Nawanagar Time
ગુજરાત જામનગર

‘ખેડૂ’ એટલે ‘લેઉવા પટેલ’: મોદી

khedu-means-leuva-patel-modi

અડાલજમાં બનનારા અન્નપુર્ણા ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જનસભા સંબોધી

જામનગર:-અડાલજમાં આકાર પામનારા અન્નપુર્ણાધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. અહિં તેમણે કહ્યું હતું કે, કાઠિયાવાડમાં ખેડૂ એટલે લેઉવા પટેલ. અડાલજમાં અન્નપુર્ણા મંદિર ઉપરાંત 600 વિદ્યાર્થીઓ રહી શકે તેવી છાત્રાલયનું પણ નિર્માણ થશે.

અમદાવાદ નજીક આવેલા અડાલજમાં રૂા.5 કરોડના ખર્ચે અન્નપુર્ણા ધામ  જઇ રહ્યું છે જેના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. અહિં તેમણે વિશાળ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, કાઠિયાવાડમાં ખેડૂતો એટલે લેઉવા પટેલ. આજે અન્નપુર્ણા ધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે ત્યારે અહિં વિદ્યાર્થીઓ માટે છાત્રાલય પણ બનશે ત્યારે સાંસ્કૃતિક વિરાસતમાં શિક્ષણને જોડવાનું કામ આગેવાનો દ્વારા કરવામાં  છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે લેઉવા પટેલના ઘરમાં દીકરીનો જન્મ થાય તો તેને અન્નપુર્ણા ધામમાં દર્શન કરવા માટે લાવે અને અહિં મંદિરમાં પ્રસાદીરૂપે પાંચ છોડ આપવામાં આવે. આ છોડને દીકરીના પરિવાર દ્વારા ઉછેરવામાં આવે વૃક્ષ ઉગાડવા માટે જમીનની વ્યવસ્થા સરકાર કરે તેમ પણ તેમણે કહ્યું હતું. અન્નપુર્ણા ધામમાં  સમાજ દ્વારા શિક્ષણ ભવન પણ બનાવવામાં આવશે જેમાં પાટીદારોએ લાખો રૂપિયાનું દાન આપ્યું છે.

Related posts

ઓખામંડળ અનેક ગામમાં દારૂની રેલમછેલ, અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ

Nawanagar Time

લગ્નમાં પહેલા રાષ્ટ્રગાન મંગલ ફેરાં

Nawanagar Time

જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈની કારોબારી બેઠક યોજાઈ

Nawanagar Time

Leave a Comment