Nawanagar Time
ગુજરાત જામનગર

એક વર્ષમાં 11.80 કરોડના વિકાસ કામો કરાવતા ધારાસભ્ય હકુભા જાડેજા

legislator-luckum-jadeja-who-has-done-development-works-worth-rs-11-80-crore-in-a-year

જાગૃત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સરકારની ગ્રાન્ટ વાપરવાની સાથે સેવાકીય પ્રવૃતિમાં પણ અગ્રેસર

જામનગર:-જ્યારે પણ પ્રજા કોઇપણ પ્રશ્ર્નો લઇને પાસે આવશે તો પ્રજાના એ પ્રશ્ર્ન માટે ગમે તેમ કરીને પરિણામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કોલ ઉપર હકુભા કાયમ નિભાવ્યો છે. વિધાનસભામાં બોલવાની વાત હોય કે મહાનગર પાલિકા, તાલુકા કે જિલ્લા પંચાયતને લગતા હોય, કલેકટર કચેરી કે તંત્રને લગતા પ્રશ્ર્ન હોય પ્રજા માટે બનતા તમામ પ્રયાસો કર્યા છે મને 78 વિધાનસભા મત વિસ્તારમાં આવતા તમામ વોર્ડનો સમતોલ ીવકાસ થાય એ માટે બાંકડા, ટોયલેટ બોકસ, સ્લેબ, ટ્રી-ગાર્ડ, ગટરના પાઇપ, ભુર્ગભ ગટરના કામ, બોર-ડંકી, વોટર કુલર, મેટલ-મોરમ, ડસ્ટબીન, સી.સી. રોડ, સી.સી. બ્લોક માટે દોઢ કરોડ ગ્રાન્ટ મળી સાથે કુલ 11,80,77,510 કરોડથી વધુ રૂપિયાના વિકાસના કાર્યો માટે હકુભાએ ગ્રાન્ટ ફાળવી છે.

અનુ.જાતીના દાખલા માટે, સરકાર દ્વારા શિષ્યવૃતિના ફોર્મ સરકારમાં રજુ થાય છે તેમાં 98% ઉપર ફોર્મમાં સહી કરી જાગૃત ધારાસભ્ય તરીકેની ફરજ બજાવી છે. સંતાનોને સારું શિક્ષણ આપવું વાલીઓ માટે મોટો પડકાર છે તે ઘ્યેય સાથે 3,50,000 નોટબુક વિતરણ કર્યુ છે. તો વળી શિક્ષણ સમિતિના પ્રશ્ર્ન સબંધે 28 પત્ર લખીને પરિણામ મેળવવાનો પ્રયત્ન કર્યો છે.

લોકોને બ્લડ અંગે પડતી મુશ્કેલીઓને ઘ્યાનમાં લઇ વર્ષ દરમિયાન 24 રકતદાન કેમ્પ યોજી રકતદાનએ મહાદાનના સુત્રને સાર્થક કરવાનો પ્રયત્ન કરેલ, જી.જી. હોસ્પિટલમાં બ્લડ અંગે પડતી મુશ્કેલીમાં મદદરૂપ થવા વર્ષ દરમિયાન 3829 બોટલ બ્લડ કાર્ડ જરૂરીયાત મંદને આપેલ છે. તેમજ જી.જી. હોસ્પિટલને લગતા સીટી સ્કેન અને એમ.આર.આઇ.ના 302 પત્ર જ્યારે જામનગરથી સારવાર મેળવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગયેલા લોકોની બને એટલી મદદ કરવા 168 પત્ર લખ્યા છે. આ ઉપરાંત જી.જી. હોસ્પિટલમાં લોકોને મદદરૂપ થવા માટે કાયમી એક વ્યકિત રાખેલ છે. હકુભાની ઓફીસના દરવાજા તમામ માટે ખુલ્લા રહ્યાં છે એવી રીતે આવનારા સમયમાં પણ હંમેશા લોકો માટે દ્વાર ખુલ્લા છે, ખુલ્લા રહેશે. લોકો જ્યારે પણ પોકારશે ત્યારે રાત-દિવસ, તડકો-છાયો, ઠંડી, ગરમી, વરસાદ જોયા વિના એમની સાથે ઉભો રહેવા કટીબઘ્ધતા હકુભાએ દાખવી છે.

