Nawanagar Time
ધાર્મિક

પર્સમાં રાખશો આ પ્રકારની ચીજ-વસ્તુઓ તો બની જશો ગરીબ

keep-in-mind-that-such-things-will-become-poor-then-poor-people-will-become-poor

પર્સ તો દરેક વ્યક્તિ રાખે છે અને સાથે જ એવી ઈચ્છા પણ હોય છે કે એ પર્સ હંમેશા રૂપિયાથી ભરેલું રહે. જો તમે આવી ઈચ્છા રાખતાં હોય તો જરૂરી છે કે તમે એ વાતોનું પણ ધ્યાન રાખો કે જેથી તમારા પર્સમાંથી રૂપિયા ક્યારેય ખાલી ન થાય. જ્યોતિષશાસ્ત્રમાં એવી વાતોની જાણકારી આપવામાં આવી છે કે જેનું ધ્યાન રાખવામાં આવે તો પર્સ હંમેશા રૂપિયાથી ભરેલું રહેશે.

પૈસોએ આજના સમયમાં જીવન નિર્વાહ માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે. જ્યારે ખિસ્સુ પૈસાથી ભરેલું હોય ત્યારે વ્યક્તિ સુખચેનની જિંદગી વિતાવી શકે છે. જ્યારે પૈસા પાસે ન હોય ત્યારે વ્યક્તિ અનેક મુસીબતો વેંઠતો જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પર્સને લઈને કેટલાંક નિયમો દર્શાવાયા છે. જે અપનાવીને વ્યક્તિ જીવનમાં આર્થિક ક્ષેત્રે સુખી બની શકે છે. જો તમે પણ આ વાસ્તુના નિયમો અપનાવશો તો તમારું ખિસ્સુ ક્યારેય ખાલી નહિં રહે.

  • પર્સમાં લોઢાની વસ્તુઓ પણ ન રાખવી જોઈએ. સામાન્ય રીતે લોકો પર્સમાં બ્લેડ, દાંતખોતરણી, ચાકૂ જેવી વસ્તુઓ સાથે રાખતાં હોય છે. લોઢું પર્સમાં ન રાખવું જોઈએ. નિષ્ણાંતો જણાવે છે કે જરૂરી હોય તો પર્સમાં ત્રાંબા કે ચાંદીની વસ્તુઓ રાખવી. તેનાથી લાભ થઈ શકે છે.
  • પર્સનો સંબંધ ધનથી હોય છે કાગળથી નહીં. એટલા માટે જ પર્સમાં રૂપિયા જ રાખવા વધારાના કાગળ કે બેંકની રસીદો ન રાખવી. જુના કાગળમાં રાહુનો પ્રભાવ હોય છે અને તે ધનના પ્રવાહને અટકાવે છે.
  • પર્સ ક્યારેય ફાટેલું ન હોવું જોઈએ. પર્સ ફાટેલું હશે તો તેનાથી ખર્ચ વધશે. જ્યારે પણ પર્સ ફાટે તો તુરંત તેને બદલી દો.
  • ખાવા-પીવાની વસ્તુઓ પર્સમાં ન રાખવી. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ ચોકલેટ, પાન-મસાલા જેવી વસ્તુઓ સાથે રાખતાં હોય છે. પર્સમાં દવાના પડીકા, દવાઓના કાગળ જેવી વસ્તુઓ રાખવાથી પણ ધનનો વ્યય થાય છે. આવી વસ્તુઓથી નકારાત્મક ઉર્જા વધે છે.

Related posts

જગન્નાથજીના મામેરામાં રૂ.50 હજારના વાઘા અને દોઢ કિલો સોનાનો હાર અર્પણ

Nawanagar Time

આ વસ્તુઓ છે એવી કે તે ગમે તેટલી સાચવો તો પણ નહિં ટકે તમારી પાસે

Nawanagar Time

રામજન્મ ભૂમિ મંદિર માટે પવિત્ર જળ-માટી અયોધ્યા મોકલાઈ

Nawanagar Time

Leave a Comment