Nawanagar Time
નેશનલ

માર્ગ અકસ્માત સારવાર ખર્ચમાં સરકારની મહત્વની યોજના જાણો

learn-the-important-plans-of-the-government-for-road-accidents-treatment-expenses

રાજ્યમાં વાહનોની સંખ્યા વધી રહી છે. તેના પરિણામે સ્વાભાવિક રીતે જ વાહન-અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં દૃર વર્ષે સરેરાશ 29,309 અકસ્માત થાય છે. જેમાં દૃર વર્ષે સરેરાશ 6,483 લોકોનાં મોત થાય છે. સામાન્ય રીતે અકસ્માત ઘરના એક વ્યક્તિને થાય પરંતું તેનું પરિણામ આખા કુટુંબને ભોગવવું પડે છે. તેમાં પણ ઘરની જવાબદૃાર વ્યક્તિનું અકસ્માત થાય તો આખું કુટંબ માનસિક તેમજ આર્થિક રીતે નિરાધાર થઈ જાય છે. આવા અકસ્માતોમાં ઈજા પામનારા કે મૃત્યુ પામનારા કે કાયમી અપંગ થયેલી વ્યક્તિઓ, તેમના પરિવારજનોને મોટીતઈકલીફ સહન કરવી પડે છે. તેમને પારાવાર દૃુ:ખ સહન કરવું પડે છે. આ બાબતને ધ્યાનમાં લઈ ગુજરાતમાં કોઈ પણ વિસ્તારમાં થયેલા કોઈ પણ વાહન અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને અકસ્માતના પ્રથમ 48 કલાક માટે નિશ્ર્ચિત નાણાકીય મર્યાદૃામાં મફત તબીબી સારવાર મળી રહે અને આરોગ્ય સુરક્ષા પ્રદૃાન થાય તે માટે વાહન અકસ્માત સારવાર યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેની માહિતી અત્રે પ્રસ્તુત છે. જો અકસ્માત ભોગ બનનાર પ્રથમ એક કલાકની અંદૃર હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવે તો ઓછા માં ઓછા 50 ટકા મૃત્યુદૃરને ટાળી શકાય છે. અકસ્માત પછીની તાત્કાલિક પ્રથમ કલાક જેમાં ઈમરજન્સી મેડિકલ સારવાર જરૂરી છે અને જો આવી કોઈ સારવાર ઉપલબ્ધ ન હોય અથવા અકસ્માત પછી સારવાર આપવામાં ન આવે તો મોટા ભાગના અકસ્માતનો ભોગ બનેલાનું મૃત્યુ થાય છે. જેથી કોઈ પણ વાહન અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને અકસ્માતના પ્રથમ 48 કલાક માટે નિશ્ર્ચિત મર્યાદૃા આ યોજનામાં નકકી કરેલ છે.

કોને લાભ મળે ?

ગુજરાત કે ગુજરાત બહારના કે દૃેશના કોઈપણ નાગરિક હોય તેઓને કોઈપણ નાણાકીય પરિસ્થિતિ, રાજ્ય અથવા રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર ગુજરાત રાજ્યની હદૃમાં થયેલ વાહન અકસ્માતનો ભોગ બનનાર તમામ ઈજાગ્રસ્તોને સહાય મળી શકે છે

આવક મર્યાદૃા કેટલી ?

આ યોજનામાં કોઈપણ પ્રકારની આવક મર્યાદૃા નકકી કરેલ નથી. દૃરેક માટે છે. સારવાર કઇ હોસ્પિટલમાં લઇ શકશે ? અકસ્માતનો ભોગ બનનાર કોઈપણ રાજય સરકાર દ્વારા સંબંધિત સરકારી-ખાનગી તથા ટ્ર્સ્ટ સંચાલિત હોસ્પિટલ તેમજ જિલ્લા-તાલુકા હોસ્પિટલ, મેડિકલ-કોલેજોની હોસ્પિટલો, અથવા કોઈપણ જાહેર કે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે.

કઇ સારવાર મળવા પાત્ર છે ?

પ્રથમ 48 કલાક સુધીનું ઈજાગ્રસ્તોનું ડ્રેસીંગ, સ્ટેબીલાઈઝેશન, ફ્રેકચર સ્ટેબીલાઈઝેશન, શોકની પરિસ્થિતિની સારવાર, એક્સ-રે, ઈજાના ઓપરેશનો, સીટી સ્કેન, એમઆરઆઈ, અલ્ટ્રા સાઉન્ડ, બ્લડ ટ્રાન્સયુઝન, માથાની ઈજાની સારવાર, ઓપરેશનો, ઘનિષ્ઠ સારવાર એકમોમાં સારવાર (આઈસીયુ), પેટ અને પેઢુની ઈજાઓ જેવી ગંભીર પ્રકારની સારવાર માટેનો તમામ સારવારનો ખર્ચ મળવા પાત્ર છે.

