Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સોનાનો મોટો જથ્થો ઝડપાયો

large-quantity-of-gold-is-seized-in-jamnagar

જી.આઇ.ડી.સી. ફેસ-3માં ડી.આર.આઇ., સીબીઆઇ, ઇડીના દરોડા: ભંગારના મોટા વેપારીને ત્યાં ગઇકાલ રાતથી તપાસનો ધમધમાટ

પિત્તળના ભંગારની આડમાં વિદેશથી સોનાની દાણચોરીનો મોટો કારસો ખુલે તેવી વકી : વેપારીની ગાડીમાંથી વાંધાજનક સાહિત્ય સાથેની બેગ કબ્જે લેવાઇ

જામનગર:-જામનગર જી.આઇ.ડી.સી. ફેસ-3માં મોટા ગજાના વેપારી દ્વારા  થોડા સમયથી વિદેશથી પિત્તળનો ભંગાર મંગાવી વહેંચવાના વ્યવસાયની આડમાં સોનાની દાણચોરી કરવામાં આવતી હોવાનું ચોક્કસ હકિકતના આધારે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા ગઇકાલ સાંજથી જામનગરમાં ધામા નાખી છાન ભીન કરવામાં આવતા સોનાનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું ચોંકાવનારી હકિકત બહાર આવી છે જો કે, હજુ ડીઆરઆઇ, સીબીઆઇ અને ઇડી સહીતની  દ્વારા મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી પરંતુ આ દરોડાને લઇ ફેસ-3માં વ્યાપક ચકચાર જાગી છે.

અત્યંત સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ બ્રાસપાર્ટ ઉદ્યોગના હબ જામનગર શહેરમાં ગઇકાલ સાંજથી ડીઆરઆઇ, સીબીઆઇ અને ઇડી એટલે કે એન્ફોર્સમેન્ટ વિભાગે ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વધુમાં જીઆઇડીસી ફેસ-3માં વિદેશથી  ભંગાર મંગાવી સ્થાનિક ઉદ્યોગોને રો મટીરીયલ સપ્લાય કરતાં મોટા ગજાના વેપારીને ત્યાં આ તપાસ ચાલી રહી છે. જેમાં ગઇકાલે સાંજે આ મોટા ગજાના વેપારીની લકઝુરીયસ કારમાંથી વાંધાજનક સાહિત્ય સાથેની બેગ કબ્જે લેવામાં આવી છે. અને હજુ પણ તપાસનો ધમધમાટ યથાવત ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન જીઆઇડીસી ફેસ-3માં વિદેશથી  આડમાં મોટાપાયે સોનાની દાણચોરી થતી હોવાની ચોક્કસ હકિકત સાથે અને પુરતા હોમવર્ક સાથે મેદાને આવેલી કેન્દ્રિય એજન્સીઓએ થોડો જાજો નહીં પરંતુ બહુ મોટો સોનાનો જથ્થો ઝડપી લીધો હોવાનું જેની કિંમત કરોડો રૂપિયામાં અંકાઇ રહી છે જો કે, હાલતુર્ત કેન્દ્રિય એજન્સીઓ દ્વારા ગુપ્તરાહે તપાસ કરવામાં આવી રહી છે. અને કોઇપણ  જાહેર કરવી તો ઠીક સમગ્ર ઓપરેશનમાં પણ ભારે ચુપકિદી અને ગુપ્તતા જાળવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં પિત્તળના ભંગારના વ્યાપારમાં ખૂબ જ મોટા ગજાનું નામ ધરાવતા આ વેપારીના રણજીતસાગર રોડ સ્થિત નિવાસ સ્થાને પણ કેન્દ્રિય તપાસનીશ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો છે અને સાંજ સુધીમાં  થાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે, લાંબા સમયથી પિત્તળની આડમાં સોનાની દાણચોરી થતી હોવા છતાં સ્થાનિક પોલીસ કે અન્ય કોઇ એજન્સીઓને આટલા મોટા રેકેટની ગંધસુદા આવી નથી. આ સંજોગોમાં લોકસભા અને વિધાનસભા ચૂંંટણી સમયે જ સીબીઆઇ, ડીઆરઆઇ અને ઇડી દ્વારા સોનાનો મોટો જથ્થો  લેવામાં આવતાં સનસનાટી મચી જવા પામી છે.

Related posts

વિજરખી ગામમાં હોટલ સંચાલકના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

Nawanagar Time

જામનગરના કલાકાર જયેશ ઓઝાની ‘પષ્ઠીપૂર્તિ’ નિમિત્તે સંગીત જલ્સો

Nawanagar Time

જીજીમાં ફિઝીયોથૅરાપી માટે સ્માર્ટ ફોન ફરજિયાત: વિવાદિત ફતવો

Nawanagar Time

Leave a Comment