Nawanagar Time
સ્વાદ પકવાન

બહુ ઓછા તેલમાં બને છે જાણીતો રાજસ્થાની બ્રેકફાસ્ટ, વેજ પિટૌરે ટિક્કાની રેસિપી

known-rajasthani-breakfast-veg-pitore-tikka-recipes

વેજ પિટૌરે ટિક્કા માટે સામગ્રી:

  • એક કપ બેસન
  • એક કપ ઝીણું સમારેલું કેપ્સિકમ
  • એક કપ ઝીણું સમારેલું ફ્લાવર
  • એક ઝીણું સમારેલું ટામેટું
  • ત્રણ-ચાર ટેબલસ્પૂન તેલ
  • બે-ત્રણ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • અડધી ચમચી હળદર
  • એક ચમચી જીરું
  • અડધી ચપટી હિંગ
  • અડધી ચમચી લાલ મરચું
  • એક ચમચી ધાણાજીરું
  • અડધી ચમચી આદુની પેસ્ટ
  • સ્વાદ અનુસાર મીઠું
બનાવવાની  રીત:

એક મોટા બાઉલમાં બેસન લો. અંદર થોડું પાણી નાખી લંપ્સ જતા ન રહે ત્યાં સુધી સતત ગોળતા જાઓ. ત્યારબાદ અંદર બાકીનું પાણી નાખો. બેસનમાં ટોટલ લગભગ અઢી કપ પાણી નાખવું. ત્યારબાદ અંદર મીઠું, અડધી ચમચી જીરું, પા ચમચી લાલ મરચું, એક ચમચી ધાણાજીરું, અડધી ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચી હળદર, બે લીલાં મરચાં ઝીણાં સમારી, બે ટેબલસ્પૂન કોથમીર, એક કપ કેપ્સિકમ, એક કપ ફ્લાવર અને એક ટામેટું નાખી બધું જ બરાબર મિક્સ કરી લો.

હવે એક પેન ગરમ કરો અને અંદર બે ચમચી તેલ ગરમ કરો. અંદર હિંગ નાખી સાંતળો, ત્યારબાદ અંદર ખીરું નાખો. તેજ આંચ પર સતત હલાવતા રહો અને ચઢવો. લભગગ 5 મિનિટમાં ખીરું જાડું થવા લાગશે. ત્યારબાદ ગેસની મિડિયમ ધીમી કરી દો અને હલાવી-હલાવીને ચઢવો. બીજી 5 મિનિટ ચઢવ્યા બાદ ગેસની આંચ બંધ કરી દો અને બેટરને એક પ્લેટમાં કાઢી ફેલાવી દો. સેટ થવા માટે પંખા નીચે મૂકી દો.

લગભગ 10 મિનિટમાં સેટ થઈ જશે. તમારી પસંદ અનુસાર શક્કરપારાની જેમ કાપી લો.

એક પેન ગરમ કરી અંદર એક ટેબલસ્પૂન તેલ નાખી ગરમ કરો. ત્યારબાદ તેલ બધી જ બાજુ ફેલાવી અંદર પીસ ગોઠવી દો. નીચેની તરફ બ્રાઉન થવા લાગે એટાલે બધા જ પીસ પલટી દો. તેલ ઓછું લાગે તો ઉપર થોડું તેલ લગાવી દો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

આ જ રીતે બાકીના બધા જ ટિક્કા શેકી લો. ગરમાગરમ સર્વ કરો દહીં કે કોઇપણ ચટણી સાથે.

Related posts

કાજૂથી બનેલો પુલાવ તો ખાધો હશે, તો હવે બનાવો આલ્મન્ડ બિરિયાની

Nawanagar Time

આ સરળ નાસ્તો બનાવી ગમે ત્યારે જમવામાં ઉપયોગમાં લો આ આલુ ભુજિયા સેવ.

Nawanagar Time

આ રેસીપી સ્પેશિયલ ચાઇનીસ શોખીન માટે : બનાવો આ મશરૂમ ચિલી નૂડલ્સ.

Nawanagar Time

Leave a Comment