Nawanagar Time
ધાર્મિક

જાણો મહામૃત્યુંજય મંત્ર કઈ રીતે બન્યો છે અને શું છે દરેક શબ્દનો અર્થ…

learn-how-the-mahamrutrangejaya-mantra-has-become-and-what-every-word-means
 • મહામૃત્યુંજય મંત્રની ખાસ વાતો

  ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે સૌથી વધારે પ્રભાવશાળી મંત્ર મહામૃત્યુંજય મંત્ર માનવામાં આવે છે. આ મંત્ર અકાળે મૃત્યુના ભય અને અપશુકનને ટાળવાની ક્ષમતા રાખે છે. આ મંત્રની રચના માર્કંડેય ઋષિએ કરી હતી. તેનું વર્ણન ઋગ્વેદમાં મળી આવે છે. આવો જાણીએ આ મંત્ર સાથે જોડાયેલી રચના અને ખાસ વાતો…

 • કોણે કરી મંત્રની રચના

  મહામૃત્યુંજય મંત્રની રચના કરનારા માર્કંડેટ ઋષિ તપસ્વી અને તેજસ્વી મૃકંડ ઋષિના પુત્ર હતા. ખૂબ તપસ્યા બાદ મૃકંડ ઋષિના ઘરે પુત્રનો જન્મ થયો, જેનું નામ માર્કંડેટ રાખ્યું. પરંતુ બાળકના લક્ષણ જોઈને જ્યોતિષિઓએ કહ્યું કે, આ શિશુ અલ્પાયુ છે અને તેની ઉંમર માત્ર 12 વર્ષ છે.

 • બાળપણથી શરૂ કરી શિવ સાધના

  જ્યારે માર્કંડેયનું શિશુકાળ ખતમ થયો અને તે બોલવા અને સમજવા યોગ્ય થયા ત્યારે તેમના પિતાએ અલ્પાયુની વાત કરી. સાથે જ શિવજીની પૂજાનો મંત્ર આપતા કહ્યું શિવ જ તને મૃત્યુના ભયથી મુક્ત કરાવી શકે છે. ત્યારે બાળક માર્કંડેયે શિવ મંદિરમાં બેસીને સાધના શરૂ કરી દીધી. જ્યારે માર્કંડેયના મૃત્યુનો દિવસ નિકટ આવ્યો ત્યારે તેમના માતા-પિતા પણ મંદિરમાં શિવ સાધવા માટે બેસી ગયા.

 • યમરાજને જોઈને રડવા લાગ્યા માર્કંડેય

  જ્યારે માર્કંડેયના મૃત્યુનો સમય નિકટ આવ્યો તો યમરાજના દૂત તેમને લેવા આવ્યા. પરંતુ મંત્રના પ્રભાવના કારણે તેઓ બાળકની પાસે આવવાની હિંમત ન કરી શક્યા અને મંદિરની બહારથી જ પાછા જતા રહ્યા. તેમણે જઈને યમરાજને સમગ્ર વાત જણાવી. તેના પર યમરાજ સ્વયં માર્કંડેયને લેવા માટે આવ્યા. યમરાજની લાલ આંખો, ભયાનક રૂપ, ભેંસની સવારી અને હાથમાં શસ્ત્ર જોઈને બાળ માર્કંડેય ડરી ગયા અને તેમણે રડતા રડતા શિવલિંગને બાથ ભરી લીધી.

 • સ્વયં શિવ પ્રગટ થયા અને યમરાજ પાછા જતા રહ્યા

  જેવું માર્કંડેયએ શિવલિંગને આલિંગન કર્યું સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા અને ક્રોધિત થઈને યમરાજને કહ્યું મારી શરણમાં બેઠેલા ભક્તને મૃત્યુદંડ આપવાનો વિચાર પણ તમને કેવી રીતે આવ્યો? તેના પર યમરાજ બોલ્યા, પ્રભુ હું ક્ષમા ઈચ્છું છું. વિધાતાએ કર્મોના આધારે મૃત્યુદંડ આપવાનું કામ મને સોંપ્યું છે. હું તો માત્ર મારી ફરજ નિભાવવા આવ્યો છું. તેના પર શિવ બોલ્યા મેં આ બાળકને અમરતાનું વરદાન આપ્યું છે. શિવ શંભૂના મોઢેથી આ વાત સાંભળીને યમરાજ તેમને પ્રણામ કર્યા અને ક્ષમા માગીને ત્યાંથી જતા રહ્યા. આ કથા માર્કંડેય પુરાણમાં છે.

learn-how-the-mahamrutrangejaya-mantra-has-become-and-what-every-word-means
learn-how-the-mahamrutrangejaya-mantra-has-become-and-what-every-word-means
 • આવો થાય છે મંત્રના દરેક શબ્દનો મતલબ

પૃથ્વી પર જે સાત અમર વ્યક્તિ છે, તેમાંથી માર્કંડેય ઋષિ પણ છે. આવો જાણીએ તેમને આપેલા મહામૃત્યુંજય મંત્રનો મતલબ..

 1. ત્ર્યંબકમ્- ત્રણ નેત્રોવાળા
 2. યજામહે- જેમનું આપણે હ્રદયથી સન્માન અને પૂજા કરીએ છીએ.
 3. સુગંધિમ- જે એક મધુર સુગંધ સમાન છે
 4. પુષ્ટિઃ – વિકાસની સ્થિતિ
 5. વર્ધનમ્- જે પોષણ કરે છે, વધવાની શક્તિ આપે છે
 6. ઉર્વારૂકમ્- કાકડી
 7. ઈવ- જેમ, આવી રીતે
 8. બંધનાત્- બંધનોથી મુક્ત કરાવનારા
 9. મૃત્યોઃ – મૃત્યુથી
 10. મુક્ષીય- અમને સ્વતંત્ર કરો, મુક્તિ આપો
 11. મા – ના
 12. અમૃતાત્- અમરતા, મોક્ષ
 • આવો થાય છે મંત્રનો ભાવાર્થ

  અમે ભગવાન શિવશંકરની પૂજા કરીએ છીએ, જેમના ત્રણ નેત્ર છે, જે સંપૂર્ણ જગતનું પાલન પોષણ પોતાની કૃપાદ્રષ્ટિથી કરી રહ્યા છે. અમારી તેમને પ્રાર્થના છે કે તેઓ અમને મૃત્યુના બંધનોથી મુક્ત કરાવી દે. જે પ્રકારે એક કાકડી આ વેલા રૂપી સંસારથી પાકીને તેના બંધનોથી મુક્ત થઈ જાય છે, તેવી જ રીતે અમે આ સંસાર રૂપી જીવનમાં પાકી જઈએ અને તમારા ચરણોમાં અમૃતધારાનું પાન કરતા શરીરને ત્યાગીને તમારામાં લીન થઈ જઈએ.

Related posts

ચાંદી વસ્તુઓ ચમકાવી શકે છે કિસ્મત,જાણો કેવી રીતે…

Nawanagar Time

મંગળવારે રાત્રે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, આ રીતે થશે અશુભ ફળનું નિવારણ

Nawanagar Time

જગત મંદિરમાં ઉજવાયો દેવદિવાળી મહોત્સવ

Nawanagar Time

Leave a Comment