Nawanagar Time
ગુજરાત જામનગર

બંદરોના વિકાસ મુદ્દે ધારાસભ્ય ધારવિયાએ વિધાનસભા ગજવી

legislative-assembly-of-vidhya-vidhya-on-the-development-of-ports

જામનગર:-ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા દ્વારા જામનગર જિલ્લાના બંદરોના વિકાસ અને જોડીયા ખાતે ખારામાંથી મીઠું પાણી કરવાના પ્લાન ને લઈને  પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા,ધારાસભ્ય ધારવિયા દ્વારા વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ખાસ કરીને જોડીયા બંદર રોઝી બંદર નવાબંદર બેડી બંદર અગાઉ કોંગ્રેસના શાસનમાં 40  જહાજો કાયમી ચાલતા હતા,જેનાથી  કેટલાય  લોકોને રોજગારી મળતી હતી,પરંતુ ભાજપના શાસનમાં આ રોજગારી ભાંગી પડી છે,જેથી બંધ પડેલા બંદરોનો સંપૂર્ણ વિકાસ કરીને રોજગારી મળે એવી ભારપૂર્વક રજૂઆત કરી  જ્યારે જોડીયા ખાતે ખારામાંથી મીઠું પાણી કરવાના પ્લાન અંગે વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવતા વલ્લભભાઇ ધારવિયા જણાવ્યું હતું કે આ પ્લાનથી દૈનિક સરકારે પ્રજાના પૈસે 57 લાખ રૂપિયા એક દિવસના ચૂકવવાના થાય છે,અને તેના મહિનાના મહિનાના 17.10 કરોડ અને વાર્ષિક બે અબજથી વધુ ચૂકવવાના થાય છે,25 વર્ષ ના આ કરારો સરકારે  સાથે કરી રહી હોય તો પ્રજાના પૈસા વ્યર્થ ન જાય તે માટે આવા પ્લાન સરકારે પોતે જ સ્થાપવા જોઈએ જેથી ગુજરાતના પૈસા ગુજરાતમાં જ રહે તેની હિમાયત કરી હતી.

Related posts

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રિય દરજ્જો આપતી કેન્દ્ર સરકાર

Nawanagar Time

કોરોનાના કહેર વચ્ચે દરેડ ઔદ્યોગિક મંડળે સાધારણ સભા યોજતા ચકચાર

Nawanagar Time

જામનગરમાં કોરોનાથી બે વૃદ્ધના મોત: નવા 21 પૉઝિટીવ

Nawanagar Time

Leave a Comment