Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના 45 હજાર ઘરોમાં એલઇડીના અજવાળા

LED lighting in 45 thousand houses of Jamnagar

પીજીવીસીએલ દ્વારા 1,32,116 બલ્બ, 11,127 ટયુબલાઇટ અને 6144 પંખાનું વેચાણ : મોટી વીજબચત

જામનગર:-રાજ્ય સરકાર દ્વારા વીજળીની બચત માટે ઉજ્જવલા યોજના અમલમાં મૂકતાં જામનગર શહેર અને જિલ્લામાં હાલ 45 હજારથી વધુ ઘરોના વીજ વિભાગ દ્વારા વિતરણ થતાં ખાસ પ્રકારના એલઇડી બલ્બ અને ટયુબ લાઇટ્સ અજવાળા પાથરાયાં છે.

જામનગર જિલ્લામાં વીજતંત્ર દ્વારા ઉજ્જલા યોજના અંતર્ગત 1,32,116 બલ્બ, 11,127 ટયુબલાઇટ અને 6144 પંખાનું વેચાણ કરવામાં આવ્યું છે.

જેના પગલે લોકોને વીજબિલમાં મોટી રાહત મળી રહી છે. સાથે સાથે ઉર્જાની પણ મોટાપાયે બચત થઇ રહી છે.

લાઇટ ઇમિટીંગ ડાયોડ પ્રકારના આ ઉપકરણોમાં સેમીક્ધડક્ટર હોય છે અને આ ઈલેકટ્રોનિક ડિવાઈસથી રિફલેક્શન વધુ થતું હોય વધુ પ્રકાશ આપે છે. તેમજ તેની ખૂબી એ છે કે, હીટ  ઓછી ફેંકતા હોય રેડીએશન ઘટે છે અને હીટ ઓછી થતાં ઇકો ફ્રેન્ડલી બની રહે છે. જે સીએફએલ બલ્બ સહિતના ઉપકરણો કરતાં વીજવપરાશ પણ ઓછો કરે છે. જેથી વીજબચત થાય છે.

જામનગરમાં વીજ વિભાગ દ્વારા આવા એલઇડી બલ્બ 3126, ટ્યુબલાઇટ 11,127 અને પંખા 6,144 નંગ વેચાયા છે. તેમજ તાલુકાઓમાં 21,292 બલ્બ, 2,257 ટયૂબલાઇટ વેચાયા છે.

વીજગ્રાહકો છેલ્લું લાઇટબિલ અને આધાર કાર્ડની નકલ લઇ નજીકની વીજ કચેરીએ જઇ આ ખરીદી કરી શકે છે.

80 ટકા જેટલી વીજબચત

વીજ વિભાગના જણાવ્યા મુજબ એલઇડી બલ્બથી અન્ય એટલાં જ વોટના બલ્બની સરખામણીએ 80 ટકા વીજ બચત સાથે વધુ પ્રકાશ મળે છે. જે રાષ્ટ્રની વીજ બચત અને ગ્રાહકોના નાણા બચત માટે ખૂબ ઉપયોગી છે. તેવી જ રીતે આ પંખાથી 38 ટકા વીજ બચત થાય છે. વીજ ગ્રાહકોમાં આ અંગે તાજેતરમાં  જાગૃતિ વધી છે.

Related posts

ઔદ્યોગિકનગરોમાં અમૂક ઉદ્યોગો ચાલુ કરવાની છૂટ

Nawanagar Time

જામનગરમાં ટાઢોડું વધતા જેકેટ માર્કેટ ગરમ

Nawanagar Time

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે કપાસ ખરીદીમાં ભ્રષ્ટાચાર

Nawanagar Time

Leave a Comment