Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે કાસમ ખફી પ્રબળ દાવેદાર

kasam-khafi-dominant-claimant-for-jamnagar-rural-assembly-seat

મોદી વૅવમાં પણ ભાજપના રાઘવજીભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાને હરાવવા ચાવીરૂપ ભૂમિકા ભજવનાર કોંગ્રેસના નગરસેવક કાસમ ખફી પ્રજામાં લોકપ્રિય.

પ્રદેશ નેતાગીરીમાં કોંગ્રેસના નિષ્ઠાવાન નગર સેવક કાસમ ખફીનું વજન વધ્યું

જામનગર:-કોંગીના ધારાસભ્યએ રાજીનામુ આપી દેતાં ખાલી પડેલી 77-જામનગર ગ્રામ્યની બેઠક આ વખતે કોંગ્રેસને જીતવી જરૂરી નહીં અનિવાર્ય છે અને કોંગી માટે સંકટ જેવા આ સમયમાં આ ચેલેન્જને ઉપાડી શકે તથા પક્ષની આબરૂ બચાવી શકે એવું સ્થાનિક  સૌથી લોકપ્રિય નામ કોંગ્રેસ માટે હિતાવહ રહેશે, આવા સંજોગોમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગીને જીતાડવામાં અત્યંત ચાવીરૂપ ભૂમિકા ભજવનારા અને એક રીત કહીએ તો કોંગીને જીતાડવામાં સિંહફાળો આપનારા વોર્ડ નં.1ના નગરસેવક તથા તાલુકા વિસ્તારથી અત્યંત પરીચીત એવા કાસમભાઇ ખફી સૌથી સબળ અને સક્ષમ નામ છે, આ એવી વ્યકિત છે જેને  ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખુબ નજીકથી ઓળખે છે, ખુબ નજીકથી ઘરોબો ધરાવે છે અને એટલે જ આ નામ એવું છે જે કોંગીના મતદારો સાથે પક્ષ પલ્ટા બાદ થયેલા ઝખમ પર વફાદારીનું મલમ લગાડી શકે છે, ખુદ ગ્રામ્ય પ્રજા પણ એમને પોતાના પ્રતિનિધિ તરીકે ઇચ્છી રહી છે, સૌથી મહત્વની વાત એ  કે, ભાજપમાંથી જેનું નામ સામે આવી રહ્યું છે એવા રાઘવજી પટેલ કરતા પણ 77-જામનગરની ગ્રામ્ય પ્રજાની નજીક અને ત્યાંની વધુ જાણકારી કાસમ ખફી ધરાવે છે.

77-જામનગર ગ્રામ્યની બેઠક કોંગ્રેસ માટે જીતવી એટલા માટે અનિવાર્ય છે કારણ કે આ બેઠક પર પક્ષ પલ્ટો થયો છે, કોંગીની પીઠમાં ખંજર લાગ્યું છે,  સંજોગોમાં રાજકીય દ્રષ્ટિકોણ અને કોંગીના ભવિષ્ય માટે જીત જરૂરી છે, અનેક નામોની ચર્ચા વચ્ચે 77-જામનગરની બેઠક પર ભૂતકાળમાં કોણે શું કામગીરી કરી ? કોણ એવું છે કે જેની પાછળ દરેકે દરેક સમાજનું સમર્થન છે, કોણ એવું છે જેણે કરપ્શન કર્યા વગર ઇમાનદારીથી ગ્રામ્ય પ્રજા અને પોતાના મત વિસ્તારના લોકોના  કર્યા છે, કોણ એવું છે જેણે પક્ષ પર સંકટ આવ્યું ત્યારે પોતાની સઘડી તાકાત વાપરીને રાજકીય સંકટમાંથી પક્ષને ઉગારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, કોણ એવું છે જેણે શિક્ષણથી લઇને દરેક ક્ષેત્રમાં ઐતિહાસિક પરિણામ મેળવ્યા છે અને કોણ એવું છે કે 77-જામનગર બેઠકના મતદારો સાથે ઘરોબો છે, ખુદ ગ્રામ્ય પ્રજા  પર વિશ્ર્વાસ ધરાવે છે, કોણ એવું છે જે આયોજનબઘ્ધ, એક પ્રકારના જનુન અને ધગશ સાથે વિરોધી ઉમેદવારને પરાજીત કરવા સંકલ્પબઘ્ધ હોય આ તમામ સવાલોના જવાબમાં હાલની તકે સૌથી બંધ બેસતું નામ એક જ છે અને તે છે ધરતીના માણસ કાસમભાઇ ખફી.

