Nawanagar Time
નેશનલ

નો એન્ટ્રી..કચ્છ બોર્ડરે પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયું.

kutch-border-breaks-pakistans-drone

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આજે વહેલી સવારે જોરદાર બોમ્બવર્ષા કરાઇ છે. કહેવાય છે કે વાયુસેના એ અંદાજે 12 મિરાજ 2000 વિમાનોથી ઙજ્ઞઊંમાં હાજર  ઠેકાણાઓને બર્બાદ કરી દીધા છે. પાકિસ્તાની વાયુ સેના (પીએએફ)ની જવાબી કાર્યવાહી બાદ વિમાન પાછા ફર્યા. બીજીબાજુ ભારતીય સુરક્ષાબળોએ પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાતના કચ્છ વિસ્તારમાં બીજી એક સફળતા મળી છે. ભારતીય સુરક્ષાબળોએ સવારે સાડા છ વાગ્યે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું.

બીજીબાજુ ફફડી ગયેલા પાકિસ્તાનને ગુજરાત બોર્ડરથી પણ જબરદસ્ત આંચકો લાગ્યો  મળતી માહિતી પ્રમાણે કચ્છના નલિયા એરબેઝ પર પાકિસ્તાનને જોરદાર ઝાટકો લાગ્યો છે. અબડાસામાં પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયું છે. નુધાતડ ગામે જોવા મળેલ માનવરહિત ડ્રોનને તોડી પાડ્યું છે. વાયુસેના સ્ટેશન પાસે ડ્રોન તોડી પડાયું છે. વાયુસેનાએ આસપાસના વિસ્તારને કોર્ડન કરી દીધો છે. હાલ ગુજરાતની કચ્છ બોર્ડરને હાઇ એલર્ટ પર મૂકી  છે.

સૂત્રોનું કહેવું છે કે વાયુસેના એ કુલ 21 મિનિટ સુધી આ ઑપરેશનને ચલાવ્યું. આ દરમ્યાન 12 મિરાજ વિમાનોએ 1000 કિલોગ્રામ બોમ્બ પીઓકેમાં કેટલાંય આતંકી ઠેકાણઓને બર્બાદ કરી દીધા. આની પહેલાં સવારે પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સના મહાનિર્દેશક આસિફ ગફૂરે સવારે ટ્વીટ કરી અને રેડિયો પાકિસ્તાને દાવો કર્યો કે વાયુસેનાના  પાછા ફરવાની ઉતાવળમાં વિમાનમાં રાખેલા બોમ્બ ફેંકી દીધા જે ખૈબર પખ્તૂનખ્વામાં બાલાકોટની પાસે જઇ પડ્યા છે. રેડિયો પાકિસ્તાને દાવો કર્યો કે આ કથિત ઘટના મુઝફ્ફરાબાદ સેકટરમાં થઇ.

Related posts

દેશમાં પ્રથમ વખત અહીંથી નદીની નીચે ચાલશે મેટ્રો

Nawanagar Time

રશિયા ભારતને વિશ્ર્વની સૌથી ખતરનાક જી-400 મિસાઈલ આપશે

Nawanagar Time

કૌન બનેગા કરોડપતિનો આજે છેલ્લો દિવસ!

Nawanagar Time

Leave a Comment