Nawanagar Time
ગુજરાત

ગુજરાતનું કયું શહેર છે સૌથી ઠંડુ ? જાણો કેવું રહેશે વર્ષના અંતે હવામાન ?

gujarat Cold Wave

રાજ્યમાં ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. ગઈકાલે 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે જનજીવન પર સીધી અસર પડી છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે.

ગુજરાતનું પાટનગર ગાંધીનગર સૌથી વધુ ઠંડુગાર બન્યું છે. ગાંધીનગરનો પારો 6.2 ડિગ્રીએ પહોંચી ગયો છે

નલિયા 6.4 ડિગ્રી પર છે.

કેવુ રહેશે હવામાન વર્ષના અંતે હવામાન ? 

હવામાન વિભાગે આગાહી કરી છે કે, તાપમાન આગામી દિવસોમાં હજી ગગડી શકે છે. આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી આવી શકે છે. ત્યારે લોકોએ આ બાબતને નોંધ લેવી. હવામાન વિભાગના અનુસાર, 3 જાન્યુઆરી સુધી આવી રીતે જ ઠંડી હવાઓ ચાલવાની આશા છે. તો 29 અને 30 ડિસેમ્બર તથા 2 અને 3 જાન્યુઆરીએ ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. 29 ડિસેમ્બર પર તો કેટલાક સ્થળોએ શીત લહેરની પણ શક્યતા છે. આવામાં 3 જાન્યુઆરીએ દિલ્હીનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તર દિશામાંથી ઠંડી હવા દિલ્હી અને આગળના રાજ્યોમાં દસ્તક આપી રહી છે. જેને કારણે શુક્રવારે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આવો જ માહોલ નવા વર્ષની શરૂઆતમાં પણ રહેશે.

Related posts

લાલપુરને બાનમાં લેતું ભૂગર્ભ ગટરનું કામ : લોકો ત્રસ્ત

Nawanagar Time

ગુજરાતની કોર્ટમાં 10 વર્ષથી પડતર 1.75 લાખ કેસનો ઢગલો

Nawanagar Time

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, ચોમાસાનો અંતિમ રાઉન્ડ ટૂંક સમયમાં વિદાય લેશે

Nawanagar Time

Leave a Comment