કાસમભાઇ ખફી 2000 થી 2005 સુધી તાલુકા પંચાયતના  રહી ચૂકયા છે, ત્રણ વર્ષ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અઘ્યક્ષ રહ્યા છે, 3 વર્ષ સુધી જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે સેવા આપી છે અને સૌથી મહત્વની વાત 2004 થી 2014 સુધી એટલે કે એક દાયકા જેવા લાંબા કાર્યકાળ દરમ્યાન એમણે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કામગીરી કરી છે,  નોંધનીય છે કે, તાલુકા કોંગ્રેસ સમિતિનો મુખ્ય વિસ્તાર 77-જામનગર ગ્રામ્યની બેઠક છે, એટલે સીધી વાત છે કે, આ બેઠક પર વર્ષોથી ગામેગામ અને ગલી-ગલીના લોકોથી તેઓ પરીચીત છે અને એમના માટે કાસમ ખફી ખુબ જાણીતું નામ છે, આ કાર્યકાળ દરમ્યાન એમણે ખેડૂતોના પ્રશ્ર્ને અનેક આંદોલન કરી કોંગીને મજબુત બનાવી

કાસમ ખફી રેલ્વેની સલાહાકાર સમિતિમાં પણ છે, આમરા-2ની જિલ્લા પંચાયતની બેઠકના પૂર્વ સભ્ય છે, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકેની એમની કામગીરી આજે પણ લોકોને યાદ છે, એક નેતા તરીકે એમણે જિલ્લા પંચાયતમાં પ્રજાના અનેક પ્રશ્ર્નો ઉઠાવીને પરિણામ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી હતી અને પંચાયતના સભ્ય તરીકેના એમના વિસ્તારમાં  તથા કુમારો માટે સ્કુલો બનાવી હતી.

મસીતીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ સસોઇ જૂથ યોજનાના 32 ગામોની પાણી લડત સમિતિના પ્રમુખ કે જેનાથી એમણે 70 હજાર લોકો માટે પાણીની સમસ્યાનો ઉકેલ મેળવ્યો હતો, આ સિવાય કેટલાય સામાજીક અને સેવાકીય સંગઠનોમાં એમની કામગીરી નોંધપાત્ર રહી છે.

પાછલી મહાપાલિકાની ચૂંટણીમાં કોંગીએ વોર્ડ  એમને ઉમેદવાર બનાવ્યા હતાં, આ વિસ્તાર 77-જામનગર ગ્રામ્ય અને 78-જામનગરની બેઠકના મિશ્રણવાળો વિસ્તાર છે ત્યાં તેઓ મુખ્ય ચહેરા તરીકે ઉપસ્યા હતાં, આટલું જ નહીં પોતાની પેનલના ઉમેદવારોને 10 હજારની લીડથી વિજય અપાવવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો, આ બાબત દર્શાવે છે કે, 77-જામનગર ગ્રામ્ય વિસ્તારમાં એમની કેટલી મજબુત પકડ

શિક્ષણ ક્ષેત્રે કામસભાઇ ખફીના નામે ઐતિહાસિક સફળતા નોંધાયેલી છે કારણ કે 1931 બાદ જામનગરમાં કોઇ ગર્લ્સ હાઇસ્કુલને મંજુરી મળી ન હતી અને એમણે અથાગ તથા અવિરત પ્રયત્ની કરીને વોર્ડ નં.1માં 2017માં 86 વર્ષ બાદ ગર્લ્સ માઘ્યમિક હાઇસ્કુલ મંજુર કરાવીને દીકરીઓના શૈક્ષણિક ભવિષ્યનો વાસ્તવિક સ્વરૂપમાં ઉઘ્ધાર કર્યો છે, આ કામગીરીને  સુધી ગરીબ અને પછાત વર્ગની દીકરીઓ ભુલી શકશે નહીં, આટલું જ નહીં કેવડાપાટ-1 ક્ધયાશાળાની બિલ્ડીંગની મંજુરી, જયાં પતરા હેઠળ બે રૂમ બનાવીને સ્કુલ ચાલતી હતી એવા ઢીચડામાં નવી બિલ્ડીંગનું કામ, માધાપર ભુંગામાં ક્ધયા કુમાર શાળા, ઢીચડા વાડી શાળામાં ધો.5 થી આગળ ધો.8 સુધીની મંજુરી આ ઉપરાંત નંદઘર અને પછાત  બાળકો માટે નવી શાળાઓ મંજુર કરાવવા જેવા અનેક કાર્યો એમની સાથે જોડાયેલા છે અને વાસ્તવિક સ્વરૂપમાં 77-જામનગર ગ્રામ્ય વિસ્તારમાં તેઓ એક શિક્ષણના પ્રખર હિમાયતી તરીકે સિઘ્ધ થયા છે.

નગરસેવક તરીકે પ્રજાના દરેક પ્રશ્ર્નોમાં એમની ભુમિકા સુપેરે રહી છે, પાણી, ભૂર્ગભ ગટરના વર્ષો જૂના પ્રશ્ર્નો એમણે ઉકેલ્યા છે, જયારે મુખ્યમંત્રી  રૂપાણી જામનગર આવવાના હતાં ત્યારે પોતાના વિસ્તારના ઉઘ્ધાર માટે 5 હજાર બહેનોને લઇને ઘેરાવના કાર્યક્રમની જાહેરાત કરાઇ ત્યારે તાત્કાલીક અસરથી સાનમાં સમજી ગયેલા સતાધીશોએ એમના વોર્ડના વિકાસ કાર્યો માટે 10 કરોડ મંજુર કરી આપ્યા હતાં.

