Nawanagar Time
ગુજરાત

ખંભાળિયા: દ્વારકા જતાં દર્શનાર્થીઓની સેવામાં પોલીસ પરિવાર: ખાસ કેમ્પ શરૂ

khabhaliya-police-family-in-dwarkas-service-to-the-visitors-special-camp-started

ખંભાળિયા:-દ્વારકાધીશના આંગણે હૂતાસણી પર્વે ફૂલડોલ ઉત્સવના દર્શનનું ભકતજનોમાં  મહત્વ છે. દ્વારકા ખાતે ચાલીને જવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ઉમટી પડે છે. દ્વારકા તરફ દર્શનાર્થે જતાં પદયાત્રીઓ માટે ખંભાળિયાના પાદરમાં સૌ પ્રથમ વખત જિલ્લા પોલીસ દ્વારા એક સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની રાહબરી હેઠળ ખંભાળિયા  રિલાયન્સ સર્કલ-ચાર રસ્તા ખાતે આજરોજ શુક્રવારથી એક કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત આ સેવા કેમ્પમાં હાજર રહેલી પોલીસકર્મીઓ તથા સેવાભાવીઓ દ્વારા ચોવીસ કલાક ચા, સરબત, છાસ, પીવાનું પાણી, નાસ્તો વિગેરે પદયાત્રીઓને આપવામાં આવશે. આટલું જ નહિં, સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પદયાત્રીઓની સુરક્ષા માટે હાથના કાંડે બાંધવા માટે  હજાર રેડીયમ પટ્ટી બનાવવામાં આવી છે. જે આ માર્ગ પરથી પસાર થતાં દરેક પદયાત્રીને પહેરાવી આપવામાં આવશે. આ કેમ્પ આગામી તા.20મી સુધી ખુલ્લો રહેશે આ સમગ્ર આયોજન માટે એએસપી પ્રશાંત સુંબે, અહિંના ઇન્ચાર્જ પીઆઇ અરવિંદસિંહ જાડેજા તથા સ્ટાફથી આ વિશિષ્ટ સેવા પ્રવૃતિ પ્રશંશનીય અને આવકારદાયક બની રહેલ છે.

Related posts

હાલારમાં ચિંતાજનક રીતે ઊંડા ઉતરતા પાણીના તળ

Nawanagar Time

જામનગર-રાજકોટ વચ્ચે રગસીયા ગાડા માફક દોડતી ઇન્ટરસીટી બસ

Nawanagar Time

જામનગરના સંગમ બાગમાં પ્રેમલા-પ્રેમલીઓનો ત્રાસ

Nawanagar Time

Leave a Comment