Nawanagar Time
ગુજરાત જામનગર

વિધાનસભામાં જામનગરના વિકાસકામોનો હિસાબ માંગતા ધારાસભ્ય હકુભા જાડેજા

legislature-mla-hakubha-jadeja-seeking-the-development-of-jamnagar-in-the-assembly

બજેટ સત્રમાં પાણી પ્રશ્ર્ન, શહેરી વિકાસ, મહેસૂલ વિભાગ તથા શ્રમ અને રોજગારને પ્રશ્ર્નો ઉઠાવ્યા

જામનગર:-ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં જામનગરના અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ મુખ્યમંત્રીને શહેરી વિકાસ લગત પ્રશ્ર્ન ઉઠાવેલ હતા કે, છેલ્લા બે વર્ષમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતગત જામનગર જિલ્લાની કેટલી નગર પાલિકાઓમાં પાણી પુરવઠા યોજનાની કેટલી રકમ માટે મંજૂરી આપવામાં  છે? ઉક્ત સ્થિતિએ યોજનાવાર કેટલો ખર્ચ થયેલ છે? ઉક્ત યોજનાના બાકી રહેતા કામો પૂર્ણ કરવા માટેનું શું આયોજન છે? જેના જવાબમાં જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની તમામ નગર પાલિકાઓમાં પાણી પુરવઠા યોજનાની મંજુરી બે વર્ષ અગાઉ આપેલ હોઈ છેલ્લા, બે વર્ષમાં કોઈ  આપેલ નથી.

આ ઉપરાંત હકુભા જાડેજાએ મહેસુલ મંત્રીને પ્રશ્ર્ન પુછેલ હતો કે, જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા, કાલાવડ અને જામનગર તાલુકામાં છેલ્લા એક વર્ષમાં કેટલી જમીનોને ઉદ્યોગ માટે બિનખેતીમાં ફેરવવા માટેના હુકમો થયાં છે? ઉક્ત સ્થિતિએ નિયત સમય મર્યાદામાં ઉધોગ સ્થાપી ન શક્યાં હોય તેવા ઉદ્યોગો સામે શરતભંગના પગલા લીધેલ  કે કેમ ? જેના જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં જમીનોને ઉદ્યોગ માટે બિનખેતીમાં ફેરવવા માટેના હુકમો થયાં છે અને કોઈપણ કેસમાં શરતભંગ થયેલ નથી.

 

Related posts

દ્વારકાના શિવરાજપુર બીચ ઉપર ઝીંકાયેલા મુંડકી વેરાનો હિસાબ નથી

Nawanagar Time

ઈસ્લામ જ આતંકવાદ પેદા કરી રહ્યો છે: દંડીસ્વામી સદાનંદ સરસ્વતી

Nawanagar Time

મહાપાલિકામાં પ્રમોશન માટે અધિકારી-કમિશ્ર્નર વચ્ચે કાનૂની જંગ

Nawanagar Time

Leave a Comment