Nawanagar Time
ગુજરાત જામનગર

ખુશ્બૂ ધૂમાડે કી! જામનગર મધ્યાહ્ન ભોજન યોજનામાં ભોપાળા

khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala

મધ્યાહન ભોજન યોજનાના રિયાલિટી ચેકમાં બાળકોને ધનેડા અને જીવાંતવાળો ખોરાક પીરસાતો હોવાનો ઘટસ્ફોટ : વર્ષોથી સાફ કર્યા વગરના ટાંકાનું પાણી સીધુ જ રસોઇના ઉપયોગમાં

સરકારના નિયમ મુજબ નાસ્તો અને ભોજન આપવાના બદલે જ વખત ખોરાક અપાતો હોવાનું ખુલ્યું : ગેસને બદલે ચુલાનો ઉપયોગ : સુપરવાઇઝર ‘ઘેરહાજર’ !

જામનગર:-જામનગરમાં બાળકોને મઘ્યાહન ભોજનના નામે ધુંમાડાવાળો ચુલે રાંધેલો ખોરાક આપવામાં આવે છે અને એ પણ પ્રોટીનથી ભરપુર ધનેડા અને ખદબદતી જીવાંતવાળા પાણીનો ઉપયોગ કરીને રિયાલિટી ચેક માટે નવાનગર ટાઈમની જામનગર  પાલિકાના મધ્યાન ભોજનના રસોડાનું રિયાલિટી ચેક કરવા પહોંચી હતી. અમારી ટીમે મેનુ મુજબ રસોઈ બને છે કે કેમ ? જ્યાં રસોઈ બનાવવામાં આવે છે એ રસોડાની સ્થિતિ હાઈજિનિક છે કે કેમ ? ભૂલકાને સમયસર પૂરતી ભોજન પીરસવામાં આવે છે કે કેમ ? એ ચેક કરતા ચોંકી ઉઠાય એવી સ્થિતિ  આવી હતી.

જામનગર મહાનગર પાલિકાના મધ્યાન ભોજનના રસોડામાં 58 સ્કુલ અને 13000થી વધુ પ્રાથમિક શાળાના ભૂલકા માટે મધ્યાન ભોજન તૈયાર થાય છે, અને અહીં તૈયાર થતું મધ્યાન ભોજન જુદી જુદી શાળાઓમાં પહોંચતું કરવામાં આવે છે.

જામનગર પ્રાથમિક શિક્ષણ હસ્તકની તમામ 50 શાળાઓ અને અન્ય 8 શાળાઓમાં ભુલકાઓને નાગનાથ રસોઈ  એક જ રસોડે મધ્યાન ભોજન તૈયાર કરવામાં આવે છે. વડાપ્રધાને  મહિલાઓને લાકડાંથી રસોઈની તકલીફને બદલે ઘરે ઘરે ગેસ કનેક્શન આપવાની યોજના બનાવી છે, પરંતુ આ યોજના જામનગરના મધ્યાન ભોજનના રસોડા સુધી પહોંચી નથી. આ રસોડામાં હજી પણ પરંપરાગત રીતે લાકડા સળગાવી ને જ રસોઈ બનાવામાં આવે છે. ગેસની પાઇપ  છ મહિના અગાઉ જ મંજુર થઇ ગઈ છે, પરંતુ હજુ લાઈન રસોડા સુધી પહોંચી નથી

khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala

અગાઉ મધ્યાન ભોજન માટે ત્રણ ત્રણ રસોડા હતા. હાલ એક જ રસોડું કાર્યાન્વિત છે, આ જગ્યા એટલી સાંકળી છે, કે રસોઈ બનવાનું શરુ થતા જ ધૂમાળો ધૂમાળો ફેલાઈ જાય છે. આ રસોડામાં એક્ઝોસ ફેન  છત પંખા છે, પણ આ પંખા ચાલુ કરાય તો ધૂમાળો આખા રસોડામાં ફેલાઈ જાય છે, એટલે સ્ટાફ પાંખો ચાલુ જ નથી કરાતા . માટે ફોટોગ્રાફી માટે ધુમાળાને કારણે દર પાંચ પાંચ મિનિટે રસોડાની બહાર જવું ફરજીયાત જવું પડતું હતું

આ રસોઈ ઘર અને તૈયાર ભોજન સ્કૂલે પહોંચતું કરવા માટે  તો 95 નો સ્ટાફ છે. તેના મોનીટરીંગ માટે 3 સુપર વાઇઝર છે. અમારી ટીમે મુલાકાત લીધી ત્યારે રસોડામાં એક જ સુપરવાઈઝર જોવા મળ્યો.  રસોડામાં બે સિન્ટેક્સના અને એક મેસનરીનો ટાંકો જોવા મળ્યો હતો. તમામ રસોઈ બનાવવા આ ટેન્કનો પાણીનો જ ઉપયોગ થાય છે, આ ટાંકા ક્યારે સાફ થયા હોય  ભગવાન જાણે, કે બાબુઓ જાણે. તમામ ટાંકા ખુલ્લા જોવા મળ્યા, એટલે કે કચરા વારુ પાણી રસોઈમાં વપરાય છે. એક ટાંકામાં તો જીવડાં તરતા દેખાયા હતા. ખાલી પાણી જ નહીં અનાજમાં પણ ધનેળા જોવા મળ્યા હતા. ઘઉં ચોખા પુરવઠાના ગોડાઉનમાંથી આવે છે, ચોખામાંથી ધનેળા આંટા મારતા હતા.

khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala

સપ્તાહભરનું મેનુ સરકારે   કરેલું  હોય છે, તેમાં નિયમ મુજબ મેનુ બનતું નથી, અમે રસોડે ગયા ત્યારનું નિયમ મુજબનું મેનુ દાળ-ભાત હતું, અમને જોવા મળ્યું કે ત્યારે તો તુવેર દાળની ખીચડી તૈયાર થતી હતી. સરકારે ભુલકાઓને સવારના ભાગે નાસ્તો અને બપોરે જમવાનું આપવાનું નિયમ છે, જોકે આ રસોડામાંથી તૈયાર થયેલી રસોઈ ભૂલકાંઓને એક  સાથે પીરસવામાં આવે છે, એટલે કે નાસ્તો અને જમવાનું સાથે સાથે જ અપાતું હતું

નિયમ એવો છે કે ગરમા ગરમ નાસ્તો આપવાનો હોય છે, પણ કેવી રીતે ? અહીં તો નાસ્તો અને જમવાનું સાથે જ પીરસાય છે.

khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala
khushboo-smoke-key-jamnagar-foodmeals-midday-in-bhopala

Related posts

લોકડાઉનમાં પુત્રનો ધંધો બંધ થઇ જતાં જનેતાનો આપઘાત

Nawanagar Time

જિલ્લા બેન્કમાં અશોકલાલનું પલડું ભારે

Nawanagar Time

એસટીની આવકમાં અઢી કરોડનો વધારો

Nawanagar Time

Leave a Comment