હજુ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવ્યા હતાં ત્યારે ભૂગર્ભ ગટર માટે બાકી  27 કરોડની રકમની માંગણી સાથે વડાપ્રધાનને મળવાની અને રજૂઆત કરવાની ઇચ્છા દર્શાવી હતી, જેના થકી મહાપાલિકા આ વિસ્તારની ભૂગર્ભ ગટર યોજનાને વહેલી તકે અમલમાં લાવવાની ખાતરી આપવા મજબુર બની હતી, આ પણ એક પ્રકારની જીત જ હતી.

આ બાબત એમની રાજકીય કુનેહ અને સમજનું પરિણામ છે, તેઓ સારી રીતે  છે કે, કયારે નાક દબાવવાથી મોઢુ ખુલે છે અને કયાં સમયે લોકોના પ્રાણ પ્રશ્ર્નોનું પરિણામ મેળવી શકાય છે. આ સમજ એક ઇમાનદાર અને લોકલક્ષી અભિગમ ધરાવતા રાજકીય નેતામાં જ હોઇ શકે.

એમણે સર્વ ક્ષેત્રીય વિકાસમાં કોઇપણ જાતનું કરપ્શન નહીં ચાલવા દઇને કામગીરી કરાવી છે, જામનગર નજીક સિકકા ગામને રાજય  સાથે જોડતો એપ્રોચ રોડ બનાવ્યો જેનાથી આસપાસના 30 ગામના લોકોને પડતી મુશ્કેલી દુર થઇ, જામનગર માર્કેટ યાર્ડને જોડતો રોડ બનાવવાની કામગીરી કરાવી જેનાથી 50 ગામના જોડતા બિસ્માર માર્ગની હાલત સુધરી, લોકોને લાભ થયો, કનસુમરા, દરેડ, ચેલા વિગેરે ગામની ખેડૂતોની ફળદ્રુપ જમીન સસ્તા ભાવે જીઆઇડીસી-4ના નામે સંપાદન કરવાની સરકારની નિતી  લડત ચલાવી, જામનગર તાલુકા વિસ્તારના ગામડાઓમાં પાણીની વિકટ સમસ્યા સમયે કરોડોના ખર્ચે સસોઇ ડેમમાંથી 32 ગામના લોકોને પાણી પહોંચાડવાની યોજના માટે લડત સમિતિ બનાવીને પ્રશ્ર્ન હલ કરાવ્યો, તાલુકાના ગામોમાં વિજળીના શિરદર્દ બનેલા પ્રશ્ર્નોને આંદોલન અને રેલી સ્વરૂપે લડત ચલાવી અંત આણ્યો.

આ પ્રકારની તમામ રાજકીય કારર્કીદી ઉપરાંત તાજેતરમાં જયારે  ગાબડા પડયા, 77-જામનગરના ધારાસભ્યએ પક્ષ પલ્ટો કર્યો એ સમયે તાલુકા પંચાયતને તુટતી બચાવવા માટે સભ્યોને અજ્ઞાત સ્થળે લઇ જઇને એક સુઝબુઝ ભર્યુ રાજકીય ઓપરેશન પાર પાડયું, આટલું જ નહીં સિકકા નગરપાલિકાના એક પણ કાંગરાને ખરવા દીધો નહીં, આ બધી કામગીરીમાં એમની ભૂમિકા મહત્વની રહી.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગીના  ઉમેદવારોમાં એમનું નામ હાઇકમાન્ડ સુધી પહોંચ્યું હતું, પરંતુ એક ચોકકસ જ્ઞાતિના ભારતીય જનતા પાર્ટીના વોટ તોડવાના ઇરાદા સાથે નિતી બદલીને વલ્લભ ધારવીયાને કોંગીએ ટીકીટ આપી હતી, ત્યારથી જ કોંગી હાઇકમાન્ડની ગુડ બુકમાં રહેલા કાસમ ખફી ઉપર આ વખતે પસંદગીનો કળશ ઢોળાશે એવું નિશ્ર્ચિતપણે દેખાય છે.

 

Related posts

‘અભયમ્’ 181થી અભયવચન મેળવતી હાલારની 16 હજાર મહિલાઓ

Nawanagar Time

તીનબત્તી વિસ્તાર સીલ થતાં અંબર ચોકડીથી બેડી ગેઈટ ડાયવર્ઝન

Nawanagar Time

સેવાના ભેખધારી અનિરૂધ્ધસિંહ જાડેજા (રીબડા) ‘નવાનગર ટાઈમ’ની મુલાકાતે

Nawanagar Time

Leave a Comment