Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

કરણ જોહરે રાજકુમાર રાવ સાથે કરી 24 કરોડમાં ત્રણ ફિલ્મોની ડીલ

karan-johar-deals-with-rajkumar-rao-for-24-crores-in-three-films-deal

કરણ જોહર હાલમાં ઘણી ફિલ્મોને પ્રોડ્યૂસ કરી રહ્યો છે. સુત્રો દ્નારા જાણવા મળ્યું છે કે હવે તેણે ભવ્ય સિનેમા છોડીને હાર્ટલેન્ડ ફિલ્મો બનાવવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મો માટે તેણે રાજકુમારનો સંપર્ક કર્યો છે.

બોલીવુડમાં હાલમાં હિન્દી હાર્ટલેન્ડની વાર્તાઓનું ચલણ છે. આ જ કારણ છે કે અવારનવાર એનઆરઆઈ બેકડ્રોપ અને ડોલર સિનેમા એટલે કે ઓવરસીઝ માર્કેટને ધ્યાનમાં લઈને ફિલ્મો બનાવનારા કરણ જોહર પણ એ પ્રકારની વાર્તાઓ તરફ વળ્યાં છે. કરણ આવનારા દિવસોમાં ગુંજન સક્સેના અને અરૂણિમા સિન્હાની બાયોપિક સિવાય નાના શહેરોના બેકડ્રોપ પર આધારિત ત્રણ ફિલ્મો બનાવવાના છે. આ બાબતે તેણે રાજકુમાર રાવ સાથે 24 કરોડમાં ત્રણ ફિલ્મોની ડીલ કરી છે. માર્કેટમાં ખાસ સામાન્ય રીતે રાજકુમારને પ્રતિ ફિલ્મ ચારથી છ કરોડ મળે છે. પરંતુ તેની ફીઝને રિવાઇઝ કરતાં કરણ જોહર ત્રણ ફિલ્મોનો કરાર 24 કરોડ રૂપિયામાં કરવા જઈ રહ્યો છે.

રાજકુમારને સિલેક્ટ કરવાનું કારણ

આ પ્રકારના જોનરની ફિલ્મમાં રાજકુમાર રાવ સિવાય કાર્તિક આર્યન, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, બૃજેન્દ્ર કાલા, શીબા ચડ્ડા અને સીમા પાહવાનીની ડિમાન્ડ વધારે છે. ટ્રેડ જાણકારોએ જણાવ્યું કે એકતા કપૂર પોતાના બેનર માટે અમર કૌશિક સાથે ત્રણથી ચાર ફિલ્મોનો કરાર કરવા માગે છે. આ બાબતે બંને વચ્ચે વાતચીત ચાલી રહી છે. અમર કૌશિક પોતે હાલમાં દિનેશ વિજનના બેનરની ફિલ્મોમાં વ્યસ્ત છે. તેથી કરણ જોહરે યંગ ટેલેન્ટ રાજકુમાર રાવને એકસાથે ત્રણ ફિલ્મો માટે સિલેક્ટ કરી લીધો છે.

Related posts

ટીવી પર ટુંક સમયમાં ફરી સંભળાશે દેવીયો ઔર સજ્જનો…

Nawanagar Time

કોઈ કલાકારે આવો રોલ અગાઉ ક્યારેય નથી કર્યોઃ આયુષ્માન ખુરાના

Nawanagar Time

પૂર્વ મિસ વર્લ્ડ બની ‘સૌથી સેક્સી વેજીટેરિયન પર્સનાલિટી’

Nawanagar Time

Leave a Comment