Nawanagar Time
સ્પોર્ટસ

કુંબલે ફરી બન્યા આઈસીસી ક્રિકેટ સમિતિના અધ્યક્ષ

kumble-re-elected-chairman-of-icc-cricket-committee

ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેને શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) ક્રિકેટ સમિતિના અધ્યક્ષના રૂપમાં ફરી નિયુક્ત કરવામાં આવ્યો છે. તે ત્રણ વર્ષ સુધી આ પદ પર રહેશે.

મહત્વનું છે કે કુંબલે આ પહેલા પણ આઈસીસી ક્રિકેટ સમિતિનો અધ્યક્ષ રહી ચુક્યો છે. 2012માં કુંબલેને આઈસીસી ક્રિકેટ સમિતિનો સભ્ય બનાવવામાં આવ્યો હતો અને વર્ષ 2013માં તેને અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યો હતો.

વર્ષ  2008માં ક્રિકેટમાંથી નિવૃતી લીધા બાદ જમ્બોના નામથી જાણીતા કુંબલેએ ઘણા મેનેજમેન્ટના પદો પર કામ કર્યું છે. આઈસીસી ક્રિકેટ સમિતિના સભ્ય અને અધ્યક્ષ બન્યા બાદ વર્ષ 2016માં ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બન્યો હતો.

અનિલ કુંબલેએ જૂન 2016માં રવિ શાસ્ત્રી અને ટોમ મૂડી જેવા દિગ્ગજોને પછાડીને ટીમ ઈન્ડિયાનો કોચ બન્યો હતો. તેની પસંદગી સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિએ કરી હતી. પરંતુ તે ટીમ ઈન્ડિયાના કોચ પદ પર વધુ સમય ન રહ્યાં. તેમણે જૂન 2017માં આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

Related posts

ક્રિકેટની ‘બાઇબલ’ વિઝડનમાં દાયકાના પાંચ સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં કોહલીનો સામેલ

Nawanagar Time

કોરોના સામે લડવા ભારત પાસે પૂરતાં નાણાં, પાકિસ્તાનની જરૂર નથી ; કપીલ

Nawanagar Time

15 વર્ષ બાદ વિન્ડીઝ પાકિસ્તાનમાં રમશે

Nawanagar Time

Leave a Comment