Nawanagar Time
ગુજરાત જામનગર

ઠેબા ગામે લેઉવા પટેલ સમાજનો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

leva-patel-samuh-vivah-completed-in-theba-village

76 નવદંપતિઓને પ્રભુતામાં પાડયા પગલા : આ પ્રસંગે જ્ઞાતિ પ્રતિભાવોનું સન્માન : શહીદોના પરિવારો માટે રૂા. 6 લાખનું ફંડ એકઠુ કરાયું

જામનગર:-જામનગર નજીક આવેલા ઠેબા ગામે લેઉવા પટેલ સમૂહ લગ્ન સમિતિ જામનગર તથા લેઉવા પટેલ કર્મચારી એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ જામનગરના સંયુકત ઉપક્રમે તેમજ જામનગર જિલ્લા ખોડલધામ સમિતિની પ્રેરણાથી 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં  નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતાં.

ઠેબા ગામે યોજાયેલા લેઉવા પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવ માટે છેલ્લા ત્રણ મહિનાથી સમિતિના કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમાજની એકતા જળવાય રહે અને ખોટો ખર્ચ ન થાય તેવા હેતુ સાથે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે પાંચ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ  કરવામાં આવ્યું હતું. જેમાં ખોડલધામ મહિલા સમિતિ દ્વારા તથા વિભાપર શીશુ મંદિરની વિદ્યાર્થીનીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો તેમજ આ પ્રસંગે 151 દંપતિઓએ ગાયત્રી યજ્ઞમાં ભાગ લીધો હતો આ ઉપરાંત જરૂરીયાત મંદ દર્દીઓની મદદ માટે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

leva-patel-samuh-vivah-completed-in-theba-village
leva-patel-samuh-vivah-completed-in-theba-village
leva-patel-samuh-vivah-completed-in-theba-village
leva-patel-samuh-vivah-completed-in-theba-village
leva-patel-samuh-vivah-completed-in-theba-village
leva-patel-samuh-vivah-completed-in-theba-village

આ સમૂહ લગ્નોત્સવ સાથો સાથ જ્ઞાતિ પ્રતિભાઓનું  પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના જૈમિનભાઇ સભાયા, રાહુલભાઇ વૈશ્ર્ણવ કૌશિકભાઇ દુધાગરા, ધર્મેશભાઇ નારિયા, બિપિનભાઇ ભંડેરી, ધવલભાઇ સાવલીયા, ડો. શિલ્પાબેન દોંગા, ડો. પ્રતિક્ષાબેન મોલિયા, સંજયભાઇ સંઘાણી, યોગિતાબેન ગધેથરિયા, મલયભાઇ ગોલકિયા, ધવલભાઇ વસોયા, પૂજાબેન ચોવટિયા, ઘેલાભાઇ દોમડિયા, ખીમજીભાઇ સંઘાણી, વિનોદભાઇ મોલિયા, રવિન્દ્રભાઇ દુધાગરા, સંદીપભાઇ પીપરિયા, ભરતભાઇ ચીખલીયા, નરેશભાઇ ઢાકા,  દુધાત્રા, મનસુખભાઇ વસોયા, આણંદભાઇ સંઘાણી, લવજીભાઇ તળપદા, પોલાભાઇ ચીખલીયા, ચમનભાઇ વસોયા, જેસાભાઇ દુધાગરા, પરસોતમભાઇ ચીખલીયા, જયેશભાઇ ભંડેરી, વિઠ્ઠલભાઇ સંઘાણી, મથુરભાઇ ચોવટિયા, ડો. સંજયભાઇ ભંડેરી, ડો. મિહીરભાઇ સરધારા, ડો. રૂપેશભાઇ આણદાણી, ડો. સંદીપભાઇ પ્રાગડા, ડો. સુરભીબેન રાદડિયા, ડો. નિધીબેન, કાન્તીભાઇ દોમડિયા, ભીમજીભાઇ પટેલ તથા ગોવિંદભાઇ ટીંબડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

લગ્નોત્સવમાં દીકરીઓને સમૂહ લગ્ન સમિતિ દ્વારા જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તથા દાતાઓ દ્વારા પણ વિવિધ વસ્તુઓ કરિયાવરમાં અપાઇ હતી. આ પ્રસંગે ખેડૂત લક્ષી સજીવ ખેતી કાર્યક્રમ તથા લોકડાયરો પણ યોજાયો હતો. સૈનિક વેલફેર ફંડ ટ્રસ્ટની પણ આ પ્રસંગે સ્થાપના કરવામાં આવી હતી. જયારે તાજેતરમાં શહીદ થયેલા વીર જવાનોના પરિવારો માટે  હેતું રૂા.6 લાખનું દાન એકઠું થયું હતું. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ, કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, મંત્રી જયેશભાઇ રાદડિયા, બિનઅનામત આયોગના અધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા, ખોડલધામ ટ્રસ્ટના મંત્રી જીતુભાઇ વસોયા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, હાપા માર્કેટ યાર્ડના ચેરમેન રાઘવજીભાઇ પટેલ, ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતીના પ્રફુલ્લભાઇ સેજલીયા,  પં. પ્રમુખ નયનાબેન માધાણી, કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડિયા, ખોડલધામ ટ્રસ્ટી ગોપાલભાઇ રૂપાપરા, નવાનગર બેંકના ડાયરેકટર નાથાભાઇ મુંગરા, લઘુઉધોગ ભારતીયના પ્રમુખ ગણેશભાઇ ઠુમર, નાથદ્વારા લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી મનસુખભાઇ દેવાણી  સહિતના મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

આરોગ્ય પ્રશ્ર્ને લૉકડાઉનમાં ધરણાં!

Nawanagar Time

મેયરના રાજીનામાની માંગ સાથે જેએમસીમાં વિપક્ષના ધરણાં

Nawanagar Time

ગુલાબનગરમાં એઠવાડ નાખવા બાબતે પાડોશી પરિવારો વચ્ચે મારામારી

Nawanagar Time

Leave a Comment