Nawanagar Time
અમદાવાદ ગુજરાત

ગરમી ની શરૂયાત માજ લીંબુની બેવડી સદી..

lemon-double-century

અમદાવાદ:-ઉનાળાની ગરમી અત્યારથી જ ગુજરાતીઓને દઝાડી રહી છે. હજુ તો ગરમીનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે તેની સાથે સાથે લીંબુના ભાવમાં પણ તોતીંગ વધારો થઇ રહ્યો છે. લોકો ગરમીની લૂથી બચવા માટે  શરબતનો ઉપયોગ કરે છે ત્યારે હવે લીંબુના ભાવ પણ આસમાને આંબી ગયાં છે. ઉનાળા સિવાયના દિવસોમાં રૂપિયા 60ના કિલો મળતાં હતાં. પરંતુ હાલમાં રૂપિયા ર0ના માત્ર સો ગ્રામ મળે છે. લીંબુ અત્યારે રિટેઈલમાં રૂપિયા ર00ના કિલોના ભાવે વેચાણ થઇ રહ્યા છે.

જો 250 ગ્રામ લીંબુની ખરીદી થતી હોય તો  1પ0થી 160ના કિલોના ભાવે વેચાણ થાય, પરંતુ 100 ગ્રામ લીંબુની ખરીદી રૂ. ર00ના ભાવે એટલે કે પ્રતિ રૂ.ર0ના 100 ગ્રામ વેચાણ થઈ રહ્યાં છે. હાલમાં લીંબુના હોલસેલ ભાવ 100 થી 1ર0 છે તો રિટેલ બજારમાં 180 થી ર00 રૂપિયા પહોંચી ગયા છે. ગુજરાતમાં લીંબુની સિઝન પૂરી થઇ ગઇ છે  હવે માર્કેટમાં કર્ણાટકના, આંધ્રપ્રદેશના અને મહારાષ્ટ્રના લીંબુ આવતાં થયાં છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુનો ઉપયોગ અમૃત સમાન ગણાય છે, પરંતુ લીંબુના ભાવમાં ઉનાળામાં જ બેહદ વધારો જોવા મળ્યો છે.

Related posts

એલ્યુમિનિયમ ના ઘોડા ભાડે આપવાના બ્હાને 80 લાખની છેતરપિંડી

Nawanagar Time

હવે શિવરાત્રિએ વડાપ્રધાન મોદી જામનગર આવશે

Nawanagar Time

દ્વારકા જગતમંદિરમાં શ્રીજી સંગ કેસુડાના રંગે રમતાં ભાવિકો

Nawanagar Time

Leave a Comment