સહાય માટે શું કરવું ? કેટલી મળે ?

સહાય મેળવવા માટે અકસ્માત થયેલ હોય તે વ્યક્તિના સગાએ નિયત નમૂનામાં અરજી અને કલેઇમ ફોર્મ ભરવાનું રહેશે. વ્યક્તિએ અથવા તેમના સગાએ કોઇ જ ખર્ચ રૂા. 50 હજાર સુધી કરવાનો નથી અને નાણા ચૂકવવાના નથી. 50 હજારની રકમથી જો ખર્ચ વધી જાય, તો તમામ ખર્ચ અકસ્માતમાં ઘાયલ થયેલા પરિવારજનોએ ઉઠાવવો પડશે. જે તે હોસ્પિટલમાં જો સીટી સ્કેન અને ડાયોગ્નોસંટેીક સેવાઓ ઉપલબ્ધ ન હોય તો નજીકના સેન્ટરની સેવાઓ લઇ શકશે અને આ સેવાનુ ચુકવણું જે તે હોસ્પિટલે કરવાનું રહેશે. એટલે કે જે તે હોસ્પિટલમાં જો વધુ સુવિધા ધરાવતી અન્ય હોસ્પિટલને કેસ રીફર કરે તો તેનો ખર્ચ પણ મળવાપાત્ર છે. દૃા.ત. પ્રથમ હોસ્પિટલમાં રૂા. 10,000/- ખર્ચ નિયત દૃર મુજબ કરેલ છે અને જે હોસ્પિટલને કેસ રીફર કરેલ છે. તે હોસ્પિટલને હવે રૂા. 40,000/-નો ખર્ચ નિયત દૃર મુજબ કરેલ સારવાર માટે મળવા પાત્ર છે.

50 હજારથી વધુ ખર્ચ થાય તો અન્ય સહાય માટે કોઇ યોજના ખરી ?

જાહેર થયેલી અકસ્માત સારવાર સહાય યોજનામાં અમૃતમ યોજના સાથે જોડવામાં આવી નથી. જેને લઈને અકસ્માતમાં ઘાયલ કોઈ પણ વ્યક્તિઓમાં અમૃતમ યોજના અંતર્ગત પણ અલગથી સારવાર મેળવી શકે છે.

સહાય માટેની જવાબદૃારી કોની નક્કી કરેલ છે ?

હોસ્પિટલ તરફથી દૃાવા રજૂ કરવાના છે. તે હોસ્પિટલોએ ખર્ચના બિલ સીધા જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી કે અધિક્ષકને મોકલી આપવાના રહેશે. અથવા અકસ્માતના 10 દિૃવસ સુધીની સમય મર્યાદૃામાં તમામ બીલો સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવેલા તબીબી અધિકારીઓ સમક્ષ રજૂ કરવાનું રહેશે. ખાનગી હોસ્પિટલને બિલની રકમ ખરેખર ખર્ચ અથવા રૂા. 50,000, તે બંનેમાંથી જે ઓછું હશે તે રકમ મળવાપાત્ર થશે.

વિવાદૃ-મુશ્કેલી-મૂંઝવણ જણાય કે હોસ્પિટલ સારવાર માટે ના પાડે તો શું કરવું ?

યોજનાની અમલવારી માટે સરકાર તરફથી તમામ હોસ્પિટલોને જરૂરી પ્રોસિજર્સ કરવા સૂચનાઓ આપવામાં આવેલ છે. જેવી કે, હોસ્પિટલે બનાવ અંગેની જાણ, પોલીસ સ્ટેશનમાં કરવાની તે અંગેના એમ.એલ.સી. નંબર(મેડીકો લીગલ કેસ નંબર)ની જાણ કરવા તેમજ માર્ગ અકસ્માતમાં ઘાયલોની તાત્કાલિક સારવાર કરવાની, જરૂરી માર્ગદૃર્શિકા પૂરી પડવામાં આવેલ છે. છતાં કોઇ મુશ્કેલી થાય કે વિવાદૃ થાય કે હોસ્પિટલમાં સારવાર કરવાની ના પાડે તો કમિશ્ર્નરશ્રી, આરોગ્ય,તબીબી સેવા અને તબીબી શિક્ષણની કચેરીને 15 દિૃવસમાં રજૂઆત કરી શકો છો.

Related posts

સીએએ, એનઆરસીના વિરોધ વચ્ચે એનપીઆરની તૈયારી

Nawanagar Time

Ahmedabad To Porbandar : આજથી ફ્લાઇટનો શુભારંભ.. કઈક આવું હશે ભાડું..

Nawanagar Time

કૌન બનેગા કરોડપતિનો આજે છેલ્લો દિવસ!

Nawanagar Time

Leave a Comment