મહાનગરપાલિકાને લગત લોકોના પ્રશ્ર્નો નિવારવા માટે દર મહીનાના પહેલા સપ્તાહમાં યોજાતી ફરિયાદ અને સંકલનની બેઠકમાં લોકોને મુંજવતા 379 પ્રશ્ર્નોને રજૂ કરી મહત્વના પ્રશ્ર્નોનો નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટર કચેરીને 18 પત્ર, કલેકટર કચેરીની ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં અચુક હાજર રહીને 448 જેટલા પ્રશ્ર્નો રજૂ કર્યા છે. અને મોટા ભાગના પ્રશ્ર્નો હલ કરવામાં સફળતા મળી છે.

વર્ષ 2018 દરમિયાન પ્રજાના પ્રશ્ર્નો જેની ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવાની હોય તે માટે ગાંધીનગર ખાતે 213 પત્ર જ્યારે સ્થાનીક અને પ્રાથમીક પ્રશ્ર્નો માટે જામનગર મહાનગર પાલિકામાં 279 પત્ર, એવી જ રીતે ઓળખપત્ર અને પ્રમાણપત્ર 279, જિલ્લા પંચાયતને 7, પી.જી.વી.સી.એલ.ના 28, મુખ્યમંત્રીને 38, વિધાનસભામાં 68 તમામ વિભાગને પત્ર લખીને પ્રશ્ર્નોનો નિવેડો મેળવવા પ્રયત્ન કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીને પ્રજાના 3 ડઝન જેટલા પ્રશ્ર્નો પર પત્રો લખ્યા છે, પાણી પુરવઠા બોર્ડને પ્રશ્ર્નોથી વાકેફ કર્યા છે.

ધારાસભ્ય તરીકે કામગીરીની સાથે-સાથે ધાર્મિક અને સામાજીક ફરજ પણ હકુભાએ નિભાવવાની કોશીષ કરી છે, નવરાત્રી મહોત્સવમાં માઁ જગદંબા સ્વરૂપે ગરબે રમતી બાળાઓને પ્રોત્સાહીત કરવા દર વર્ષની જેમ ગત વર્ષે પણ 29 હજાર નંગ લ્હાણી વિતરણ કર્યુ છે. એ જ રીતે ગણેશ મહોત્સવમાં જુદા-જુદા 384 ગણપતિ મંડળોને સન્માન કરીને તેમને પ્રોત્સાહન આપી શકયો છું તેમજ 8000 લોકો મહાપ્રસાદ કરેલ છે.

આ ઉપરાંત દર વર્ષે 78 વિધાનસભા મત વિસ્તારમાં દરેક વોર્ડમાં અલગ-અલગ જગ્યાએ સ્નેહમીલન સાથે લોકમંચ કાર્યક્રમો દરેક વિસ્તારમાં મળી કુલ 16 જગ્યાએ યોજી અંદાજીત 8000 લોકોને મળી તેમના વિસ્તારના પ્રશ્ર્નો જાણી તેમને નિવારવાનો યથાર્થ પ્રયત્નો કરતા આવ્યા છે. આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન 20,000 (અંદાજીત) લોકો ઓફીસે કામ માટે મુલાકાત લે છે. દિવાળીના ઉજાસના પર્વ દરમિયાન વૃઘ્ધાશ્રમ અને અંધ, અપંગ વિકલાંગો સાથે દિવાળી તથા નવા વર્ષની ઉજવણીની જે તક મળી તેનો અહેસાસ અવર્ણનીય રહ્યો છે. ધારાસભ્ય તરીકે મને મળતી 1.50 કરોડની ગ્રાન્ટમાંથી મારા મત વિસ્તારમાં સી.સી. રોડ, સી.સી. બ્લોક માટે 10% અમારી ગ્રાન્ટ 20% જામનગર મહાનગર પાલિકાની ગ્રાન્ટ અને 70% રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી વિકાસના કામો કર્યા. ટોયલેટ બોકસ, વોટર કુલર, મેટલ/મોરમ, ડસ્ટબીન, બેન્ચીસ, ટ્રી-ગાર્ડ, ભુર્ગભના પાઇપ ગટર માટે, બોર અને ડંકી વગેરે બનાવી 100% ગ્રાન્ટ પ્રજાલક્ષી કાર્યોમાં વાપરી શકાઇ છે.

Related posts

જામનગર-વાડીનાર રોડમાં અનેક ક્ષતિઓ

Nawanagar Time

દરબારગઢ નજીક જર્જરીત ઈમારત એસ્ટેટ વિભાગે તોડી પાડી, સુરક્ષાના કારણોસર લેવાયા પગલાં

Nawanagar Time

વિદ્યાર્થી ની કોપી પણ આરટીઆઇ માંગી શકે

Nawanagar Time

Leave a Comment