Nawanagar Time
ગુજરાત

ખંભાળિયા નગરપાલિકાની કારોબારી બેઠક સંપન્ન: બજેટ સહિતના ઠરાવો પસાર

khobhaliah-municipal-executive-meeting-passing-the-resolutions-including-budget

ખંભાળિયા:-ખંભાળિયા નગરપાલિકાની આજ રોજ મંગળવારે સાંજે યોજાનાર જનરલ બોર્ડની મીટીંગ પૂર્વે ગઇકાલે સોમવારે સાંજે કારોબારી કમિટીની  યોજાઇ હતી.

કારોબારી સમિતિના ચેરમેન દિપેશભાઇ ગોકાણીના અઘ્યક્ષ સ્થાને અને ચીફ ઓફીસર એ.કે. ગઢવી તથા સદસ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી વર્ષના બજેટ સહિતના છ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતાં. કારોબારીની બેઠકના પ્રારંભે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીરોને બે મીનીટનું મૌન પાડી, શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી. આ બેઠકમાં  2019-20નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષની શરૂઆતની ઉઘડતી સીલક રૂા.23.61 કરોડ તથા વર્ષ દરમિયાન અંદાજીત રૂા.49.66 કરોડની ઉપજ મળી, કુલ રૂા.73.27 કરોડની આવક સામે વર્ષ દરમિયાન અંદાજીત રૂા.71.44 કરોડનો ખર્ચ દર્શાવી વર્ષના અંતે રૂા.1.83 કરોડની પુરાંત દર્શાવતું બજેટ કારોબારી ચેરમેન દ્વારા નગરપાલિકા પ્રમુખ શ્ર્વેતાબેન અમિતભાઇ શુકલને સુપ્રત  આવ્યું હતું.

આ સાથે બેઠકના એજન્ડામાં દર્શાવવામાં આવેલ પાલિકાના રોજમદાર તથા ફીકસ પગારદાર કર્મચારીઓને પ્રોવીડન્ડ ફંડની રકમ ચુકવવા, કચેરી માટે માલ-સામાનની ખરીદીના વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ કરવા, ઘી નદી તથા તેલી નદીના ડીસીલ્ટીંગના કામો કરવા તથા શહેરના માર્ગો પર સફેદ પટ્ટાઓ મારવાના ઠરાવોને પણ મંજૂર કરવામાં આવ્યા હતાં.

Related posts

રાજકોટ-અમદાવાદ સહિત દિલ્હીની અનેક ફ્લાઈટ લેટ, વિઝિબિલિટી ઝીરો

Nawanagar Time

પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેની ઝુંપડપટ્ટીઓ હટાવાઇ

Nawanagar Time

ભાવે લક્ઝુરિયસ ગાડીઓ વેચવાનું કૌભાંડ

Nawanagar Time

Leave a Comment