Nawanagar Time
ગુજરાત

એક સાથે ત્રણ સંતાન ની માતા બની ખંભાળિયાની મહિલા..

khambhadiyas-lady-was-born-treladu

ખંભાળિયા:-દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની મહત્વની એવી સરકારી હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારની એક મહિલાને પ્રસૂતિની પીડા બાદ તેણીને અહીંના ગાયનેક તબીબ  નોર્મલ ડિલેવરી કરાવી ત્રણ સંતાનોને જન્મ અપાવ્યો હતો.

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સ્ત્રીરોગ નિષ્ણાંત તરીકે આજથી આશરે આઠેક માસ પૂર્વે ડો. ભરતભાઇ કે. વાનરિયાને મૂકવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાની આ હોસ્પિટલમાં નિયમિત રીતે જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ-સગર્ભાઓ સારવારઅર્થે આવે છે. અહીંની હોસ્પિટલમાં સુતરિયા ગામના સગર્ભા મહિલા ગીતાબેન નિલેશભાઇ ચુડાસમા સારવારઅર્થે  ગર્ભમાં ત્રણ બાળકો ઉછરી રહ્યાં હતાં. સગર્ભા મહિલા ગીતાબેનને આઠ માસની ગર્ભાવસ્થા વચ્ચે બ્લડપ્રેશર જેવી તકલીફ વચ્ચે અહીંના ડો. ભરતભાઇ વાનરિયાએ તેણીની પ્રસૂતિ કરવાનું નક્કી કર્યું હતું.

હોસ્પિટલના ગાયનેક તબીબે તેમના અનુભવ અને પ્રયાસોથી આ મહિલાની નોર્મલ ડિલેવરી કરાવવામાં સફળતા મળી હતી. આ મહિલાને બે પુત્રો તથા એક પુત્રી  છે. ત્રણેય સંતાનો સાથે માતાની તબિયત પણ સારી હતી. ઓછાં વજનવાળા બાળકને જરૂરી વજન વધારાની સારવારઅર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

khambhadiyas-lady-was-born-treladu
khambhadiyas-lady-was-born-treladu

આ નોર્મલ ડિલિવરી બાદ પરિવારજનોમાં ખુશી સાથે ડોકટરની આ સિદ્ધિ બદલ આભારન લાગણી વ્યક્ત કરી હતી. સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની પ્રથમ સફળતાપૂર્વકની પ્રસૂતિએ જિલ્લાના દર્દીઓમાં હકારાત્મક અભિગમ અપનાવ્યો

Related posts

ફોર્મ્યુલા વન રેસ કારની દુનિયામાં જામનગર ના ગામમાં ઘોડા ગાડા અને બળદ ગાડા રેસ…

Nawanagar Time

ઓછું ખાતર આપવા બદલ ભાણવડનો ડેપો સીલ

Nawanagar Time

અંતે જી.જી. હોસ્પિટલમાં હાડકાના ઓપરેશનમાં ગરીબ દર્દીઓને સહાયનો તંત્રનો નિર્ણય

Nawanagar Time

Leave a Comment