Nawanagar Time
સ્પોર્ટસ

એડિલેડ મેદાનમાં કોહલીના 5 “વિરાટ” રેકોર્ડ…

virat-kohli

ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ શરુ થતા પહેલા નિવેદન આપ્યું હતું કે એડિલેડ તેનું ફેવરિટ ગ્રાઉન્ડ છે. આ મેદાન ઉપર તેની અંદર એક અલગ જુસ્સો આવી જાય છે અને તે ઘણો સકારાત્મક ક્રિકેટ રમે છે. વિરાટનું આ નિવેદન ફરી એક વખત સાચુ સાબિત થયું છે. વિરાટ કોહલીને એડિલેડમાં ફરી એક વખત ભેટ મળી છે. આવો નજર કરીએ કે વિરાટ માટે એડિલેડનું મેદાન આટલું ખાસ કેમ છે.

એડિલેડ મેદાન પર વિરાટે 2012માં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. 2014માં વિરાટે એડિલેડમાં જ ટેસ્ટની કેપ્ટનશિપ સંભાળી હતી. આજે તે સૌથી વધારે ઝડપી 25 ટેસ્ટ મેચ જીતનાર એશિયન કેપ્ટન બન્યો છે.

2015ના વર્લ્ડ કપમાં વિરાટે એડિલેડમાં સદી ફટકારી હતી. આ સદી તેણે પાકિસ્તાન સામે ફટકારી હતી. 2016માં વિરાટે ટી-20માં એડિલેડના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે 90 રન બનાવ્યા હતા. જે તેનો ટી-20 ઇન્ટરનેશનલનો બેસ્ટ સ્કોર છે.

વિરાટ કોહલી કોઈપણ એશિયન ટીમનો પ્રથમ સુકાની બન્યો છે જે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચ જીત્યો છે. આ સિવાય ભારતીય ટીમ એક કેલેન્ડર યરમાં આ ત્રણ દેશોમાં ટેસ્ટ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની છે.

Related posts

વર્લ્ડ કપ પેહેલા એરોન ફિન્ચે  ઉચ્ચારી  ચેતવણી

Nawanagar Time

પંજાબને પછાડી ગુજરાત બન્યું બિગ બાઉટ ચેમ્પિયન

Nawanagar Time

ધોની રન આઉટે  અમને જીતાડી દીધા: સચિન 

Nawanagar Time

Leave a Comment