકરા પાણીએ

kalyanpur-gram-panchayat-akhra-water-in-front-of-windmill-businessmen

8 દિવસમાં બાકીવેરો ભરી જવા કલ્યાણપુર ગ્રામ પંચાયતની તાકીદ

જામનગર:-કલ્યાણપુર ગ્રામ પંચાયતની હદમાં  પવન ચક્કીઓના વેરા ભરવામાં ગલ્લા-તલ્લા કરતી ખાનગી કંપની સામે કડક પગલાં ભરવાનો નિર્ધાર તંત્ર દ્વારા થયો છે જેના પરિણામે કંપનીને આઠ દિવસમાં ગ્રામ પંચાયતની કચેરીએ હાજર થવા નોટીસ ફટકારવામાં આવી છે.

વિગતો અનુસાર કલ્યાણપુર ગ્રામ પંચાયતના સર્વે નંબર 211, 213, 204, 172 અને 160માં પવન ચક્કીઓ ઉભી કરવામાં આવી  આ પવન ચક્કીનો વેરો લાંબા સમયથી બાકી છે. આ પવન ચક્કીનું સંચાલન વિનવર્લ્ડ ઇન્ડીયા લી.કંપની દ્વારા થઇ રહ્યું છે. કલ્યાણપુર ગ્રામ પંચાયત દ્વારા કંપનીને આઠ દિવસમાં વેરો ભરી દેવા નોટીસ ફટકારવામાં આવી છે. આઠ દિવસમાં વેરો નહિં ભરવામાં આવે તો કલ્યાણપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી પવનચક્કીઓ બંધ કરવામાં આવશે  તાકિદ કરવામાં આવી છે.  નોંધનિય છે કે કલ્યાણપુર ગ્રામ પંચાયતની હદ્દમાં આવેલી પવન ચક્કીઓના વેરા અંગે કંપનીને અવારનવાર ટકોર કરવામાં આવી હતી. પરંતુ યોગ્ય સમયે વેરો ભરવામાં ન આવતાં હવે ગ્રામ પંચાયતને નોટીસ ફટકારવાની જરૂર પડી છે. જેથી કંપનીને નોટીસ ફટકારી આઠ દિવસમાં પગલાં લેવાની તાકિદ કરાતાં ચકચાર મચી  પામી છે.

Related posts

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ચોવીસ કલાકમાં મેઘરાજાની એન્ટ્રી

Nawanagar Time

મુસાફરોનો ધસારો વધતાં ખાનગી ટ્રાવેલ્સના ભાડાં વધ્યાં

Nawanagar Time

માઁ તુજે સલામ કાર્યક્રમમાં દેશ ભકિતનો રંગ જમાવતાં વંચીત બાળકો

Nawanagar Time

Leave a Comment