Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

શિક્ષકો દ્વારા વિધાનસભાનો ઘેરાવ: હજારોની અટકાયત

legislature-assembly-by-teachers-thousands-detention

ગાંધીનગર:-લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ સરકારી કર્મચારીઓએ રીતસર રાજ્ય સરકાર સામે બંડ પોકાર્યો છે. એસટી કર્મચારીઓ બાદ શિક્ષકો  આજે વિધાનસભા ઘેરાવ કરતાં જાહેરાત કરતાં જ હરકતમાં આવેલી સરકારે આ આંદોલનને દબાવી દેવા ગઈકાલ રાતથી જ દરેક જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીને અટકાયતમાં લેવાનું શરૂ કર્યું છે. જો કે, આમ છતાં બુદ્ધિશાળી શિક્ષકો મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચી ગયાં છે અને વિધાનસભાનો ઘેરાવ કરવા મક્કમ છે.

જાણવા  વિગતો મુજબ, પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો છેલ્લા કેટલાય વર્ષોથી માંગ છે કે,જૂની પેન્શન યોજના,બિન શૈક્ષણિક કામગીરી પર પ્રતિબંધ,સાતમા પગારપંચની ભલામણો જેવી વિવિધ માંગો અંગે વારંવાર રજુઆતો કરવા છતા સરકાર તરફથી કોઇ યોગ્ય પ્રતિક્રિયા ન મળતા શિક્ષકો માસ સીએલ પર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા આજે વિધાનસભાનો ઘેરાવ  નક્કી કર્યું હોય, ગઈકાલે રાત્રે સરકારે પોલીસની દમદાટીથી શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીની અટકાયતો કરી હતી. આજે પણ ગાંધીનગર તરફ જતાં તમામ હાઈવે પર શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે. રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ  દીગુભા જાડેજાની પણ અટકાયત કરવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતું કે, શિક્ષકો કોઈપણ ભોગે વિધાનસભાને  કરશે અને આ આંદોલન હવે વધુ ઉગ્ર બનશે તેમ જણાવી સરકારને શિક્ષકોની પડત માંગ સ્વિકારવાની ચિમકી આપી હતી.

legislature-assembly-by-teachers-thousands-detention
legislature-assembly-by-teachers-thousands-detention
legislature-assembly-by-teachers-thousands-detention
legislature-assembly-by-teachers-thousands-detention
legislature-assembly-by-teachers-thousands-detention
legislature-assembly-by-teachers-thousands-detention
legislature-assembly-by-teachers-thousands-detention
legislature-assembly-by-teachers-thousands-detention

 

Related posts

43 વર્ષ બાદ રાજ્યના પોલીસ મેન્યુઅલમાં સુધારા

Nawanagar Time

BJPના પૂર્વ સાંસદ દિનુ બોઘાને આજીવન કેદ, સાત આરોપીને સજા

Nawanagar Time

શું તમે સરકારી નોકરી શોધી રહ્યા છો ? તો બેન્કોમાં થશે 1 લાખ ભરતીઑ…

Nawanagar Time

Leave a Comment