Nawanagar Time
ગુજરાત

ખંભાળિયા: સાંસદની ચૂંટણી સંદર્ભે ભાજપના કાર્યકરોના સેન્સ લેવાયા

khambhalia-sense-of-bjp-workers-in-connection-with-election-of-mps

નેતાઓની ઉપસ્થિતિમાં ખંભાળિયા, ઓખા ખાતે કાર્યક્રમ સંપન્ન

ખંભાળિયા:-જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી માસે યોજાનાર સાંસદની ચૂંટણી માટે હાલારના ઉમેદવાર માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખંભાળિયા ખાતે કાર્યકરોના સેનસ લેવા માટે નેતાઓ-હોદેદારોનું આગમન થયું હતું.

સાંસદની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી તથા પ્રતિભાવો અર્થે ખંભાળિયાના કલ્યાણ બાગ ખાતે ગઇકાલે ગુરૂવારે પ્રદેશ તથા કેન્દ્ર કક્ષાના નેતાઓનું આગમન થયું હતું.

ખંભાળિયા ખાતે સેન્સ લેવા માટે કેન્દ્રિય મંત્રી અને પ્રદેશ મહામંત્રી મનસુખભાઇ માંડવીયા, માજી મંત્રી રમણભાઇ વોરા, પ્રદિપભાઇ ખીમાણી, ચીમનભાઇ શાપરીયા, કિરીટસિંહ અત્રે આવ્યા હતાં. અહિંના કલ્યાણબાગ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા તથા સ્થાનિક તથા જિલ્લાના આગેવાનો, કાર્યકરો તથા અપેક્ષિતો સાથે વિવિધ મુદે ચર્ચા-વિચારણાઓ કરી હતી.

khambhalia-sense-of-bjp-workers-in-connection-with-election-of-mps
khambhalia-sense-of-bjp-workers-in-connection-with-election-of-mps
khambhalia-sense-of-bjp-workers-in-connection-with-election-of-mps
khambhalia-sense-of-bjp-workers-in-connection-with-election-of-mps
khambhalia-sense-of-bjp-workers-in-connection-with-election-of-mps
khambhalia-sense-of-bjp-workers-in-connection-with-election-of-mps

આ અંતર્ગત ખંભાળિયા વિધાનસભા મત વિસ્તાર હેઠળના ખંભાળિયા અને ભાણવડ તાલુકાના હોદેદારો સાથે બેઠક યોજી હતી. આ સાથે દ્વારકા વિસ્તાર માટેના કાર્યકરો-આગેવાનોની એક મીટીંગ પણ ઓખા ખાતેના એક મંદિર નજીકના હોલમાં યોજવામાં આવી હતી.

આ સમગ્ર પ્રક્રિયામાં જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા સાથે મેઘજીભાઇ કણઝારીયા, જિલ્લા ભાજપ મહામંત્રી દિનેશભાઇ દતાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલાભાઇ કરમુર, જે.કે. કણઝારીયા, યુવરાજસિંહ વાઢેર, વી.ડી. મોરી, હમીરભાઇ કનારા, વિનુભાઇ ઉનડકટ, શ્ર્વેતાબેન અમિતભાઇ શુકલ, તાલુકા પંચાયત પ્રમુખ મંડપીયા, જગુભાઇ રાયચુરા વિગેરે કાર્યકરો સાથે જોડાયા હતાં.

Related posts

જિલ્લામાં પાંચ વર્ષમાં માત્ર 54,580 શૌચાલય જ બન્યા!

Nawanagar Time

રણજીતસાગર ડેમમાંથી કાપ ન કાઢવાના આદેશનો ઉલાળિયો

Nawanagar Time

પાકવીમો-ટેકાના ભાવ સહિતના મુદ્દે લાલપુરમાં આવેદન આપતી કોંગ્રેસ

Nawanagar Time

Leave a Comment