Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

કપિલ શર્માએ માંગી PM મોદીની માફી

kapil-sharma-seeks-pms-apology

દર વીકેન્ડમાં કપિલ શર્મા પોતાના શોના માધ્યમથી દર્શકો માટે કોમેડીનો ડોઝ લઈને આવે છે. કપિલના કમબેક સાથે તેનો સારો સમય શરૂ થઈ ગયો છે. જો કે કપિલનો વિવાદો સાથે સંબંધ ઘણો જૂનો છે. ઘણીવાર તેના સ્ટેટમેન્ટ્સ એવા હોય છે કે તેણે માફી માંગવી પડે છે.

રવિવારે  દર્શાવાયેલા એપિસોડમાં કપિલ શર્માએ વડાપ્રધાન મોદીની માફી માંગી હતી. આ એપિસોડમાં સોનમ કપૂર, જૂહી ચાવલા, અનિલ કપૂર અને રાજકુમાર રાવ હાજર રહ્યા હતા. કપિલે રાજકુમાર રાવને પૂછ્યું કે તેમની વડાપ્રધાન મોદી સાથે મુલાકાત થઈ ત્યારે મારા વિષે કોઈ વાત થઈ?

રાજકુમારે કહ્યું- હું વડાપ્રધાનને મળ્યો ત્યારે તે તારાથી નારાજ હતા. સાંભળ્યું છે કે તેં કોઈ ટ્વીટ કરેલુ. રાજકુમાર રાવનો જવાબ સાંભળતા જ કપિલે ટીવી પર વડાપ્રધાનની માફી માંગી. સિદ્ધુએ કપિલની ટાંગ ખેંચતા એવુ પણ કહ્યું કે રાત્રે 12 વાગ્યે ટ્વીટ કરીએ તો આવું જ થાય.

કપિલે 2016માં ટ્વીટ કરેલું કે તે દર વર્ષે સરકારને 15 કરોડ ટેક્સ આપે છે તો પણ મુંબઈમાં પોતાની ઑફિસ માટે તેણે BMCને પાંચ લાખની લાંચ આપવી પડશે. આ છે તમારા અચ્છે દિન?

આ અગાઉ મોદી એક સિનેમા લાઈબ્રેરીનું ઉદઘાટન કરવા મુંબઈ આવ્યા ત્યારે કપિલની તેમની સાથે મુલાકાત થઈ હતી અને બંનેએ સાથે ફોટો પણ પડાવ્યા હતા.

Related posts

દિશાનું ડેરીંગ: ‘મલંગ’ માટે જાતે સ્ટન્ટ્સ કર્યા

Nawanagar Time

નેહા-આદિત્યના લગ્ન નક્કી?

Nawanagar Time

માળવાના ધણીનો પહેરવેશ હું ન લજવી શકું!

Nawanagar Time

Leave a Comment