Nawanagar Time
સ્પોર્ટસ

કોહલીની RCB  હજુ એકપણ વખત વિજેતા બની નથી 

kohlis-rcb-still-does-not-become-a-winner-anytime

વિરાટ કોહલીએ આરસીબીની એપ લોન્ચના સમયે કહ્યું કે, ખોટા નિર્ણયોને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અત્યાર સુધી આઈપીએલમાં ચેમ્પિયન બની શકી નથી. કોહલીએ કહ્યું કે, જો તમે ખોટા નિર્ણય લો છો તો પછી તમારે હારનો સામનો કરવો પડે છે. મોટી મેચમાં અમારા નિર્ણય લેવાની ક્ષમતા સારી નથી. જે ટીમોના નિર્ણય સંતુલિત રહે છે તેઓએ આઈપીએલનું ટાઇટલ જીત્યું છે. કોહલીએ ટીમના પ્રશંસકો અંગે કહ્યું કે, કહ્યું કે, આટલા વર્ષોમાં અમે ત્રણ વખત ફાઇનલમાં પહોંચ્યા, ત્રણ વખત સેમિફાઇનલમાં હાર્યા. ક્યારેય ચેમ્પિયન બન્યા નથી તેમ છતાં સિઝનની શરૂઆત પહેલાં અમારા ઉત્સાહમાં કોઈ કમી નથી અને આ વાત અમારા માટે ઘણી મહત્ત્વની છે. આ ત્યારે શક્ય બને છે જ્યારે તમારી પાસે મજબૂત ફેન બેઝ હોય.

સ્મિથની વાપસીથી રાજસ્થાનને ફાયદો થશે

રાજસ્થાન રોયલ્સ ટીમમાં સ્ટીવન સ્મિથની વાપસી થઈ છે તે અંગે રહાણેએ કહ્યું કે, ખેલાડી તરીકે સ્મિથની વાપસી થવી ટીમ મારે ફાયદાકારક છે. તે એક શાનદાર ખેલાડી છે અને આવા ખેલાડીનું ટીમમાં રહેવું સારું રહે છે. આપણે બધા તેની મેચ જીતવાની ક્ષમતાને સારી રીતે જાણીએ છીએ. રહાણે છેલ્લા એક વર્ષથી વન-ડે ટીમમાંથી બહાર છે પરંતુ તેણે પોતાની સ્ટાઇલ મુજબ રમવાનું ચાલુ રાખ્યું છે. રહાણેએ કહ્યું કે, લોકો હંમેશાં એવી વાત કરે છે કે, ટોચના બેટ્સમેનો મોટા શોટ્સ રમનારા હોવા જોઈએ પરંતુ મને મારી ક્ષમતોઓ પર વિશ્વાસ છે અને ક્યાં સુધી તમે તમારી રમત પર ધ્યાન આપો છો તે મહત્ત્વનું છે.

Related posts

ICCએ સચિનની મજાક ઉડાવી, પ્રસંશકોએ ગુસ્સો ઠાલવ્યો

Nawanagar Time

અફઘાનિસ્તાનના શફીકુલ્લાહ પર લાગ્યો 6 વર્ષનો પ્રતિબંધ

Nawanagar Time

વર્લ્ડ કપમાં આજે  પાક-વિન્ડિઝની  ટકરાશે

Nawanagar Time

Leave a Comment