Nawanagar Time
ગુજરાત

જામજોધપુરના રબારીકામાં ખેતમજુરનો આપઘાત

kamjatjurs-suicide-in-ramabarika-of-jamjodhpur

દુષ્કાળના વર્ષમાં છેલ્લા બે માસથી કામ ન મળતાં અંતે શ્રમિકે મોત વ્હાલુ કર્યું: હતભાગી યુવાનની સગાઈ થઈ હતી અને નજીકના સમયમાં જ લગ્ન થવાના હતાં

જામજોધપુર:-હવે માત્ર ખેડૂત જ નહિ ખેત મજૂરો પણ આર્થિક સંકડામણથી આત્મહત્યાના માર્ગ અપનાવતા થયાં છે , જામજોધપુર તાલુકાના રબારીકા ગામે એક ખેત મજુરે આત્મહત્યાનું પગલું  ભર્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે

જામનગર જીલ્લામાં આ વર્ષે અપૂરતા વરસાદના કારણે ખેત ઉત્પાદનમાં નુકશાની જવાના કારણે ખેડૂતથી માંડી ખેત મજુર પણ આર્થિક મૂંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને ખેડૂતોમાં મુખ્ય આધાર ખેતી હોય પાક નિષ્ફળ જવાથી ચિંતા ફરી વળી છે, તેવામાં જામજોધપુરના એક ખેત મજુરે આત્મહત્યાનું પગલું ભર્યુ હોવાનો બનાવ સામે આવતા જામનગર જિલ્લામાં  હાહાકાર મચી ગયો છે,

જામજોધપુર તાલુકાનાં રબારીકા ગામે રહેતા રમેશ દેવશીભાઈ મકવાણા નામના ખેત મજુરે  આર્થિક ભીંસમાં આવી જતાં આત્યાન્તિક પગલું ભરી લીધું હતું.

છેલ્લા બે માસથી માઠા વર્ષમાં કામની શોધમાં અહીં-તહીં ભટકતા રમેશભાઈને કામ મળતું ન હોય, સતત ચિંતામાં રહેતાં હતાં. વધુમાં મૃતક રમેશભાઈ પરિવારમાં પાંચ ભાઈઓમાં સૌથી મોટા વડીલબંધુ હોય અને પરિવારના ભરણ પોષણની જવાબદારીની ચિંતા તેમને સતાવવા લાગી હતી, આથી અંતે રમેશભાઈ મકવાણાએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવવાનો નિર્ણય કરી આપઘાત કરી લેતા રબારીકા સહિત જામજોધપુર પંથકમાં શોકનું વાતાવરણ છવાયું છે.

વધુમાં જાણવા મળ્યાં મુજબ મૃતક રમેશભાઈ  તેમજ તેના બે ભાઈઓ અને માતા-પિતા પણ મજૂરીકામ કરી પેટિયું રળતાં હતાં અને રમેશભાઈની સગાઈ પણ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં જ તેઓના લગ્ન પણ લેવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવે છે.

બીજી તરફ આપઘાતની આ ઘટના બાદ રમેશભાઈ ખેડૂત હોવાની વાત વહેતી થઈ હતી, પરંતુ હકીકતમાં તેઓના નામે કોઈ જમીન નહીં હોવાનું અને ભૂ-દાનની જમીન ખેડવા ઉપરાંત રબારીકા તેમજ આજુબાજુના ગામમાં રમેશભાઈ અને તેમનો પરિવાર ખેતમજૂરી કરી જીવન નિર્વાહ કહતાં હોવાનું તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આમ રબારીકા ગામના આ ખેત મજુરના  આપઘાત પાછળ છેલ્લા બે-ત્રણ માસથી મજૂરીકામ ન મળતા  આત્મઘાતી પગલું ભયુ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ગંભીર ઘટનામાં જિલ્લા પોલીસ વડા પણ સતત તપાસ ઉપર નજર રાખી રહ્યાં છે અને પ્રેસ કોન્ફરન્સ યોજી આ ખેત મજૂરના આપઘાતની ઘટના અંગે વિગતો જાહેર કરનાર હોવાનું જાણવા મળે છે.

Related posts

જામનગર શહેરમાં શાકભાજી ખરીદતા પોલીસ જવાન ઉપર રીક્ષા ચાલકનો હુમલો

Nawanagar Time

ખંભાળિયા હાઇવે માર્ગ પર દ્વારકાધીશના શરણમાં જતાં ભકતોના ઘોડાપુર

Nawanagar Time

‘સબળા’! જામજોધપુરમાં 9 જુગારણ ઝડપાઇ

Nawanagar Time

Leave a Comment