Nawanagar Time
જામનગર

હાય રે… કળયુગ… જામનગરમાં હોસ્પિટલમાં નવજાત બાળકીની ઉઠાંતરી

જીજી હોસ્પિટલમાં આજે બપોર એક નવજાત બાળકીની ઉઠાંતરીનો બનાવ બન્યો છે, સાંજે ૪:૩૦ વાગ્યે નર્સના સ્વાંગમાં આવેલી મહિલાએ કરી બાળકીની ઉઠાંતરી કરીને પલાયન થઇ ગઇ હતી, જે સીસી ટીવીમાં કેદ થઇ ગઇ છે

આજે શંકર ટેકરી વિસ્તારમાં રહેતી સોહાનાબેન અફઝલ બ્લોચ નામની મહિલા ડિલિવરી માટે સવારે ૧૦ વાગ્યે જીજી હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં એડમિટ થઈ હતી અને બે વાગ્યે એક તંદુરસ્ત બાળકીનો જન્મ થયો હતો. ૪:૩૦ વાગ્યે એક નર્સનો ડ્રેસ પહેરીને બાળકીની માતા પાસે આવી અને બાળકીને ઇન્જેક્શન આપવાનું છે, ઇંજેશન લેવડાવા સાથે ચાલો.

સોહાનાબેનના સાસુ બાળકીને લઈને નર્સ જેવી જણાતી મહિલાને સાથે ગઈ, રસ્તામાં નર્સના સ્વાંગમાં આવેલી મહિલા બાળકીની માતાની પણ સહી જોઈશે, લાવો બાળકીને આપી દયો, બાળકીને મહિલાના હાથમાં આપી સાસુ સોહાનાબેન પાસે ગઇ, પાછા આવી ને જોયું કે નર્સના સ્વાંગમાં આવેલી મહિલા બાળકી સાથે ગુમ થઇ ગઇ,

બાળકીની ઉઠાંતરી ની જાણ થતા જ જિલ્લા એસ પી હોસ્પિટલ પહોંચ્યા હતા અને CCTV ચેક કર્યા હતા. Cctv માં મોઢે નર્સ પહેરે છે એવું માસ્ક પહેરેલી મહિલા હોસ્પિટલથી બહાર નીકળતી જણાય છે, પોલીસ આ ઉઠાવગીર મહિલાની શોધ ખોડ કરી રહી છે

Related posts

GIDC વિસ્તાર નજીક કારખાનામાં આગ, દોઢ કલાક બાદ આગ પર કાબુ આવ્યો

Nawanagar Time

કાલાવડથી રાજકોટને જોડતો 15 કિ.મી.નો ડામર રોડ તૂટી જતાં ભારે દેકારો

Nawanagar Time

જામનગરમાં ભોઇ સમાજ દ્વારા હોલિકા દહન

Nawanagar Time

Leave a Comment