Nawanagar Time
ગુજરાત જામનગર

એલસીબીના જાંબાઝ વશરામભાઇ ભાજપમાં જોડાયા

lcbs-jambaz-vashrambhai-joined-the-bjp

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કામોથી પ્રભાવિત થઇ સ્વૈચ્છિક નિવૃતિ લઇ સત્તાવાર રીતે ભાજપના સૈનિક તરીકે રાજકીય ક્ષેત્રે પદાર્પણ

જામનગર:-જામનગર એલસીબીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જાંબાઝ એએસઆઇ વશરામભાઇ ગોવિંદભાઇ મિયાત્રાએ અચાનક જ સ્વૈચ્છિક નિવૃતિ લઇ ભારતીય જનતા પક્ષના  તરીકે જોડાવા જાહેરાત કરી રાજકીય ક્ષેત્રે પર્દાપણ કર્યું છે. ઉલ્લેખનિય છે કે, પોલીસ વિભાગમાં ફરજ દરમ્યાન વશરામભાઇએ અનેક અનડિટેકટ કેસો કુનેહ પૂર્વક ઉકેલી ડીઆઇજી, આઇજી અને એસપીની ગુડબુકમાં સ્થાન મેળવ્યું છે હવે ભારતીય જનતા પક્ષ સાથે જોડાઇ તેઓએ આહિર સમાજ અને પોતાના વિસ્તાર માટે વિકાસ કામો કરવા ઇચ્છા વ્યકત  છે.

જામનગર જિલ્લા પોલીસ વિભાગમાં 1984માં સીલેકટ થઇ છેલ્લા 35 વર્ષથી જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશન, આઉટ પોસ્ટ, દારૂબંધી શાખા, આરઆરસેલ અને એલસીબીમાં ફરજ બજાવી ગુન્હેગારોમાં ફફડાટ ફેલાવી દેનાર વશરામભાઇ ગોવિંદભાઇ મિયાત્રાને નિષ્ઠાપૂર્વકની ફરજ બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે. બી.એ. એલએલબી સુધીનો અભ્યાસ કર્યા બાદ પોલીસ અને પત્રકાર આલમમાં  ચાહના મેળવનાર વશરામભાઇએ પોલીસ ખાતામાંથી સ્વૈચ્છિક નિવૃતી લેતાં ગઇકાલે તેઓએ માનભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું.

વધુમાં વશરામભાઇએ ઉમેર્યું હતું કે, પોલીસ ખાતામાં ડી.આઇ.જી.પી./ આઇ.જી.પી. તથા એસ.પી. સાહેબ તથા પો. સબ. ઇન્સ. / પો.ઇન્સ. સાથે ખુબ જ નજીકથી ખંતપૂર્વક નિષ્ઠાથી ફરજ બજાવેલ છે અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દરેક કાર્ય સફળતા પૂર્વક  છે. 35 વર્ષથી ફરજ દરમ્યાન કોઇ નાની એવી સજા ખાતા તરફથી થયેલ ન હોવાનું જણાવી પ્રશંસનીય કામગીરી કરવા બદલ રોકડ પુરષ્કાર તેમજ ગુડ સર્વિસ ટિકીટ સહિત 765 ઇનામો મેળવેલા છે. જે બદલ વર્ષ 2017માં રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે.

વધુમાં વશરામભાઇએ પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન અસંખ્ય અનડિટેકટ વાહન ચોરી,  ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, ધાડ, ખુનના ગુન્હાઓ શોધી કાઢવામાં સફળતા મેળવી ગેરકાયદે હથિયાર રાખવાના ગુન્હા, અફિણ ગાંજો, ચરસ જેવા માદક પદાર્થો રાખવાના ગુન્હાઓ પણ શોધી કાઢ્યા છે.  આ ઉપરાંત વશરામભાઇ મિયાત્રાએ અનેક અનડિટેકટ ખુન, ગેંગ રેપ જેવા કિસ્સાઓમાં ગુન્હાનો ભેદ સફળતાપુર્વક ખોલી આંગણીયા લુંટ કરતી તાજીયા ગેંગને 11 હથિયાર અને 15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ 18 ગુન્હાઓ શોધી કાઢયા હતાં. તેમજ જાલી નોટનું રેકેટ પકડી પાડી 27 લાખની જાલી નોટ સાથે 32  ઝડપી લેવા મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું.

અંતમાં વશરામભાઇએ જણાવ્યું હતું કે, હું ભારતના વડાપ્રધાન મોદીના કામોથી પ્રભાવિત થઇ આહીર સમાજ તથા મારા વિસ્તારના કામો માટે ભાજપમાં સૈનિક તરીકે જોડાવા જઇ રહ્યો છું ત્યારે આશા છે કે, મારી આ બીજી ઇનિંગમાં પણ આપ સૌએ અત્યાર સુધી સાથ આપેલો  જ સાથ અને સહકાર આપશો. ફરજ દરમિયાન અધિકારી, સ્ટાફ મિત્રો અને પ્રેસ મિત્રો સાથે જાણતા અજાણતા નારાજગી થઇ હોય તો દિલથી માફિ માંગી અંતમાં ઉમેર્યું હતું કે, પોલીસ ખાતામાંથી સ્વૈચ્છીક નિવૃતી લઉં છું આપના દિલમાંથી નહીં.

Related posts

ભૂગર્ભ ગટર મામલે તાલુકા પંચાયત મહિલા પ્રમુખ મેદાનમાં: ઉગ્ર રજૂઆત

Nawanagar Time

જામનગર અને જામજોધપુરમાં વર્લી-મટકાના જુગાર અંગે બે સ્થળે દરોડા

Nawanagar Time

ડાયમંડ ક્ષેત્રે રશિયાની ગુજરાત સાથેની ભાગીદારી શ્રેષ્ઠ પુરવાર થશેઃ CM રૂપાણી

Nawanagar Time

Leave a Comment