Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

કંગના 10 દિવસ સુધી હવે મૌન રહેશે, જાણો શું છે તેનું કારણ…

kangna-will-remain-silent-for-10-days-know-what-is-the-cause

કંગના રાનોટનું નામ આવતા જ ઘણા વિવાદ સામે આવે છે કારણકે તે પોતાની વાત મન ખોલીને અને કોઈપણ દબાણ વગર કહે છે. કંગના કોઈના વિશે બોલવામાં જરા પણ અચકાતી નથી, કારણકે 10 દિવસ સુધી કંગના ચુપ રહેશે.

કંગના રાનોટનો માર્ચ 23મીએ બર્થ-ડે છે. આ એના જીવનનો 32મો જન્મદિવસ છે. આ અવસર પર કંગનાએ પોતાને માટે ભેટ તરીકે પોતાની જાતને ચૂપચાપ રહેવાનુ નક્કી કર્યું છે. તે જલદી કોઈમ્બતુર જશે અને ત્યા તે યોગા અને ધ્યાનમાં લીન થશે. તે સમય દરમિયાન તે ચુપ રહેશે અને લાંબા સમય સુધી મેડિટેશન કરશે. પરંતુ આ બધુ જન્મદિવસ પહેલા થશે કારણકે બર્થ-ડેના દિવસે તે પોતાના પરિવાર સાથે મનાલીમાં રહેશે. કંગના જ્યારે 16-17 વર્ષની હતી ત્યારથી યોગા કરે છે. પરંતુ હવે એડવાન્સ યોગ શીખવા માટેનો ક્રેઝ તેમને પૂર્ણ કરશે. તે માને છે કે દસ દિવસનું મૌન તેમની માટે એક મહાન સિદ્ધિ હશે, અને પડકાર પણ છે. આ સમય દરમિયાન કંગનાનો ફોન તેમનાથી દૂર રહેશે. તેમને આશરે 10 થી 15 કલાક સુધી ધ્યાનમાં રહેવું પડશે. જો કે તેમના એડવાન્સ યોગ કોર્સને છ મહિનાની સખત મહેનતની યોગ્ય રીતે અમલીકરણ કરવાની જરૂર છે.

બર્થ-ડે બાદ કંગના સૌથી પહેલા પંગા લેશે. આ અશ્વિની અય્યર તિવારીની આગામી ફિલ્મનું નામ છે. ફિલ્મમાં તે કબડ્ડી ખેલાડી છે અને મનાલીમાં એની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. મે મહિનામાં પૂરી થનારી આ ફિલ્મમાં જસ્સી ગિલ અને નીના ગુપ્તા પણ છે. એની ‘મેન્ટલ હૈ ક્યા’ પણ આવવાની છે અને બાદ કંગના પોતાની બોયોપિક પણ ડાયરેક્ટ કરવા ઈચ્છે છે.

Related posts

તૈમૂરે  કરાવી નવી હેર સ્ટાઇલ 

Nawanagar Time

સૌથી પાવરફૂલ મહિલાઓ સામેલ થઇ અનુષ્કા

Nawanagar Time

કિંજલ દવેના જે ગીતે તેને સેલિબ્રિટી બનાવી તેજ ગીત પર મુકાયો પ્રતિબંધ, જાણો શું છે તેનું કારણ

Nawanagar Time

Leave a Comment