Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પનો શુભારંભ કરાવતા કૃષિમંત્રી ફળદુ

krushimarti-faldu-who-started-the-mega-placement-camp-in-jamnagar

મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં એન્જીન્યરીંગ, કોમર્સ, આર્ટસ, શિક્ષણ, કાયદાશાસ્ત્ર વગેરેને લગતા કુલ 105 એકમો વિદ્યાર્થીઓને પ્રતિ માસ 8 હજાર થી 25 હજારના પેકેજમાં નોકરીની ઓફરો

જામનગર:-ગુજરાત રાજય શિક્ષણ અને નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાતના સંયુકત ઉપક્રમે તા. 28 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી 2019 દરમિયાન ગુજરાતમાં કુલ 23 અલગ-અલગ સ્થળોએ પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે. આ માટેના 5 ઝોન પૈકી, ઝોન 5ના નોડ 4 મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સરકારી પોલીટેકનીક જામનગર ખાતે  8 અને 9 ફેબ્રુઆરી 2019ના રોજ કોલેજના ફાયનલ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ કેમ્પ 2019નું આયોજન શહેરના ધનવંતરી ઓડીટોરીયમ ખાતે કૃષિ મંત્રી આર.સી.ફળદુ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવેલ હતી.

ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકાર કાર્યશીલ છે તેમ જણાવતા કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ઉમેર્યું કે, હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્લાકિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં યુવાનોને રોજગારી મળી રહે તે માટે વિવિધ કંપનીઓને ગુજરાતમાં વ્યવસાય માટે આવકારીને તેના માધ્યમથી ગુજરાતના યુવાધનને રોજગારી પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેના પ્રયાશો હાથ ધર્યા હતા. જેના ભાગરૂપે આજે આ મેગા પ્લેસમેન્ટનું આયોજન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાહબરીમાં સતત આ પ્રકારના રોજગારલક્ષી કાર્યક્રમો ગુજરાતમાં થઇ રહ્યાં છે અને તેમના મીઠા ફળો ગુજરાતના યુવાધનને મળી રહ્યાં છે.

krushimarti-faldu-who-started-the-mega-placement-camp-in-jamnagar
krushimarti-faldu-who-started-the-mega-placement-camp-in-jamnagar

 

krushimarti-faldu-who-started-the-mega-placement-camp-in-jamnagar
krushimarti-faldu-who-started-the-mega-placement-camp-in-jamnagar

આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં એન્જીન્યરીંગ, કોમર્સ, આર્ટસ, શિક્ષણ, કાયદાશાસ્ત્ર વગેરેને લગતા કુલ 105 એકમો વિદ્યાર્થીઓને પ્રતિ માસ 8 હજાર થી 25 હજારના પેકેજમાં નોકરીની ઓફરો આપનાર છે. આ મેગા પ્લેસમેન્ટ કેમ્પથી વિદ્યાર્થીઓને છેલ્લા વર્ષ દરમિયાન જ નોકરી મળી રહે છે જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય અને તેઓ પગભર બને તેવો અભિગમ રાજય સરકારનો રહેલો છે.

આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં 18 વિદ્યાર્થીઓને મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નોકરીના ઓર્ડરો આપવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ટેકનીકલ એજ્યુકેશના જોઇન્ટ ડાયરેકટર પંચાલ દ્વારા અને આભારવિધી પોલીટેકનીક કોલેજના આચાર્ય ઝાલાએ કરી હતી.

krushimarti-faldu-who-started-the-mega-placement-camp-in-jamnagar
krushimarti-faldu-who-started-the-mega-placement-camp-in-jamnagar

 

krushimarti-faldu-who-started-the-mega-placement-camp-in-jamnagar
krushimarti-faldu-who-started-the-mega-placement-camp-in-jamnagar

આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં મેયર હસમુખભાઇ જેઠવા, કલેકટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારીપ્રશસ્તિ પારિક, નોડલ ઓફિસર વાઢેર, વિવિધ કંપનીઓના પ્રતિનિધીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

મિ. કુંભારાણા !ગરીબ બાળકો ધૂમાડાવાળો તો ઠીક, વાસી ખોરાક આરોગે છે !

Nawanagar Time

સિક્કામાં પોલીસકર્મી અને રોઝેદારે રક્તદાન કર્યું

Nawanagar Time

ભાણવડ પંથકમાં ખનીજચોરો પર ત્રાટકતું સરકારી તંત્ર

Nawanagar Time

Leave a Comment