Nawanagar Time
ટેક્નોલૉજી બિઝનેસ

જાણો કે ઓનલાઈન બેંક વ્યવહારમાં છેતરપિંડીના કિસ્સામાં બેંકોની કેટલી જવાબદારી?

learn-how-much-of-the-banks-liability-in-case-of-fraud-in-online-bank-transaction

ગ્રાહક સાથે છેતરપિંડી થાય તેવા કિસ્સામાં બેંક તપાસ કરે એવું ઘણી વખત બનતું નથી: આથી ગ્રાહકે જ બેંક સામે લડત આપવી પડે છે

ઈન્ટરનેટે તો અત્યારે સમગ્ર વિશ્ર્વને હચમચાવી મૂક્યું છે, પરંતુ સાથે-સાથે છેતરપિંડીના કિસ્સા પણ વધી રહ્યાં છે. આ છેતરપિંડીના કિસ્સા વધી જતાં ઓનલાઈન વિશ્ર્વ હવે જોખમી બની ગયું છે. દેખીતી રીતે જ બેંકના ગ્રાહક તમારે તમે અપેક્ષા રાખશો કે, તમારી બેંક તમારા સોદા સામે તમને સુરક્ષા પુરી પાડે અને છેતરપિંડી થાય તેવા સંજોગોમાં તમે એવી અપેક્ષા રાખશો કે, તમારી બેંક જ આ મામલામાં  તપાસ કરે, પરંતુ એવા પણ કિસ્સા છે જ્યારે આ પ્રકારની અપેક્ષા પાર પડતી નથી. અહીં એવું જ એક ઉદાહરણ રજૂ કર્યું છે. રિઝર્વ બેંકના તાજેતરમાં રિપોર્ટમાં નોંધાયેલા એક કિસ્સામાં ઓનલાઈન સોદા માટે બેંકે સુરક્ષા માટે પુરી પાડી નહીં પરંતુ એ મામલામાં તપાસ પણ કરી નહીં અને બેંકે એમ માની લીધું કે, ગ્રાહકનો જ વાંક હતો. કાંઈ બન્યુ આમ હતું કે.. એક બેંકના ગ્રાહકને જાણ થઈ કે, નેટ બેંકિંગ મારફતે તેના ખાતામાંથી 1,01,076 ની ઉચાપત થઈ ગઈ છે. તેણે આ અંગે બેંકમાં ફરિયાદ દાખલ કરી. આ ગ્રાહકે છેલ્લે રેલવેની ટિકિટ ખરીદવા માટે નેટ બેંકિંગનો ઉપયોગ કર્યો હતો પણ એ પછી તેના ખાતામાંથી 16 ટ્રાન્ઝેકશન થયાં હતાં. જો કે, તેમાંના એકેય ટ્રાન્ઝેકશન માટે તેને એકેય એસએમએસ મોકલ્યો નહોતો. ગ્રાહકની ફરિયાદના આધારે બેંકે તે એકાઉન્ટ સ્થગિત કરી દીધું અનેઆ બનાવની પોલીસને ફરિયાદ કરી હવે ગ્રાહકેતેની રકમ પરત માંગી, પરંતુ બેંકે તે આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. ગ્રાહકે અંતે બેંકના લવાદનો સંપર્ક સાધ્યો. વધુ તપાસ કરતાં લવાદે જાણી લીધું કે, બેંકે આ મામલામાં પુરતી તપાસ જ કરી નહોતી.  બેંકે પણ કબુલ્યું કે, તેઓ એમ માનતા હતાં કે, ગ્રાહક જાતે તેનો પાસવર્ડ લીક કરે નહીં ત્યાં સુધી કોઈ ટ્રાન્ઝેકશન શક્ય નથી, આ બાબત આઘાતજનક છે. હકિકતમાં લવાદ સમક્ષ આ પ્રકારના આશ્ર્ચર્યજનક ખુલાસા થાય તે બાબત પણ આઘાતજનક છે. બેંકે એક વર્ષ કરતાં વધુ સમય સુધી તપાસ હાથ ધની નહીં. એ પછી ગ્રાહકે લવાદ સમક્ષ ફરિયાદ કર્યાના 3 મહિના સુધી પણ બેંકે કોઈ જાતની તપાસ કરી નહોતી.

લવાદે આ માટે બેંકને સંપુર્ણપણે જવાબદાર ઠેરવી અને સાત દિવસમાં તમામ રકમ પરત આપી દેવાનો આદેશ આપ્યો. બેંકે આ આદેશનું પાલન કર્યું નહીં અને પોતાની વાત પર અડગ રહી કે, કોઈને પાસવર્ડ આપ્યા વિના આ પ્રકારનું ટ્રાન્ઝેકશન શક્ય જ નથી. આ ઉપરાંત બેંકે વધુ એક બહાનુ દર્શાવ્યું કે, આ મામલો પોલીસના હાથમાં છે અને પોલીસ તપાસ ચાલુ છે આવા સંજોગોમાં બેંક આ રકમ ગ્રાહકને આપી શકશે નહીં.

બેંકે લવાદના આદેશને પડકારવાનો નિર્ણય કર્યો અને ઉચ્ચ સત્તાવાળાઓ સુધી જવાનું નક્કી કર્યું. જો કે, સત્તાધિશોએ પણ લવાદનો જ આદેશ માન્ય રાખ્યો અને સ્પષ્ટ કર્યું કે, બેંક તેની ફરજ અદા કરવામાં નિષ્ફળ રહી છે. અને ગ્રાહકના હિતોનું રક્ષણ કરવાની તેની પ્રાથમિક ફરજ અદા કરી શકી નથી. આ મામલો પોલીસના હાથમાં છે એ એક માત્ર કારણસર  બેંક જે તે ગ્રાહકને તેના નાણાંથી વંચિત રાખી ન શકે.

Related posts

વીમાં પ્રીમિયમ માટેની ઓનલાઈન અરજીની તારીખ લંબાવવા ખેડૂતોની માંગ

Nawanagar Time

પુલવામા અટેક: 23 CRPF શહીદ જવાનોને મદદ કરવા SBIએ લીધો આ મોટો નિર્ણય

Nawanagar Time

હવે જી-મેઈલથી પણ મોકલી શકશો પૈસા, ગૂગલએ ભારતીય યુઝર્સ માટે શરૂ કરી સેવા

Nawanagar Time

Leave a Comment