Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

જાણો કે,સલમાન -ઐશ્વરિયાના રિલેશન પર સોહેલ શું બોલ્યો ?

know-that-what-did-sohail-say-about-salman-ishwariya-relation

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન તેમજ ઐશ્વર્યા રાય એક તબક્કે એકબીજાના બહુ નજીક હતા. જોકે પછી સલમાનના ગુસ્સાના કારણે એશ તેનાથી અલગ થઈ ગઈ હતી. સલમાન અને એશે બ્રેકઅપ પછી ક્યારેય સાથે કામ નથી કર્યું. હવે આ સંબંધોની સોહેલ ખાને સ્પષ્ટતા કરી છે.

સલમાન અને ઐશ્વર્યાએ 19 વર્ષ પહેલાં ‘હમ દિલ દે ચૂકે સનમ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી બંને એકબીજાની નજીક આવી ગયા હતા. આ બંને સાથે ફરવા લાગ્યા અને બંનેના પ્રેમનો અંત ત્રણ-ચાર વર્ષમાં જ આવી ગયો હતો. ઐશ્વર્યાએ બ્રેકઅપ વખતે સલમાન પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેણે અનેકવાર કહ્યું છે કે સલમાન મને મારતો હતો. જોકે સલમાને આ વાતને હંમેશા ખોટી ગણાવી છે.

હવે સલમાનના ભાઈ સોહેલ ખાને એવી માહિતી આપી છે જે લોકોને હજી સુધી ખબર નહીં હોય. સોહેલે કહ્યું છે કે હવે ઐશ્વર્યા કંઈ પણ કહે પણ એક સમય હતો જ્યારે તે સલમાન સાથે ફરતી હતી અને અમારા ઘરે પરિવારની જેમ આવતી હતી ત્યારે પણ તેણે આ સંબંધનો જાહેરમાં સ્વીકાર નહોતો કર્યો. સોહેલે પછી મોટો ધડાકો કરતા કહ્યું કે ઐશ્વર્યા જ્યારે વિવેક ઓબેરોય સાથે રિલેશનમાં હતી ત્યારે પણ તે સતત સલમાનના સંપર્કમાં હતી.

Related posts

ઇટાલિયન મોડલ જ્યોર્જિયા સાથે લગ્નની વાત પર ભડક્યો અરબાઝ

Nawanagar Time

આ છે દેશની સૌથી ‘સુંદર’ સાંસદ

Nawanagar Time

રજનીકાંતનો બેયર ગ્રિલ્સ સાથેનો શો આવતા મહિને થશે રીલીઝ

Nawanagar Time

Leave a Comment