Nawanagar Time
જામનગર

જામનગરમાં નાણાંની ઉઘરાણીમાં આધેડનું અપહરણ કરી ધમકી આપ્યાની ફરિયાદ

જામનગર: જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતાં એક આધેડને પૈસાની ઉઘરાણીના મામલે મોટર સાયકલમાં ઉઠાવી જવાયાં હતાં અને પુત્રને પૈસા આપી જવા માટે દબાણ કરી ધાક ધમકી આપ્યાંની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

જામનગરમાં રહેતા રમેશ કિશોરભાઈ કનોજિયા નામના 56 વર્ષના આધેડને પોતાના ઘરમાં પ્રવેશ કરી બળજબરીથી બાઈકમાં ઉપાડી જઇ ગામમાં ફેરવવા અંગે તેમજ પુત્ર વિજયના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી સમર્પણ સર્કલ પાસે ઉતારી દેવા અંગે રાજભા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયાં અનુસાર ફરિયાદીના પુત્ર વિજય પાસે આરોપી રાજભા પૈસા માંગતો હોવાથી વિજય મળતો ન હોવાના કારણે રાજભા તેના પિતાને ઉઠાવી ગયો હતો અને વિજય ને શોધવા માટે મોટર સાયકલ માં અનેક સ્થળો પર ફેરવ્યા હતાં, પરંતુ વિજયનો કોઈ પત્તો નહીં મળતાં ધાક-ધમકી આપી સમર્પણ સર્કલ પાસે ઊતારી દીધાં હતાં અને જો પૈસા નહીં પહોંચાડી જાય તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પોલીસ ફરિયાદ કરાતાં સિટી સી. ડિવિઝન પોલીસે રાજભા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Related posts

શનિવાર સુધી પટેલ કોલોનીમાં ધનવંતરી રથ દ્વારા આરોગ્ય ચકાસણી

Nawanagar Time

જામનગરના સરકારી પુરવઠાના ગોડાઉનમાં પ્રાંત અધિકારીના દરોડા

Nawanagar Time

જામનગરમાં ઘરેલુ હિંસાનું પ્રમાણ ઘટયું..!

Nawanagar Time