Nawanagar Time
ગુજરાત

ઝડપાઇ ગયો કુંજ પક્ષી નો શિકારી, નાવદ્રા બંદરેથી ધરપકડ..

kunja-hunter-escaped-from-the-port-of-navadra

દ્વારકા:-કલ્યાણપુરના હર્ષદ નજીક મેઢાક્રિક  પર તાજેતરમાં જ 42 કુંજનો શિકાર કરતી ગેંગને ફોરેસ્ટ વિભાગ તેમજ ગ્રામજનો દ્વારા સંયુક્તપણે કાર્યવાહી હાથ ધરી હતી.જે દરમિયાન શિકારી ગેંગનો એક સભ્ય ફોરેસ્ટ ટીમના હાથમાં આવી ગયો હતો,જ્યારે અન્ય એક શખ્સનું ગ્રામજનોને જોઇ નાશી છુટતા વિજશોકથી મોત નિપજ્યું હતું.તેમજ નાવદ્રાનો એક શખ્સ ફરાર થય ગયો હતો.જે શખ્સને પકડી  કલ્યાણપુર ફોરેસ્ટ રેંજ દ્વારા સઘન શોધખોળ હાથ ધરી હતી.રવિવારે નાવદ્રા બંદર વિસ્તારમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કલ્યાણપુરના હર્ષદ નજીક આવેલ મેઢાક્રિક ડેમસાઇટ પર તા.11 ફેબ્રુઆરીના રોજ શિકારી ગેંગ કુંજનો શિકાર કરતી હોવાની ફોરેસ્ટ રેંજ ટીમને બાતમી મળી હતી.જે બાતમીના આધારે ગ્રામજનો તેમજ ફોરેસ્ટ ટીમે કાર્યવાહી હાથ  સ્થળ પરથી શિકારી ગેંગના એક સભ્યને 42 કુંજના મૃતદેહ સાથે પકડી પાડ્યો હતો.જ્યારે નાવદ્રામાં રહેતો આમદ જુસુબ ઇસ્બાની નામનો શખ્સ નાશી છુટ્યો હતો.જે ફરાર શખ્સને શોધી કાઢવા ફોરેસ્ટ ટીમે અલગ અલગ દિશામાં તપાસ આરંભી હતી.મંગળવારે કલ્યાણપુર ફોરેસ્ટ રેંજના અધિકારીઓ શિકારી ગેંગના સભ્યોને પકડી પાડવા પેટ્રોલીંગમાં હતાં.દરમિયાન શિકારી ગેંગનો ભાગેડુ  આમદ ઇસ્બાની નાવદ્રા બંદર પાસે હોવાની હકિકત મળતા જ સ્થળ પરથી રંગેહાથે પકડી પાડી વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુન્હોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

કાનાલૂસને પન્ના ડેમનું પાણી કયારે? ગ્રામજનોનો સવાલ

Nawanagar Time

રામ પારાયણના અંતિમ દિવસે વિશાળ સંખ્યામાં શ્રાવકો ઉમટયા

Nawanagar Time

જામનગર જિલ્લામાં જુગાર રમતા દોઢ ડઝન ઝડપાયા

Nawanagar Time

Leave a Comment